scorecardresearch
Premium

અયોધ્યાવાસીઓ માટે મર્યાદા નક્કી કરાઇ! બહારના વાહનને નો-એન્ટ્રી, રૂટ ડાયવર્ઝન અને ઘરની બહાર ન નીકળવા અપીલ

Ayodhya Ram Mandir Pran Pratishtha: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ થઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ વિદેશમાંથી 7000 જેટલા મહેમાનો અયોધ્યા આવશે. સુરક્ષાને લઇ કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ayodhya ram mandir | ayodhya | ram mandir
અયોધ્યા રામ મંદિર દાન (Pics – @ShriRamTeerth)

Ayodhya Ram Mandir Pran Pratishtha: અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. હવે વહીવટીતંત્રે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે, અયોધ્યાના લોકો માટે કેટલીક મર્યાદાઓ પણ નક્કી કરવામાં આવી છે. અયોધ્યામાં બહારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ઉપરાંત અયોધ્યાવાસીઓને ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી છે. હકીકતમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં દેશ – વિદેશમાંથી મોટી સંખ્યામાં મહેમાનો આવશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથઇ લઇ મહાનાયક અમિતાભ બચ્ચન પણ સામેલ છે.

આ મહેમાનો VVIP હોવાથી તેમની સુરક્ષા પણ એટલી જ કડક રહેશે. આ કારણે હવે અયોધ્યામાં આગામી બે દિવસ માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. સૌથી મોટો નિયમ એ છે કે અયોધ્યામાં ન તો બહારના વાહનો પ્રવેશી શકશે અને ન તો બહારના લોકોને પ્રવેશ આપવામાં આવશે. જો કોઈ વ્યક્તિ અયોધ્યાનો રહેવાસી છે અને તેના ઘરે જઈ રહ્યો છે, તો તે કિસ્સામાં તેને વિશેષ ઓળખ કાર્ડ બતાવીને જ આગળ જવા દેવામાં આવશે.

Ayodhya Ram temple security arrangements
અયોધ્યા રામ મંદિર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

અયોધ્યામાં રહેતા સ્થાનિક લોકો ચોક્કસપણે તેમના વાહનો લઈ શકે છે, પરંતુ હવે તેમને પણ આગામી બે-ત્રણ દિવસમાં ઘણા માર્ગો પર ડાયવર્ઝનનો સામનો કરવો પડશે. પોલીસ દ્વારા એ વાત પર ભાર મુકવામાં આવ્યો છે કે ઈમરજન્સીમાં તમારે ઘરની બહાર જવું પડે તો પણ જરૂરી પ્રમાણપત્રો સાથે રાખો. વાસ્તવમાં, શનિવારથી, ઉદયા ચારરસ્તા, નયા ઘાટ અને સાકેત પેટ્રોલ પંપ સહિત અયોધ્યામાં ઘણી જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવશે. ઉપરાંત રામ મંદિર સ્થળ અને લતા મંગેશકર ચોક જેવા સંવેદનશીલ સ્થળો પર પણ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.

ઉપરાંત અયોધ્યાના દરેક ચોક – ચાર રસ્તા પર પોલીસ અને કમાન્ડો તૈનાત છે અને બહારના લોકોના પ્રવેશ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં તો અયોધ્યાના લોકોના આઈડી કાર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે. યુપી પોલીસના ત્રણ ડીઆઈજીને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે અયોધ્યામાં 17 આઈપીએસ, 100 પીપીએસ, 325 ઈન્સ્પેક્ટર, 800 સબ ઈન્સ્પેક્ટર અને 1000થી વધુ કોન્સ્ટેબલ તૈનાત કરવામાં આવ્યા છે.

હવે વહીવટીતંત્ર માત્ર જમીન પર જ તૈનાત નથી, તે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા સમાચારો પર પણ નજર રાખવાનું છે. સરકારે સ્પષ્ટ માર્ગદર્શિકા જારી કરી છે કે કોઈપણ મીડિયા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અયોધ્યાને લઈને ખોટા સમાચાર અથવા અફવાઓ ફેલાવશે નહીં. સમાજમાં સૌહાર્દ જાળવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો | અયોધ્યા રામ મંદિરની મૂર્તિ છે ખાસ, જાણો રામલલાની મૂર્તિની ખાસિયતો

જાણકારી માટે તમને જણાવી દઈએ કે અયોધ્યાને રેડ અને યલો ઝોનમાં વહેંચવામાં આવી છે. રેડ ઝોનમાં પીએસીની ત્રણ બટાલિયન તૈનાત કરવામાં આવી છે, જ્યારે યલો ઝોનમાં 7 બટાલિયન તૈનાત કરવામાં આવી છે. અયોધ્યાની સુરક્ષાની જવાબદારી માત્ર પોલીસ જ નહીં પરંતુ ખાનગી સુરક્ષા એજન્સીઓને પણ સોંપવામાં આવી છે.

Web Title: Ayodhya ram mandir pran pratishtha vehicle no entry police security arrangements in ayodhya as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×