scorecardresearch
Premium

અયોધ્યા રામ મંદિર : કેવી રીતે થાય છે પ્રાણ પ્રતિષ્ઠા? મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું

Ayodhya Ram Mandir : અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ પાસેથી જાણો કેવી રીતે કરવામાં આવે છે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ.

Ram Mandir pran pratishtha, Ayodhya Ram Mandir, acharya satyendra das
અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ વિશે જણાવ્યું

Ayodhya Ram Mandir Pran Pratishtha : અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. તેની શરૂઆત થઇ ગઇ છે. લોકો આ અનુષ્ઠાન વિશે જાણવા માંગે છે. લોકોના મનમાં ઉત્સુકતા કે ‘પ્રાણ પ્રતિષ્ઠા’ શું છે અને આ વિધિ કેવી રીતે કરવામાં આવે છે. મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ પાસેથી જાણો કેવી રીતે કરવામાં આવે છે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ.

આચાર્ય સત્યેન્દ્ર દાસે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ વિશે જણાવ્યું હતું કે તે પરમાત્મા ભગવાન શ્રી રામ અને આ બનેલી જે પ્રતિમા છે, તેમાં તે ભગવાનની સાક્ષાત બધી શક્તિઓનો સમાવેશ થઇ જાય. આ વેદોના મંત્રથી કરવામાં આવે છે. જેનાથી આપણા દેશ અને દર્શનાર્થે આવતા ભક્તોનું કલ્યાણ થઇ શકે. જે તે પરમ પરમાત્માની શક્તિ છે તે આ પ્રતિમામાં આવી જાય. તે પરમાત્માની તપસ્યા અને ભક્તિથીનઆપણને શક્તિ મળે છે, એ જ પ્રકારની શક્તિ આ મૂર્તિમાં પણ છે. જેથી આ ભગવાનને જોઈને આપણને એ જ ફળ મળે છે જે આપણને તે ભગવાનની ભક્તિથી મળે છે.

એટલે કે ભગવાન રામની જે બધી શક્તિઓ છે તે આ મૂર્તિમાં સમાવિષ્ટ થઇ જાય. એટલે જે પણ દર્શન કરનારા છે, પૂજા-પાઠ કરનારા છે અને માંગનાર હોય છે તેમનું કલ્યાણ થાય છે. આ પ્રાણ પ્રતિષ્ઠા છે. તે વિષમ દિવસોમાં કરવામાં આવે છે. આ વિષમ દિવસ 7 થઇ જાય, 11 થઇ જાય કે પછી 21 થઈ જાય છે. આથી આ કાર્યક્રમની શરૂઆત 17થી થઇ છે જે 23ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે.

આ પણ વાંચો – રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા લાલકૃષ્ણ અડવાણીનું મોટું નિવેદન, પીએમ નરેન્દ્ર મોદી વિશે કહી આવી વાત

જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા પ્રત્યક્ષ રીતે થઈ રહી હોય ત્યારે લોકો તેને જોઈ શકે છે. બધું જ સામે થઈ રહ્યું હોય છે. પહેલા કળશ યાત્રા થઇ અને ત્યારબાદ મૂર્તિનું નગર ભ્રમણ થયું. આ પછી સરયૂમાં સ્નાન કર્યું હતું. સરયુમાંથી પાણી લઇને આવ્યા. આ આખી પ્રક્રિયા તમારી સામે દેખાય છે. આ પ્રાથમિક છે, ત્યાર બાદ સરયુના પાણીથી તમામ કામ પૂર્ણ થશે. આ સમગ્ર કાર્યક્રમ 6 દિવસ સુધી ચાલશે.

આ વિધિનું કરવું પડે છે પાલન

આ પછી 7 માં એટલે કે અંતિમ દિવસ 22 જાન્યુઆરીના દિવસે પ્રાણ પ્રતિષ્ઠાની જે મૂર્તિ છે તેનો જલાધિદિવાસ (પાણીમાં રાખવી), દુગ્ધાદિવાસ (દૂધમાં રાખવી), પુષ્પદિવાસ, (ફૂલોમાં રાખવી), ઔષધિવાસ (ઔષધિમાં રાખવી), અન્નાદિવાસ (અન્નમાં રાખવી) પછી સ્નાન કરવામાં આવશે. પછી તે મૂર્તિમાં મંત્રો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. તે સમયે મૂર્તિની આંખ બંધ રહેશે. અંતિમ સ્વરૂપમાં જ્યારે મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા પછી શક્તિ આવે છે ત્યારે તે સ્થાપિત કરવામાં આવે છે. આ પછી આંખ ખોલવામાં આવે છે અને પછી કાજલ લગાવવામાં આવે છે. આ પછી ભગવાનના દર્શન કરવામાં આવે છે.

Web Title: Ayodhya ram mandir pran pratishtha acharya satyendra das explains ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×