scorecardresearch
Premium

Ayodhya Ram Mandir: જુબિન નૌટિયાલ, સ્વસ્તી મેહુલ બાદ પીએમ મોદીએ આ ગુજરાતી ગાયકના રામ ભજનના વખાણ કર્યા, એકવાર ઈનામમાં 250 રૂપિયા આપ્યા હતા

PM Modi Shared Geeta Rabari Ram Bhajan: આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઇ ઉત્સવનો માહોલ છે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ હવે ગુજરાતી ગાયકના રામ ભજનના વખાણ કર્યા છે. તેમણે શેર કર્યું છે

PM Modi Shared Geeta Rabari Ram Bhajan | PM Narendra Modi Shared Ram Bhajan | Geeta Rabari Geeta Rabari Ram Bhajan | Geeta Rabari Bhajan | Geeta Rabari song Ram Ghar Aaye | Geeta Rabari laest song | Famous ram bhajan
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતી ગાયીકા ગીતા રબારીના રામ ભજનના વખાણ કર્યા છે. (ફોટો – ટ્વિટર)

PM Narendra Modi Shared Geeta Rabari Ram Bhajan ON Twitter: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ દેશભરમાં ઉત્સવનો માહોલ છે. સમગ્ર દેશમાં ભક્તિમય વાતાવરણ છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલ્લાના અભિષેકનો કાર્યક્રમ યોજાશે. હવે માત્ર થોડા જ દિવસો બાકી છે અને લોકો આ ઐતિહાસિક ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ શ્રેણીમાં હવે પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા ટ્વિટર પર ગુજરાતી ગાયિકાનું રામ ભજન શેર કર્યું છે. આ ગુજરાતી ગાયકના રામ ભજનના પીએમ મોદી ચાહક બની ગયા છે. પીએમએ ગીતના ખૂબ વખાણ કર્યા છે.

પીએમ મોદીએ ગીતા રબારીનું રામ ભજન ટ્વિટર શેર કર્યું

પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતી ગાયિકા ગીતા રાબડીનું રામ ભજન ટ્વિટર પર શેર કર્યું છે. આ ભોજનને શેર કરવાની સાથે તેમણે લખ્યું, ‘અયોધ્યામાં ભગવાન શ્રી રામના દિવ્ય ભવ્ય મંદિરમાં રામલલ્લાના આગમનના ઇંતેજારનો અંત થવાનો છે. દેશભરના મારા પરિવારજનોને તેમના પ્રાણ પ્રતિષ્ઠાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમના સ્વાગતમાં ગીતા બેન રબારીજીનું આ ભજન ખૂબ જ ભાવુક છે.

ગીતા બેન રબારીના રામ ભજનના શબ્દોમાં ‘શ્રી રામ ઘર આયે’. લોકો ગીતના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે. અયોધ્યાના રામ મંદિર કાર્યક્રમને લઇ ભારત સહિત વિદેશમાં વસતા ભારતીયોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. લોકો ઐતિહાસિક દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

પીએમ મોદીએ એકવાર ગીતા રબારીને 250 રૂપિયાની બક્ષીસ આપી હતી

ગીતા રાબારી એક ગુજરાતી ગાયિકા છે. તેઓ આ અગાઉ પણ પીએમ નરેન્દ્ર મોદીને મળી ચૂક્યા છે. ગીતા બેન રબારીએ એકવાર મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે તે જ્યારે નાના હતા ત્યારે તેમને મળ્યા હતા. તે દિવસોમાં ગીતા બેન શાળામાં ગીત ગાતા હતા અને તે સમયે તેઓ ગાયિકા નહોતી. તેમણે કહ્યું હતું કે, તે સમયે તેમણે એક સ્કૂલ ફંક્શનમાં ગીત ગાયું હતું અને તે પીએમ મોદીએ સાંભળ્યું હતું. આ પછી તેમણે તેની પ્રશંસા પણ કરી અને તેને 250 રૂપિયાનું ઈનામ પણ આપ્યું હતુ. ઉલ્લેખનીય છે કે આજે ગીતા રબારી ગુજરાતની લોકપ્રિય ગાયિકા છે.

Ayodhya Ram Mandir | ayodhya ram temple inauguration | ram temple Photo | Ram lala Photo | Ayodhya Ram Mandir Prasad | Ram lala Murti | Lord Ram Idol
અયોધ્યાના રામલલ્લા અને નિર્માણાધીન રામ મંદિર. (Photo – @ShriRamTeerth)

આ પણ વાંચો | અયોધ્યા રામ મંદિર માટે ગુજરાતમાંથી રામ ભક્તોએ મોકલી આ ખાસ 5 ભેટ, જાણો આ ભેટની ખાસિયતો

લોકપ્રિય રામ ભજન

તમને જણાવી દઈએ કે ગુજરાતી સિંગર ગીતા રબારીની પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ જુબિન નૌટિયાલ, સ્વસ્તિ મેહુલ અને હંસરાજ રઘુવંશીના રામ ભજન પણ શેર કર્યા હતા. હંસરાજના રામ ભજનને શેર કરવાની સાથે પીએમએ પોસ્ટમાં લખ્યું હતું કે, ‘અયોધ્યામાં ભગવાન શ્રી રામના સ્વાગતને લઇ સમગ્ર દેશ રામમય છે. રામલલ્લાની ભક્તિમાં ડૂબેલા ભક્તો આ શુભ દિવસે વિવિધ રીતે પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ભગવાન શ્રી રામને સમર્પિત હંસરાજ રઘુવંશીજીનું આ ભજન સાંભળો…. એ જ રીતે, તેણે અન્ય ગાયકોના ગીતો પણ શેર કર્યા અને તેમના પ્રશંશા કરી છે.

Web Title: Ayodhya ram mandir inauguration pm narendra modi geeta rabari bhajan ram ghar aaye as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×