PM Narendra Modi At Ram Temple Ayodhya: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ શરૂ થઇ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઐતિહાસિક અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજર રહેશે. નોંધનિય છે કે, પીએમ મોદી છેલ્લા 11 દિવસથી કડક અનુષ્ઠાન નિયમોનું પાલન કરી રહ્યા છે. તેમજ મહાકાવ્ય રામાયણમાં ઉલ્લેખિત મંદિરોની પણ મુલાકાત લેશે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે, પીએમ નરેન્દ્ર મોદીનો આજનો કાર્યક્રમ શું છે. તમારા આ પ્રશ્નનો સવાલ તમને અહીંયા મળશે. જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં આજે શું શું કામગીરી કરવાના છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10:45 વાગ્યે અયોધ્યા આવશે અને 10.55 વાગ્યે રામ જન્મભૂમિ મંદિર સ્થળ પર પહોંચશે. અધિકારીઓએ માહિતી આપી છે કે પીએમ મોદી બપોરે 12.05 થી 12.55 વાગ્યા સુધી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે અને ત્યાર પછી તેઓ જાહેર કાર્યક્રમ માટે રવાના થશે, જ્યાં તેઓ બપોરે 1 થી 2 વાગ્યાની વચ્ચે એક સભાને સંબોધિત કરશે. મોદીની અયોધ્યા યાત્રા બપોરે 2 વાગે કુબેર ટીલાના દર્શન સાથે સમાપ્ત થશે.
પીએમ નરેન્દ્ર મોદીના અયોધ્યા પ્રવાસનો સંપૂર્ણ શિડ્યુલ
સવારે 9.05: પીએમ મોદી દિલ્હી એરપોર્ટથી રવાના થયા.
સવારે 10.30: પીએમ મોદી અયોધ્યા એરપોર્ટ પહોંચશે.
સવારે 10.45: પીએમ મોદી અયોધ્યા હેલિપેડ પહોંચશે.
સવારે 10.55: પીએમ મોદી રામજન્મભૂમિ પહોંચશે.
બપોરે 12.20 કલાકે: રામ મંદિર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને અભિષેક વિધિ શરૂ થશે.
બપોરે 12.29 કલાકે: અભિષેકની અંતિમ વિધિ કરવામાં આવશે.
બપોરે 12.55: પીએમ નરેન્દ્ર મોદી રામ જન્મભૂમિ સ્થળ પરથી પ્રસ્થાન કરશે.
બપોરે 1.15: પીએમ મોદી, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મોહન ભાગવત જાહેર સભાને સંબોધશે.
બપોરે 2.10: પીએમ નરેન્દ્ર મોદી કુબેર ટીલા જશે.
બપોરે 2.35: પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યા હેલિપેડ પહોંચશે.
બપોરે 3.05: પીએમ મોદી અયોધ્યાથી રવાના થશે.
સાંજે 4.25: પીએમ મોદી દિલ્હી એરપોર્ટ પહોંચશે.
પ્રાણ પ્રતિષ્ઠાના સમયે રામ મંદિરના ગર્ભગૃહમાં 5 વ્યક્તિ જ હાજર રહેશે

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવા દેશ-વિદેશમાંથી 7000થી વધુ મહેમાનો અયોધ્યા આવી રહ્યા છે. રામ મંદિરના ગર્ભગૃહમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા વખતે માત્ર 5 જ વ્યક્તિઓ હાજર રહેશે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલી, સંઘના પ્રમુખ મોહન ભાગવત અને રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર હાજર રહેશે.
આ પણ વાંચો | રામ મંદિર નિર્માણથી અયોધ્યાનું નસીબ જાગ્યું, જમીન – પ્રોપર્ટીના ભાવ 900 ટકા વધ્યા
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં 7000 મહેમાનો આવશે
અયોધ્યામાં 22 જાન્યુઆરી એટલે કે સોમવારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેને જોતા સમગ્ર શહેરને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. તેમજ આ કાર્યક્રમ માટે ભારત અને વિદેશમાંથી 7000 વિશેષ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે.