scorecardresearch
Premium

Ayodhya Ram Lala : અયોધ્યા રામ મંદિરમાં ભક્તોએ દિલ ખોલીને દાન કર્યું, ગણતરી કરનારાઓનો પરસેવો છૂટી ગયો

Ayodhya Ram Temple Donation : અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને એક મહિનો થયો છે. રામ લલ્લાના દર્શન કરનાર ભક્તોએ એટલું દાન આવ્યું કે ગણતરી કરનારાઓનો પરસેવો છૂટી ગયો છે. દાનની રકમની ગણતરી કરવા મંદિરમાં લોકોની શિફ્ટ નક્કી કરવામાં આવી રહી છે.

ayodhya ram mandir | ayodhya ram mandir pran pratishtha | ram mandir pran pratishtha | ram temple | ram lala photo
Ayodhya Ram Mandir : અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. (Photo – @ShriRamTeerth)

Ayodhya Ram Temple Donation : અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને એક મહિનો પૂર્ણ થયો છે. 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાનો ભવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે દેશ – વિદેશમાંથી 8000 લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું હતુ. રામ મંદિરના ઉદઘાટન બાદથી જ રામ લલ્લાના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આ દરમિયાન રામ મંદિરમાં ભક્તો દ્વારા મોટી પ્રમાણમાં રોકડ દાન કરવામાં આવ્યું છે. જાણો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તોએ કેટલું દાન કર્યું છે.

પીએમ મોદીએ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી (Ayodhya Ram Mandir Pran Pratishtha)

પીએમ મોદીએ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિને અભિષેક કર્યો હતો અને 22 ફેબ્રુઆરીએ અભિષેક થયાને એક મહિનો વીતી ગયો છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ લલ્લાના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. અયોધ્યા આવેલા રામ ભક્તોએ એટલું બધું દાન કર્યું છે કે તેની ગણતરી કરવા માટે મંદિરમાં લોકોની શિફ્ટ નક્કી કરવામાં આવી રહી છે, પરંતુ દાનના પૈસાની ગણતરી સમાપ્ત થઇ નથી.

Balak Ram, Ayodhya Ram Mandir Pran Pratistha , Ayodhya Ram Mandir
રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી નવી મૂર્તિ ‘બાલક રામ’ તરીકે ઓળખાશે (તસવીર – સોશિયલ મીડિયા)

62 લાખ ભક્તોએ કર્યા રામ લલ્લાના દર્શન (Ayodhya Ram Mandir Darshan)

તમને જણાવી દઈએ કે પીએમ મોદી દ્વારા 22 જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેક બાદ મંદિરના દરવાજા સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યા હતા અને ત્યારથી રામ લલ્લાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ લાગી છે. પ્રાપ્ત માહિતી મુજબ, અત્યાર સુધીમાં લગભગ 62 લાખ લોકો અયોધ્યા રામ મંદિર આવ્યા છે અને રામ લલ્લાના દર્શન કર્યા હતા. રામ લલ્લાના દર્શન કર્યા બાદ ભક્તોએ 50 કરોડ રૂપિયાનું દાન અર્પણ કરી છે. જો આ રકમને ઉમેરીયે તો રામ લલ્લાના મંદિરના નિર્માણથી લઈને દર્શન સુધી કુલ પાંચ હજાર કરોડ રૂપિયાનો ચઢાવો આવ્યો છે.

નોંધનીય છે કે, 24 જાન્યુઆરીએ આ સંખ્યા ત્રણ લાખથી વધુ નોંધાઈ હતી અને ભક્તોના ઘોડાપુરની સામે વ્યવસ્થાઓમાં ઉણપ જોવા મળી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ ટ્રસ્ટથી માંડીને વહીવટી સ્તરે ભક્તોની સુરક્ષા અને દેખભાળ માટે દરરોજ વધારાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પરંતુ આ વ્યવસ્થાઓ શ્રદ્ધાળુઓની સતત વધતી સંખ્યા સામે અપૂરતી હોવાથી વ્યવસ્થા સંભાળવી વહીવટીતંત્ર માટે મુશ્કેલ બની રહી છે.

આ પણ વાંચો | કર્ણાટકમાં મંદિરો પર શું છે ટેક્સની જોગવાઈ? જેને સંતોએ જજિયા ટેક્સ ગણાવ્યો, સમજો સમગ્ર વિવાદ

તમને જણાવી દઈએ કે, 14 કર્મચારીઓની ટીમ અયોધ્યા રામ મંદિરમાં ચાર દાન પેટીઓમાં દાનની રકમની ગણતરી કરી રહી છે, જેમાં 11 બેંક કર્મચારીઓ અને ત્રણ મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ સામેલ છે. ટ્રસ્ટના ઓફિસ ઈન્ચાર્જ પ્રકાશ ગુપ્તાના જણાવ્યા અનુસાર દાનની રકમ જમા કરાવવાથી લઈને તેની ગણતરી સુધી બધું જ સીસીટીવીની દેખરેખ હેઠળ છે, જેના કારણે કોઈ પણ પ્રકારની હેરાફેરી કે ગેરરીતિ થવાની શક્યતા નથી.

Web Title: Ayodhya ram mandir pran pratishtha one month ram lala darshan 62 lakh visit devotees donation as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×