scorecardresearch
Premium

મધ્ય પ્રદેશમાં બીજેપીની ચોથી યાદી જાહેર, શિવરાજ સિંહને બુધનીથી, નરોત્તમ મિશ્રાને દતિયાથી ટિકિટ, રાજસ્થાનમાં 41 ઉમેદવારો પણ કર્યા જાહેર

Assembly Election 2023 : બીજી તરફ ભારતીય જનતા પાર્ટી (BJP)એ રાજસ્થાનમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, રાજસ્થાનના 41 ઉમેદવારમાંથી 7 સાંસદોને ટિકિટ આપી

Assembly Election 2023| bjp madhya pradesh candidates list | rajasthan candidates list
ભાજરે મધ્ય પ્રદેશ અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી (પ્રતિકાત્મક તસવીર)

Assembly Election 2023 :  મધ્ય પ્રદેશમાં ભાજપે ચોથી યાદી જાહેર કરી છે. ચોથી યાદીમાં 57 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ બુધનીથી ચૂંટણી લડશે, જ્યારે રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા દતિયાથી ચૂંટણી લડશે. અટેરથી અરવિંદ સિંહ ભદૌરિયા, ગ્વાલિયરથી પ્રદ્યુમન સિંહ તોમર, રેહલીથી ગોપાલ ભાર્ગવ, સાગરથી શૈલેન્દ્ર જૈન, મલ્હારથી પ્રદ્યુમન સિંહ લોધી, દેવતલબથી ગિરીશ ગૌતમ, રેવાથી રાજેન્દ્ર શુક્લા, વિજય રાઠોગઢથી સતેન્દ્ર પાઠક અને પાટનથી અજય પટેલને ટિકિટ આપવામાં આવી છે.

મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. 17મી નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે. અહીં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ છે. શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ એમપીમાં સત્તા માટે મુખ્ય દાવેદાર રહેશે.જોકે AAP અને BSP જેવા સંગઠનો તેમના પ્રભાવના ક્ષેત્રોમાં ભારતીય રાજકારણના બે વિશાળ પક્ષોની સામે તેમની હાજરી સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે.

2018 ની ચૂંટણીઓ પછી, રાજ્યમાં માર્ચ 2020 માં સરકારમાં પરિવર્તન જોવા મળ્યું જ્યારે કમલનાથની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકાર પડી અને ભાજપ માત્ર 15 મહિના વિપક્ષમાં રહીને સત્તામાં પાછો ફર્યો હતો. ચૂંટણીમાં ભાજપને લગભગ ચાર ટર્મથી સત્તા વિરોધી લહેરનો સામનો કરવાનો પડકાર છે. બીજી તરફ કોંગ્રેસ સરકાર સામે લોકોમાં રહેલી નારાજગીનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો – રાહુલ ગાંધીએ કહ્યું – કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જાતિ ગણતરી થશે, CWCમાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો

ભાજપે રાજસ્થાનમાં 41 ઉમેદવારોની યાદી જાહેર કરી

બીજી તરફ ભારતીય જનતા પાર્ટી (BJP)એ રાજસ્થાનમાં 41 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ઝોટવાડાથી રાજ્યવર્ધન સિંહ રાઠોડ, વિદ્યાધર નગરથી દિયા કુમારી, તિજારાથી બાબા બાલકનાથ, સપોટરાથી હંસરાજ મીના અને હંસરાજ મીના, સવાઇ માધોપુરથી કિરોડી લાલ મીના ચૂંટણી લડશે.

41 ઉમેદવારોની યાદીમાં ભાજપે વિધાનસભાની ચૂંટણી માટે 7 સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે. આવો જ એક પ્રયોગ ભાજપ દ્વારા મધ્યપ્રદેશમાં કરવામાં આવ્યો હતો. રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી તરફથી મેદાનમાં ઉતારવામાં આવેલા સાત સાંસદ રાજ્યવર્ધન રાઠોડ, દીયા કુમારી, નરેન્દ્ર કુમાર, ભગીરથ ચૌધરી, કિરોડી લાલ મીણા, બાબા બાલકનાથ, દેવી સિંહ પટેલ છે.

કયા રાજ્યમાં મતદાન ક્યારે થશે?

મિઝોરમ – 7 નવેમ્બર (એક તબક્કામાં)

છત્તીસગઢ – 7 અને 17 નવેમ્બર (બે તબક્કામાં)

મધ્ય પ્રદેશ – 17 નવેમ્બર (એક તબક્કામાં)

રાજસ્થાન- 23 નવેમ્બર (એક તબક્કામાં)

તેલંગાણા – 30 નવેમ્બર (એક તબક્કામાં)

હાલ કયા રાજ્યમાં કયા પક્ષની સરકાર?

તમને જણાવી દઈએ કે, તેલંગાણા, રાજસ્થાન, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભાઓનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં સમાપ્ત થઈ રહ્યો છે. તો મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે 17મી ડિસેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે, જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે. મિઝોરમમાં ભાજપનો સહયોગી મિઝો નેશનલ ફ્રન્ટ સત્તામાં છે. જ્યારે તેલંગાણામાં કે ચંદ્રશેખર રાવના નેતૃત્વમાં BRS પાર્ટીની સરકાર છે. તો જોઈએ કયા રાજ્યમાં કઈ તારીખે મતદાન થશે.

Web Title: Assembly election 2023 bjp madhya pradesh and rajasthan candidates list releases jsart import ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×