scorecardresearch
Premium

અસદના મોતથી આઘાતમાં અતીક અહમદ, આખી રાત લોકઅપમાં બેઠો રહ્યો, કરી આવી માંગ

Atiq Ahmad Son asad Encounter case : અસદ અહમદની લાશને તેના માસા અને નાના ઝાંસીથી પ્રયાગરાજ લઇ જશે. અસદ અહમદની લાશનું ઝાંસીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

Atiq Ahmeds son Asad
માફિયા ડોન અને પૂર્વ સાંસદ અતીક અહમદનો પુત્ર અસદ અહમદ ગુરુવારે ઝાંસીમાં પોલીસ એન્કાઉન્ટર દરમિયાન માર્યો ગયો (તસવીર – એક્સપ્રેસ)

અસદ અહમદના પિતા માફિયા ડોન અતીક અહમદના પુત્રના જનાજામાં સામેલ થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે કાયદાકીય પેચના કારણે અતીક અહમદ પોતાના પુત્રના જનાજામાં સામેલ નહીં થઈ શકે. એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે કોર્ટએ અતીક અહમદના જનાજામાં સામેલ થવાની અરજીને નામંજૂર કરી હતી. અતીક અહમદ પુત્રના દુઃખમાં આખી રાત લોકઅપમાં બેઠો રહ્યો હતો.

ગુરુવારે પ્રયાગરાજ કોર્ટમાં પેશી બાદ અીક અને તેના ભાઈ અશરફને પોલીસ રિમાન્ડમાં મોકલવામાં આવ્યા હતા. બંનેને પ્રયાગરાજના ધૂમનગંજ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. અતીક પોતાના પુત્ર અસદના મોત બાદ આઘાતમાં સરી પડ્યો છે. તે આખી રાત લોકઅપમાં બેઠો રહ્યો હતો. તેણે કોઈ સાથે વાત પણ ન્હોતી કરી.

લોકઅપમાં કેવી પસાર થઇ રાત

અતીક અને તેના ભાઈ અસરફને સામાન્ય કેદીઓની જેમ લોકઅપમાં રાખવામાં આવ્યા છે. તેમને ઉંઘવા માટે ધાબડો પણ આપવામાં આવ્યો છે. બંને મચ્છરોથી હેરાન થયેલા દેખાયા. તેમણે પોલીસને મચ્છરો ભગાડવા માટે માર્ટિંન પણ માંગી હતી. લોકઅપની અંદર પણ અતીક બેઠો રહ્યો હતો. ક્યારેક બેચેનીમાં આંટા મારતો હતો. પોલીસ આજે બંને સાથે પૂછપરછ કરશે. ઉમેશ પાલ હત્યાકાંડને લઇને બંનેને પ્રશ્ન કરવામાં આવશે. પોલીસને આ કેસમાં મહત્વના પુરાવા પણ હાથ લાગ્યા છે. જેના આધાર પર પણ અતીક સાથે પૂછપરછ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ- અતિક અહમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર, શૂટર ગુલામ પણ ઠાર મરાયો

ન્યૂઝ ચેનલની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે અસદ અહમદની લાશને તેના માસા અને નાના ઝાંસીથી પ્રયાગરાજ લઇ જશે. અસદ અહમદના શવનું ઝાંસીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

અતીકે કબૂલી ISI સાથે સંબંધ હોવાની વાત

માફિયા અતીક અહમદે ઉમેશ પાલ હત્યાંકાડ મામલે વિવેચકને આપેલા નિવેદનમાં પાકિસ્તાની ગુપ્ત એજન્સી આઇએસઆઇ અને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંબંધ હોવાની વાત કબૂલી હતી. અતીકએ બુધવારે વિવેચકને આપેલા નીવેદનમાં કહ્યું હતું કે મારી પાસે હથિયારોની કોઈ કમી નથી કારણે મારા સીધા સંબંધ આઇએસઆઇ અને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે છે.

પાકિસ્તાનથી ડ્રોન થકી પંજાબ સીમામાં હથિયાર પાડવામાં આવે છે અને જેને લોકલ કનેક્શન એકત્ર કરી લે છે. આ ખેપોથી જમ્મુ-કાશ્મીરમાં અસામાજીક તત્વોને હથિયાર મળે છે.

આ પણ વાંચોઃ- અતીક અહમદના પુત્ર અસદ અહમદ એન્કાઉન્ટરમાં ઠાર, ભણવામાં હોશિયાર વિદ્યાર્થી કેવી રીતે બન્યો ગેંગસ્ટર જાણો

વિવેચક દ્વારા અતીક અને અસરફના પોલીસ રિમાંડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આપેલા રિમાંડ પત્રમાં અીકના નિવેદનના હવાલો આપતા કહ્યું હતું કે અતીક લઇ જવાય તો તે પ્રયુક્ત હથિયારો અને કારતૂસો મેળવવામાં મદદ કરી શકે છે. અતીકના ભાઈ અશરફ દ્વારા ગુરુવારે પોલીસને આપેલા નિવેદન પ્રમાણે હથિયારો અને કારતૂસ જે જગ્યાપર રાખ્યા છે. એ જગ્યાને અહીં જણાવવી શક્ય નથી. કેટલીક જગ્યાઓને હું જાણું છું અને કેટલીક જગ્યાઓ વિશે ભાઇજાન અતીકને ખબર છે.

અશરફે પોતાના નિવેદનમાં કહ્યું કે જે ઠેકાણા પર હથિયાર રાખવામાં આવ્યા છે. ત્યાં આદમી રહે છે એ બધા સ્થળ મને અને ભાઇને ખબર છે. પરંતુ એ જગ્યા ખેતરોમાં બનેલા ફાર્મ હાઉસ જેવી છે જ્યાં ત્યાં જઇને જ જણાવી શકાય. જેલમાં રહીને ત્યાના ઠેકાણા જણાવવા શક્ય નથી.

Web Title: Asad encounter case atiq ahmad sat in lockup all night demanding

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×