scorecardresearch
Premium

ગોવિંદદેવ ગિરીએ પીએમ મોદીને આપ્યું રાજર્ષિનું બિરુદ, રાજા જનકને પણ મળ્યું હતું આ સન્માન, જાણો શું છે

Ram Mandir Inauguration : ગોવિંદદેવ ગિરીજીએ પીએમ નરેન્દ્ર મોદીને રાજર્ષિનું બિરુદ આપ્યું છે. આવો જાણીએ રાજર્ષિ શું છે અને કોને આ બિરુદ મળ્યું છે

ayodhya ram mandir, pm narendra modi, ayodhya ,ram mandir
રામ મંદિરમાં આજે રામલલાની વિધિ વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી (તસવીર – સોશિયલ મીડિયા)

Ayodhya Ram Mandir Pran Pratishtha : રામ મંદિરમાં આજે રામલલાની વિધિ વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા થઇ ગઇ છે. પીએમ મોદીએ આ ઐતિહાસિક કામ પોતાના હાથે કર્યું છે. લગભગ 500 વર્ષ બાદ રામલલા અયોધ્યામાં બિરાજમાન થયા છે. આવી સ્થિતિમાં દેશ ઉપરાંત વિદેશમાં પણ હર્ષોલ્લાસનો માહોલ છે. તો બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદીને વધુ એક બિરુદ મળ્યું છે. ગોવિંદદેવ ગિરીજીએ તેમને રાજર્ષિનું બિરુદ આપ્યું છે. આવો જાણીએ રાજર્ષિ શું છે અને કોને આ બિરુદ મળ્યું છે.

રામ મંદિરમાં મંચ પર હાજર ગોવિંદદેવ ગિરીજી મહારાજે કહ્યું હતું કે રામ મંદિરમાં માત્ર એક મૂર્તિની પ્રતિષ્ઠા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોના કારણે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઇ શકી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પીએમ મોદીએ રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા માટે પોતાને સિદ્ધ કરવા માટે સમગ્ર નિયમોનું પાલન કર્યું હતું. આ સાથે જ તેમણે પીએમ મોદીને રાજર્ષિનું બિરુદ આપ્યું હતું.

શું છે રાજર્સી?

રાજર્ષિ એટલે રાજા અને ઋષિ, એટલે કે જે વ્યક્તિમાં રાજા અને ઋષિ બંનેનો ગુણ હોય તો તેને રાજર્સી કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો તે રાજા જે એક વિદ્વાન પણ હોય.

આ પણ વાંચો – રામ મંદિરથી પીએમ મોદીનું સંબોધન, ‘રામ આગ નહીં, રામ ઉર્જા છે’

રાજા જનકને રાજર્ષિનું બિરુદ મળ્યું હતું

માતા સીતાના પિતા રાજા જનકને પણ રાજર્સીનું બિરુદ મળ્યું હતું. કારણ કે તે જ્ઞાન અને ધર્મના રસ્તે ચાલ્યા હતા. રાજા હોવા છતાં તેમણે પોતાનું જીવન ભોગ વિલાસમાં જીવ્યું ન હતું. તે ધાર્મિક પ્રવૃત્તિઓમાં રહીને સાંસારિક મોહ માયાથી મુક્ત રહ્યા હતા. જન્મ અને કર્મથી તે રાજા હતા. પરંતુ ચિંતા અને આત્માથી ઋષિ સમાન હતા. અષ્ટાવક્ર અને સુલભા જેવા ઋષિમુનિઓ અને સાધકો સાથેની તેમની વાતચીત પ્રાચીન ગ્રંથોમાં નોંધાયેલી છે. આ કારણે તેમને રાજર્સીનું બિરુદ આપવામાં આવ્યું હતું.

Web Title: Ayodhya ram mandir pm narendra modi title of rajarshi by govind dev giri know rajarshi upadhi ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×