scorecardresearch
Premium

અયોધ્યા રામ મંદિરમાં પ્રથમ દિવસે જ ભક્તોની ભીડ, લગભગ 3 લાખ ભક્તોએ કર્યા રામલલ્લાના દર્શન

Ayodhya Ram Mandir : યુપી સરકારના નિવેદન અનુસાર પહેલા દિવસે અત્યાર સુધીમાં લગભગ 3 લાખ રામભક્તો રામલલાના દર્શન કરી ચૂક્યા છે, અયોધ્યા મંદિરની આસપાસ આઠ હજાર જેટલા સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા

ayodhya ram mandir, ayodhya, ram mandir
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પછી રામ મંદિર પ્રથમ વખત મંગળવારે દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે (તસવીર – એએનઆઈ)

Ayodhya Ram Mandir : અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પછી રામ મંદિર પ્રથમ વખત મંગળવારે દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે ભક્તોની જબરજસ્ત ભીડ ઉમટી પડી હતી. દેશના દૂર-દૂરના ખૂણેથી આવેલા રામભક્તોએ ભગવાન શ્રી રામના દર્શન કર્યા હતા. આ દરમિયાન જય શ્રી રામ, જય સીયારામના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

રામ મંદિરમાં પહેલા દિવસે અત્યાર સુધીમાં કેટલા ભક્તો રામલલ્લાના દર્શન કરી ચૂક્યા છે? આ અંગે યુપીની યોગી સરકારનું મોટું નિવેદન સામે આવ્યું છે. યુપી સરકારના નિવેદન અનુસાર પહેલા દિવસે અત્યાર સુધીમાં લગભગ 3 લાખ રામભક્તો રામલલાના દર્શન કરી ચૂક્યા છે. સાથે જ પ્રશાસને સુરક્ષાને લઈને ત્રિસ્તરીય સુરક્ષા કવચ તૈયાર કર્યું છે. અયોધ્યા મંદિરની આસપાસ આઠ હજાર જેટલા સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

ભારતીય સ્થાપત્યના પોસ્ટર બોય દિક્ષુ કુકરેજા નેરામલાલાએ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા એવી અપેક્ષા રાખી હતી કે આગામી વર્ષોમાં દરરોજ ત્રણ લાખથી વધુ લોકો અયોધ્યાની મુલાકાત લઈ શકે છે. તેમણે કહ્યું હતું કે મંદિરની યોજના વેટિકન સિટી, કમ્બોડિયા, જેરુસલેમ સહિત વિદેશમાં પણ આવા જ ઉદાહરણોનો અભ્યાસ કર્યા બનાવવામાં આવી હતી. જેમાં ભારતના તિરૂપતિ અને અમૃતસરનો પણ સમાવેશ કરી શકાય છે.

કુકરેજાએ કહ્યું હતું કે અયોધ્યા આધ્યાત્મિક, સાંસ્કૃતિક, વિરાસત સંપત્તિઓ અને ઘટના પર ધ્યાન આપવાની સાથે એક વૈશ્વિક પર્યટન સ્થળ બનવાની અપેક્ષા છે. કારણ કે આતિથ્ય અને આનુષંગિક ઉદ્યોગોમાં નોંધપાત્ર માંગ સાથે આ શહેર અનેકગણું વધવાની સંભાવના છે. કુકરેજાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે શહેરને પર્યટન, આર્થિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે એક મેગા હબ તરીકે વિકસાવવાની કલ્પના કરવામાં આવી છે. આગામી ત્રણ-ચાર વર્ષમાં દરરોજ ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુઓ અયોધ્યાના દર્શન કરે તેવી સંભાવના છે.

આ પણ વાંચો – અમૃતસર અને તિરુપતિ પાછળ રહી જશે! અયોધ્યા ધાર્મિક પર્યટનના તમામ રેકોર્ડ તોડશે – રિપોર્ટમાં દાવો

કુકરેજાએ જણાવ્યું હતું કે વધતી વસ્તી અને પર્યટનની જરૂરિયાતોને સમાવવા માટે, અમે રસ્તાઓ, પુલો, ગટર વ્યવસ્થા અને ઉપયોગિતાઓ જેવા આધુનિક માળખાગત સુવિધાઓની ડિઝાઇન કરી છે. આ સમયે સુનિશ્ચિત કર્યું છે કે આ વિકાસથી શહેરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક પાત્ર સાથે ચેડા ન થાય. અમે એક એવી ડિઝાઇન બનાવવા પર કામ કર્યું જે ટાઉનશિપ માટે લેઆઉટ જે કાર્યક્ષમ જમીન વપરાશને પ્રોત્સાહન આપે છે. ભીડભાડને ઘટાડે છે અને રહેવાસીઓના જીવનની એકંદર ગુણવત્તામાં વધારો કરે છે.

કુકરેજાએ આ પહેલા દિલ્હીમાં એરોસિટી અને દ્વારકામાં “યશોભૂમિ” – ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (આઇઆઇસીસી)ની ડિઝાઇન તૈયાર કરી છે. તેમણે કહ્યું કે તેમની ટીમે જરૂરિયાતને સમજવા અને આકર્ષિત કરવા માટે વિશ્વભરના તેમજ ભારતમાં હાલના મંદિરોના નગરોનો અભ્યાસ કર્યો હતો.

Web Title: Ayodhya ram mandir around 3 lakh people visited up government statement ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×