scorecardresearch
Premium

Ayodhya Ram Mandir: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય આમંત્રણ પત્રિકાની 5 ખાસિયતો જાણો

Ayodhya Ram Mandir Invitation Card: અયોધ્યાના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની 6000 આમંત્રણ પત્રિકા તૈયાર કરવામાં આવી છે.

Ayodhya Ram Mandir Inauguration Invitation Card
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની આમંત્રણ પત્રિકા અને નિર્માણાધીન રામ મંદિર. (Photo – Social Media)

Ayodhya Ram Mandir Inauguration Invitation Card : અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ 22 જાન્યુઆરી, 2024ના રોજ યોજાશે. રામજન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ દેશભરના મહેમાનોને કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રિત કરી રહ્યું છે. રામ મંદિરના આ ભવ્ય સમારોહમાં લગભગ 7000 પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ભાગ લેશે. ટ્રસ્ટે 6000 થી વધુ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા આમંત્રણ પત્રિકાનું વિતરણ કર્યું છે.

4000 સંતોને આમંત્રણ આપવામાં આવ્યું

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે 4000 સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે, જ્યારે દેશના 2200 અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટેના આમંત્રણ પત્રની પ્રથમ ઝલક પણ સામે આવી છે. આ પત્રના કવર પેજ પર ભગવાન રામના બાળ સ્વરૂપની તસવીર છે અને અંતે શ્રી રામ મંદિરની મુલાકાતનો સંપૂર્ણ સારાંશ આપવામાં આવ્યો છે.

Ram Mandir | Ayodhya Ram Mandir | Ayodhya Ram Mandir Inauguration | Ram Mandir Inauguration Invitation Card | Ram Mandir Invitation Card Photo | Ram Mandir Invitation Card Booklets
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની આમંત્રણ પત્રિકાનો ફોટો. (Photo – Social Media)

આ આમંત્રણ પત્ર પર સમગ્ર કાર્યક્રમની વિગતો આપવામાં આવી છે. દરેક વ્યક્તિનો QR કોડ પણ છે. આ આમંત્રણ પત્ર પર આગમનનો સમય, કાર પાર્ક કરવાની જગ્યા અને કાર્યક્રમ કેટલા સમય ચાલશે તે પણ લખેલું છે. કાર્ડના કવર પેજ પર લખ્યું છે, “અનાદિક નિમંત્રણ, શ્રી રામ ધામ અયોધ્યા, સાદર.”

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની આમંત્રણ પત્રિકાની ખાસિયત

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા આમંત્રણ પત્રિકાની અંદર રામ જન્મભૂમિ મંદિરની તસવીર સાથેનું કાર્ડ છે અને તેના પર ટ્રસ્ટનો લોગો પણ છે. પીળા ચોખાને ત્યાં એક નાના પરબીડિયામાં રાખવામાં આવે છે. આ કાર્ડમાં વાહન પાસ પણ છે અને તેના પર નંબર લખવા માટે જગ્યા આપવામાં આવી છે. ત્યાં એક QR કોડ પણ છે, જેથી લોકો પાર્કિંગ એરિયામાં તેમના વાહનો સરળતાથી પાર્ક કરી શકે.

ઉપરાત આ કાર્ડની અંદર એક નાની પુસ્તિકા પણ છે, જેમાં 1528 થી 1984 સુધીના અયોધ્યા રામ જન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા 20 મહત્વપૂર્ણ વ્યક્તિઓની વિગતો છે. જેમાં VHPના પૂર્વ અધ્યક્ષ અશોક સિંઘલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક કાર્ડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંઘ પ્રમુખ મોહન ભાગવત, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી આદિત્યનાથ અને જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસના નામ લખવામાં આવ્યા છે.

આ પણ વાંચો | ઉમા ભારતીએ માથુ મુંડાવી પોલીસને ચકમો આપ્યો, બાબરી ધ્વંસ વખતે કાર સેવકોને ઉશ્કેરતા કહ્યું – તોડ દો…

રામ મંદિરના દર્શનાર્થીઓમાં સાકરિયાનો પ્રસાદ વહેંચાશે (Ayodhya Ram Mandir Prasad Eliachi Dana)

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરના દર્શને આવનાર શ્રદ્ધાળુઓને સાકરિયાનો પ્રસાદ વહેંચવાનું નક્કી કર્યું છે. આ સાકરિયા એલચી અને ખાંડના મિશ્રણમાં તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે ભારતમાં મોટાભાગના મંદિરોમાં દર્શનાર્થીઓને સાકરિયા પ્રસાદ રૂપ વહેંચવામાં આવે છે.

Web Title: Ayodhya ram mandir inauguration invitation card design booklets know all details here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×