scorecardresearch
Premium

Assembly Election Result 2023 | વિધાનસભા ચૂંટણી પરિણામો 2023 : મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ભાજપ, તેલંગાણામાં કોંગ્રેસ તો છત્તીસગઢમાં ટક્કર

Assembly Election Result 2023 : ચાર રાજ્ય રાજસ્થાન (Rajasthan), છત્તીસગઢ (Chhattisgarh), મધ્ય પ્રદેશ (Madhya Pradesh) અને તેલંગાણા (Telangana) વિધાનસભા ચૂંટણીના પરિણામ માટે મતગણતરી ચાલી રહી છે, અત્યાર સુધીના વલણમાં લગભગ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, બે રાજ્યોમાં ભાજપ અને બે રાજ્યોમાં કોંગ્રેસ બાજી મારી શકે છે, જોકે – છત્તીસગઢમાં હજુ નજીકની લડાઈ જોવા મળી…

Assembly Election Result 2023 | Rajasthan | Chhattisgarh | MP | Telangana
વિધાનસભા ચૂંટણી પરિણામ 2023

Assembly Election Result 2023 : નવેમ્બર 2023 માં 5 રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આજે 4 રાજ્યોના પરિણામો જાહેર થશે. શરૂઆતના વલણોમાં ભાજપ ત્રણ રાજ્યોમાં સારી સ્થિતિમાં હોવાનું જણાય છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ટ્રેન્ડમાં ભાજપે સદી ફટકારી દીધી છે. જ્યારે છત્તીસગઢમાં કોંગ્રેસ-ભાજપ આગળ-પાછળ થઈ રહ્યા છે. તો તેલંગાણામાં કોંગ્રેસ સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે, પરંતુ બીઆરએસ ગઠબંધન કરે તો નજીકની ટક્કર જોવા મળશે. મધ્યપ્રદેશના પ્રારંભિક વલણોમાં, ભાજપ 230માંથી 155 બેઠકો પર આગળ છે. જ્યારે રાજસ્થાનમાં ભાજપ 199માંથી 107 સીટો પર આગળ છે. તેલંગાણાની વાત કરીએ તો, કુલ 119 વિધાનસભા સીટોમાંથી કોંગ્રેસ 72 સીટો પર આગળ છે, તો છત્તીસગઢમાં ભાજપ 49 બેઠકો પર ચાલી રહી છે.

મધ્યપ્રદેશમાં ભાજપ ફરી સરકાર બનાવશે?

મધ્યપ્રદેશની વાત કરીએ તો શરૂઆતી વલણો અનુસાર ભાજપ 230માંથી 140 સીટો પર આગળ છે. કોંગ્રેસ ઘણી પાછળ લાગે છે. તેઓ 87 સીટો પર આગળ છે. બસપા 2 સીટ પર અને અન્ય 1 સીટ પર આગળ છે. 2018 માં યોજાયેલી છેલ્લી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગાઢ મુકાબલો હતો. કોંગ્રેસે કમલનાથના નેતૃત્વમાં સરકાર બનાવી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયા માર્ચ 2020 માં ભાજપમાં જોડાયા હતા. આ પછી કોંગ્રેસની સરકાર પડી. શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં ભાજપે સરકાર બનાવી હતી.

રાજસ્થાનમાં પણ ભાજપ મજબૂત સ્થિતિમાં છે

રાજસ્થાનની વાત કરીએ તો, શરૂઆતી વલણો અનુસાર ભાજપ 199 માંથી 106 સીટો પર આગળ છે. કોંગ્રેસ 78 બેઠકો પર આગળ છે, અન્ય 12 પર અને બસપા 3 બેઠકો પર આગળ છે. રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલવાનો રિવાજ છે. આ વખતે પણ સ્થિતિ એવી જ જોવા મળી રહી છે. ભાજપ સત્તામાં વાપસી કરે તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસે 2019 માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અશોક ગેહલોતના નેતૃત્વમાં 100 બેઠકો સાથે સરકાર રચાઈ.

છત્તીસગઢમાં શું સ્થિતિ છે

છત્તીસગઢમાં કોંગ્રેસ-ભાજપ આગળ-પાછળ જઈ રહ્યા છે. જેથી અહીં નજીકની ટક્કર જામી છે. હાલમાં ટ્રેન્ડમાં ભાજપને બહુમતી મળતી દેખાય છે, જ્યારે સવારે કોંગ્રેસ આગળ દેખાતી હતી. જો કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લગભગ 10 સીટોનો તફાવત છે. ટ્રેન્ડ મુજબ કોંગ્રેસ 90માંથી 40 સીટો પર આગળ છે. તો ભાજપ 49 સીટો પર આગળ છે. ગત વખતે કોંગ્રેસે ભૂપેશ બઘેલના નેતૃત્વમાં સરકાર બનાવી હતી.

આ પણ વાંચોAssembly Election Results 2023 | વિધાનસભા ચૂંટણી પરિણામો 2023 : ચારે રાજ્યોની ચૂંટણીના પરિણામો જોવાનો સૌથી સહેલો રસ્તો, અહીં મળશે ચોક્કસ પરિણામો

તેલંગાણામાં ડ્રાઇવિંગ સીટ પર કોંગ્રેસ

તેલંગાણાની વાત કરીએ તો, કુલ 119 વિધાનસભા સીટોમાંથી કોંગ્રેસ 62 સીટો પર આગળ છે. ટ્રેન્ડ મુજબ કોંગ્રેસને બહુમતી મળતી જોવા મળી રહી છે. ભાજપને પણ અહીં ફાયદો થતો જોવા મળી રહ્યો છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMની હાલત ખરાબ દેખાઈ રહી છે. BRS બીજા સ્થાને જોવા મળે છે.

Web Title: Assembly election result 2023 vote counting trend rajasthan chhattisgarh mp telangana jsart import km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×