Ayodhya Ram Temple Pran Pratishtha Prasad: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ શરૂ થઇ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ રામ મંદિર પહોંચી ગયા છે. ઉપરાંત દેશ વિદેશથી 7000થી વધુ મહેમાનો અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજર રહેશે. રામ મંદિર કાર્યક્રમમાં આવનાર મહેમાનોને માટે મંદિર ટ્રસ્ટ તરફથી ખાસ પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. જાણો આ પ્રસાદ પેકેટમાં શું ખાસ છે

અયોધ્યા રામ મંદિરના પ્રસાદની ખાસિયત
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવનાર મહેમાનો માટે ખાસ પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. રામ મંદિર ટ્રસ્ટ દ્વારા 15 હજાર પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. રામ મંદિરના પ્રસાદ પેકેટમાં માવાના લડ્ડુ, ગોળની રેવડી, રામદાણાની ચિક્કી, અક્ષત, નાડાછડી, અક્ષત અને નાડાછડીનું ખાસ રીતે પેકેજિંગ કરવામાં આવ્યુ છે. આ પ્રસાદના પેકેટમાં ખાસ રીતે ભગવાન વિષ્ણુનું પ્રિય તુલસી પાન પણ હશે. પ્રસાદના પેકેટ પર પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની ભવ્યતાની ઝલક જોવા મળી રહી છે.
રામ મંદિર ટ્રસ્ટ દ્વારા 15 હજાર પ્રસાદના પેકેટ તૈયાર કરાયા
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટ તરફથી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવનાર મહેમાનો આપવા માટે 15 હજાર પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. રામ મંદિર પ્રસાદના પેકેટનો કલર કેસરી છે. તેમાં ઇલાયચી દાણા એટલે કે સાકરિયા હશે. તેનું એક કારણ એ છેકે હાલ અસ્થાયી રામ મંદિરમં રામ લલ્લાના દર્શન કરનાર ભક્તોને સાકરિયાનો પ્રસાદ આપવામાં આવે છે. આથી ખાસ પ્રસાદના પેકેટમાં સાકરિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉપરાંત રામ મંદિરના પ્રસાદના પેકેટમાં રક્ષા સુત્ર, રામ દીપક પણ છે. તેનાથી લોકો રામ જ્યોત પ્રગટાવી શકશે. પ્રસાદના ડબ્બા પર શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના લોગો ઉપરાંત મહાબલી હનુમાનના ધામ હનુમાનગઢીનો પણ લોગો છે. તેના પર ચોપાઇ લખી છે –
રામ નામ રતિ, રામ ગતિ, રામ નામ વિશ્વાસ
સુમિરત શુભ મંગલ કુસલ, દુહું દિસિ તુલસીદાસ
આ પણ વાંચો | અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની લાઇવ અપડેટ વાંચો…
તેમાં રામ જન્મભૂમિમાં રામ લલ્લાના નૂતન પ્રતિમા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લખ્યું છે. સાથે જે પ્રસાદમ અયોધ્યા ધામ લખ્યું છે. આમ તો દેશભરમાંથી લડ્ડુ અને વિવિધ સામાન અયોધ્યા પહોંચ ીરહ્યો છે, પરંતુ આ જ તે પ્રસાદ છે, જેનો ઓર્ડર શ્રીરામ ટ્રસ્ટે આમંત્રિત મહેમાનને આપવા માટે આપ્યો છે.