scorecardresearch
Premium

દિલ્હી – અયોધ્યા વચ્ચે શરૂ થઇ વંદે ભારત એક્સપ્રેસ; જાણો અયોધ્યા ધામ ટ્રેનનું ભાડું અને ટાઇમ સહિત તમામ વિગત

Ayodhya-ANVT Vande Bharat Express Train Ticket Price And Schedule: તાજેતરમાં જ રાજધાની દિલ્હીથી અયોધ્યા વચ્ચે અયોધ્યા ધામ આનંદ વિહાર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી દેખાડી પ્રસ્થાન કરવામાં આવી હતી.

Vande Bharat Sleeper Train Photo | Vande Bharat Express Sleeper Train | Vande Bharat Sleeper Train interior | ashwini vaishnaw | indian railways
દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વંદે ભારત એક્સપ્રેસ સ્લીપર ટ્રેનના ફોટા ટ્વિટર પર શેર કર્યા છે. (Photo : @AshwiniVaishnaw)

Ayodhya Dham Anand Vihar Vande Bharat Express Train Ticket Price And Schedule: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તો મંદિરના દર્શન કરવાના પ્લાન બનાવી રહ્યા છે. વર્ષોથી તંબુમાં રહેતા ભગવાન રામ આખરે પોતાના ઘરે બિરાજમાન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરનું લોકાર્પણ કરવામાં આવશે. નવા રામ મંદિરનો ઉત્સાહ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરના રામ ભક્તોમાં જોવા મળી રહ્યો છે.

દરેક વ્યક્તિ હવે નવા રામ મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરવા ઈચ્છે છે. આ જ કારણ છે કે હાલ અયોધ્યાને વિમાન, ટ્રેન કે રોડ માર્ગેથી જોડવા માટે દરરોજ નવી ઘોષણાઓ થઇ રહી છે. તાજેતરમાં જ રાજધાની દિલ્હીથી અયોધ્યા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી દેખાડી પ્રસ્થાન કરવામાં આવી હતી.

અયોધ્યા-આનંદ વિહાર વંદે ભારત એક્સપ્રેસ (Ayodhya-Anand Vihar Vande Bharat Express) એક લક્ઝરી ટ્રેન છે. તેની ટિકિટ અન્ય ટ્રેનોની સરખામણીમાં થોડી મોંઘી છે પરંતુ તેમાં વધુ સુવિધાઓ પણ છે. આ ટ્રેન દિલ્હીવાસીઓને ઓછા સમયમાં અયોધ્યા લઈ જઈ શકશે. જો તમે પણ અયોધ્યા જવા ઈચ્છો છો, તો તમને આ ટ્રેનમાં વહેલી ટિકિટ બુકિંગ કરવાથી કન્ફર્મ ટિકિટ મળશે. જ્યારે અન્ય ટ્રેનોમાં ફેબ્રુઆરી-માર્ચ સુધી લાબું વેઇટિંગ છે, વંદે ભારત એક્સપ્રેસમાં તમને 26 જાન્યુઆરી પછી જ કન્ફર્મ ટિકિટ મળશે.

અયોધ્યા ધામ-આનંદ વિહાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ટિકિટ કિંમત (Ayodhya-Anand Vihar Vande Bharat Express Train Ticket Price)

પીએમ નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણ રીતે વાતાનુકૂલિત છે. તેમાં તમામ આધુનિક સુવિધાઓ છે જે મુસાફરીને સાનુકૂળ અને સરળ બનાવે છે. ટ્રેનની ટિકિટની વાત કરીએ તો સીસી (ચેરકાર) ટિકિટની કિંમત 1625 રૂપિયા છે. જ્યારે એક્ઝિક્યુટિવ ચેરકારની ટિકિટ માટે તમારે 2965 રૂપિયા ખર્ચવા પડશે.

Ram Mandir Ceremony Live Updates, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા લાઇવ
Ram Mandir Pran Pratishtha Ceremony Live Updates : રામ મંદિર અયોધ્યા અને આરએસએસ – વીએચપી પ્લાન

અયોધ્યા ધામ-આનંદ વિહાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ટાઇમ ટેબલ (Ayodhya-Anand Vihar Vande Bharat Express Train Schedule)

અયોધ્યા-આનંદ વિહાર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં એક દિવસને બાદ કરતા (બુધવાર) કુલ 6 દિવસ દોડશે. આનંદ વિહારથી અયોધ્યા કેન્ટ વચ્ચેની યાત્રા માત્ર 8 કલાક 20 મિનિટમાં પૂર્ણ થશે. વચ્ચે બે સ્ટોપ હશે, કાનપુર સેન્ટ્રલ અને લખનૌ.

આ પણ વાંચો | અયોધ્યા પહોંચ્યા રામાનંદ સાગરની રામાયણના રામ, સીતા અને લક્ષ્મણ; વીડિયો જોઇ યુઝર્સે કહ્યું- વર્ષોની તપસ્યા પૂરી થઈ

અયોધ્યા ધામ-આનંદ વિહાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ટાઇમ (Ayodhya-Anand Vihar Vande Bharat Express Train Time)

જો સમયની વાત કરીએ તો, આનંદ વિહારથી અયોધ્યા જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સવારે 6.10 વાગ્યે આનંદ વિહાર રેલવે સ્ટેશનથી ઉપડશે છે. જે બપોરે 2.30 કલાકે અયોધ્યા કેન્ટ રેલવે સ્ટેશન પહોંચી જશે. જ્યારે અયોધ્યાથી વંદે ભારત ટ્રેનનો ઉપડવાનો સમય બપોરે 3:20 વાગે છે અને આ ટ્રેન રાત્રે 11:40 કલાકે આનંદ વિહાર દિલ્હી આવશે.

Web Title: Ayodhya ram mandir delhi ayodhya anvt vande bharat express train ticket price schedule time as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×