Ayodhya Masjid Construction | અયોધ્યા મસ્જિદ નિર્માણ : ઈન્ડો-ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન આ વર્ષે મે મહિનાથી અયોધ્યામાં ભવ્ય મસ્જિદનું નિર્માણ શરૂ કરશે. તેને પૂર્ણ થતાં ત્રણ-ચાર વર્ષનો સમય લાગે તેવી શક્યતા છે. એક વરિષ્ઠ અધિકારીએ રોઇટર્સને આ માહિતી આપી હતી, પરંતુ આ મામલો તે દિવસે પ્રકાશમાં આવ્યો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરના અભિષેક સમારોહની અધ્યક્ષતા કરી રહ્યા હતા.
આ માહિતી મસ્જિદ પ્રોજેક્ટની દેખરેખ રાખતી ઈન્ડો-ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન (IICF) ની વિકાસ સમિતિના વડા હાજી અરાફાત શેખે આપી હતી. શેખે જણાવ્યું હતું કે, મસ્જિદ માટે ભંડોળ એકત્ર કરવા માટે ક્રાઉડ-ફંડિંગ વેબસાઇટની સ્થાપના કરવામાં આવે તેવી શક્યતા છે.
પયગંબર મોહમ્મદના નામ પરથી મસ્જિદનું નામ “મસ્જિદ મોહમ્મદ બિન અબ્દુલ્લા” રાખવામાં આવશે. શેખે કહ્યું કે, અમારો પ્રયાસ લોકોમાં દુશ્મનાવટ, નફરતને દૂર કરવાનો છે અને તેને એકબીજાના પ્રેમમાં રૂપાંતરિત કરવાનો છે, ભલે તમે સુપ્રીમ કોર્ટના નિર્ણયને સ્વીકારો કે નહીં. તેમણે એમ પણ કહ્યું કે, જો આપણે આપણા બાળકોને અને લોકોને સારી બાબતો શીખવીશું, તો આ બધી લડાઈ બંધ થઈ જશે.
સુપ્રીમ કોર્ટે 2019 માં કહ્યું હતું કે, 1992 માં બાબરી મસ્જિદનો ધ્વંસ ગેરકાયદેસર હતો. જો કે, કોર્ટે ચુકાદો આપ્યો કે, બાબરી મસ્જિદની નીચે એક બિન-ઇસ્લામિક માળખું હતું. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, વિવાદિત જમીન પર મંદિર બનાવવામાં આવશે અને મુસ્લિમ પક્ષને મસ્જિદ બનાવવા માટે જમીનનો એક ટુકડો પણ આપવામાં આવશે.
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ કાર્યક્રમ વીડિયો
IICF ના પ્રમુખ ઝુફર અહેમદ ફારૂકીએ કહ્યું કે, સંસ્થાએ ફંડ માટે કોઈનો સંપર્ક કર્યો નથી. “અમે કોઈનો સંપર્ક કર્યો ન હતો…તેના (ફંડ) માટે કોઈ જાહેર ચળવળ નથી શરૂ કરાઈ.”
આ પણ વાંચો – Ram Mandir : PM મોદીએ કેમ માંગી રામ લલ્લાની માફી? 10 પોઈન્ટમાં જાણો ભાષણના મહત્વપૂર્ણ મુદ્દાઓ
IICF સેક્રેટરી અતહર હુસૈને જણાવ્યું હતું કે, મસ્જિદના નિર્માણમાં વિલંબ થયો છે કારણ કે, તેઓ ડિઝાઇનમાં વધુ પરંપરાગત તત્વો ઉમેરવા માંગતા હતા.
અભિનેતાઓ, ક્રિકેટરો, ઉદ્યોગપતિઓ, સાધુ સંતો સહિત સેંકડો હસ્તીઓ રામ લલ્લાના અભિષેક માટે અયોધ્યામાં છે. મંગળવારે મંદિર સામાન્ય જનતાના દર્શન માટે ખુલ્લું રહેશે.