scorecardresearch
Premium

Assembly Elections 2022: અનુરાગ ઠાકુરનો દાવો, હિમાચલ પ્રદેશમાં વટાવીશું 44નો આંકડો, ગુજરાતમાં તોડીશું 30 વર્ષનો રેકોર્ડ

Assembly Elections 2022 : ધ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા ચૂંટણી વિશે વાત કરી

કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર  (Express file photo by Abhinav Saha)
કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર (Express file photo by Abhinav Saha)

Assembly Elections 2022: કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરનો પોતાના ગૃહ રાજ્ય હિમાચલ પ્રદેશમાં વ્યસ્ત ચૂંટણી કાર્યક્રમ છે. તે એક દિવસમાં નાની-મોટી 15-16 રેલીઓને સંબોધિત કરી રહ્યા છે. સવારે વહેલી શરૂ થઇ જાય છે અને મોડી રાત સુધી ચાલશે. તેમણે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે પાર્ટી હિમાચલ પ્રદેશમાં પોતાનો આંકડો વધારશે અને ગુજરાતમાં રેકોર્ડ તોડશે.

સવાલ – શું તમને દિલ્હીનું મોસમ વધારે પસંદ છે કે શિમલાનું મોસમ?
જવાબ – મોસમ દરેક સ્થળે સારું છે, વ્યક્તિ પર નિર્ભર કરે છે.

સવાલ – દિલ્હીના મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ થોડાક મહિના પહેલા તમને હિમાચલ પ્રદેશથી ભાજપાના મુખ્યમંત્રી પદના ઉમેદવારના રુપમાં જાહેર કર્યા હતા?
જવાબ – જયરામ ઠાકુર સરકારે હિમાચલ પ્રદેશમાં અદભૂત કામ કર્યું છે. ભાજપા જયરામજીના નેતૃત્વમાં ચૂંટણી લડી રહી છે અને તેમાં કોઇ અગર-મગર નથી.

સવાલ – હિમાચલમાં આમ આદમી પાર્ટી વિશે તમે શું વિચારો છો?
જવાબ – તેમણે ઘણા સમય પહેલા પોતાની દુકાન બંધ કરી દીધી હતી.

સવાલ – અને કોંગ્રેસ?
જવાબ – ભાજપા અને કોંગ્રેસમાં સીધી લડાઇ છે પણ તે પોતાનું ખાતું પણ ખોલાવી શકશે નહીં.

સવાલ – તમારા સંકલ્પ પત્રમાં મુખ્ય વાત શું છે?
જવાબ – મહિલાઓ માટે અલગ સંકલ્પ પત્ર છે. તેમાં સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત, ગર્ભવતી મહિલાઓ માટે 25000 રૂપિયા, ધોરણ 6 થી 12 સુધીની યુવતીઓ માટે સાઇકલ અને કોલેજ જનારી યુવતી માટે સ્કૂટીનો વાયદો કર્યો છે. આ સિવાય ગરીબ મહિલાઓ માટે ત્રણ મફત એલપીજી સિલેન્ડર.

સવાલ – શું તમને નથી લાગતું કે સાઇકલ અને સ્કૂટી મફતની શ્રેણીમાં આવે છે?
જવાબ – ના, તે (ઉપકરણ) સશક્તિકરણ છે. અમે બધી યુવતીઓને સ્કૂલ જવા માટે પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ. આ તેમની મદદ કરનારું છે, તેમને મજબૂત કરનારું છે.

આ પણ વાંચો – ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ આ બેઠકો પરથી મળ્યા ‘ગુજરાતના નાથ’, સૌરાષ્ટ્ર, અમદાવાદનો દબદબો

સવાલ – શું બીજેપી સત્તામાં પાછી આવી રહી છે?
જવાબ -હા, બિલકુલ. તેમાં કોઇ શંકા જ નથી. ડબલ એન્જીનવાળી સરકારે બધા ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કર્યું છે. પછી તે સડક હોય, રેલ હોય, સ્વાસ્થ્ય હોય, શિક્ષા હોય કે પાણી હોય. આ સિવાય સમાજ કલ્યાણની યોજનાઓ ઘણી હિટ છે.

સવાલ – હિમાચલમાં તમે કેટવી સીટો જીતવાની આશા રાખો છો?
જવાબ -અમે ગત વખત કરતા વધારે જીતીશું. અમે 44નો આંકડો પાર કરીશું.

સવાલ – ગુજરાત વિશે શું?
જવાબ – ગુજરાતમાં અમે છેલ્લા 30 વર્ષના બધા રેકોર્ડ તોડી દઇશું. આ ભાજપાની ઐતિહાસિક જીત હશે. પીએમ મોદીના વિકાસ કાર્ય અને ડબલ એન્જીન સરકારે ત્યાં જે આપ્યું છે તેની બધાએ પ્રશંસા કરી છે.

સવાલ – તમારા ઘરમાં તમારા પિતાના રુપમાં બે વખતના મુખ્યમંત્રી અને તમારા કાર્યાલયમાં બે વખતના પ્રધાનમંત્રી (નરેન્દ્ર મોદી) છે. કોણ વધારે કડક છે?
જવાબ – બન્નેમાંથી કોઇ કડક નથી પણ સમર્પિત છે. તે પોતાના દેશ પ્રત્યે સમર્પિત છે. તે પોતાના કામ પ્રત્યે સમર્પિત છે. તેમના દ્રઢ સંકલ્પ અને સમર્પણે તેમને જીવનમાં સફળ બનાવ્યા છે.

(સ્ટોરી – Rajesh Chander Sharma)

Web Title: Assembly elections 2022 anurag thakur interview

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×