scorecardresearch
Premium

ઉત્તરાખંડ: હિમસ્ખલનમાં 10 પર્વતારોહીઓના મોત, 8 ને બચાવી લેવાયા

Avalanche in Uttarakhand: બધા પર્વતારોહી નેહરુ પર્વતારોહણ સંસ્થાથી એડવાન્સ ટ્રેનિંગ કોર્સ કરી રહ્યા હતા

ઘટનાસ્થળે NDRF, એસડીઆરએફ, સેના અને ITBPની ટીમ લગાવવામાં આવી છે (Source: ANI)
ઘટનાસ્થળે NDRF, એસડીઆરએફ, સેના અને ITBPની ટીમ લગાવવામાં આવી છે (Source: ANI)

Avalanche in Uttarkashi Uttarakhand: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં દ્રોપર્દી કા ડંડા-2 (Draupadi Ka Danda-2)પર્વત ચોટી પર મંગળવારે થયેલા હિમસ્ખલનમાં ફસાયેલા 29 પર્વતારોહીઓમાંથી 10ના મોત થયા છે. પીટીઆઈના મતે નેહરુ પર્વતારોહણ સંસ્થાના પ્રાચાર્ય અમિત બિષ્ટે હિમસ્ખલનમાં 10 પર્વતારોહીઓના મોતની પૃષ્ટિ કરી છે. બધા પર્વતારોહી નેહરુ પર્વતારોહણ સંસ્થાથી એડવાન્સ ટ્રેનિંગ કોર્સ કરી રહ્યા હતા.

આ પહેલા સીએમ પુષ્કર સિંહ ધામીએ ઘટનાની સૂચના મળવા પર કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહને પર્વતારોહીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે વાયુ સેનાની ટીમ મોકલવાની વિનંતી કરી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે હિમસ્ખલન પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરીને ઘટનાની જાણકારી મેળવી અને વાયુ સેનાને બચાવ અને રાહત અભિયાનમાં ઝડપ લાવવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો – જમ્મુ કાશ્મીર ડીજી લોહિયાની હત્યામાં ખુલાસો, મલમ લગાવવાના બહાને નોકર અંદર આવ્યો અને આપ્યો અંજામ

ઘટનાસ્થળે NDRF, એસડીઆરએફ, સેના અને ITBPની ટીમ લગાવવામાં આવી છે. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે એએનઆઈને જણાવ્યું કે હિમસ્ખલનમાં ફયાયેલા પ્રશિક્ષુઓની શોધ અને બચાવ માટે વાયુસેનાના હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે.

Web Title: Avalanche in uttarkashi uttarakhands danda 2 peak 10 feared dead

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×