scorecardresearch
Premium

અરુણ યોગીરાજ શોર્ટલિસ્ટમાં નામ ન આવતા નિરાશ થયા, જાણો રામ લલ્લાની મૂર્તિના શિલ્પકારના સંઘર્ષની કહાણી

Ayodhya Ram Idol Sculptor Arun Yogiraj : અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન રામ લલ્લા મૂર્તિના શિલ્પકાર કહે છે, ઘણી નાના પ્રોજેક્ટ કર્યા છે, જેમા 1500 – 2000 રૂપિયા મળતા. હું હંમેશા વિચારતો કે મને મોટું કામ ક્યારે મળશે. મે ક્યારેય વિચાર્યુ ન હતું કે તેની માટે આવું નિર્ધારિત હશે.

ram Llalla idol sculptor | arun yogiraj | arun yogiraj ram Llalla idol sculptor | ayodhya ram temple idol
શિલ્પકાર અરુણ યોગીરાજે અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન રામ લલ્લા મૂર્તિનું નિર્માણ કર્યું છે. (Photo – @yogiraj_arun/@ShriRamTeerth)

Ayodhya Ram Idol Sculptor Arun Yogiraj : અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લગભગ 2 મહિના થયા છે. રામ લલ્લાની દિવ્ય મૂર્તિના દર્શન કરવા મોટી સંખ્યા રામ ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. રામ લલ્લાની મૂર્તિનું નિર્માણ શિલ્પકાર અરુણ યોગીરાજે કર્યું છે. શિલ્પકાર અરુણ યોગીરાજ કહે છે કે, તેની લાગણીઓને રોકી શકતો નથી. પ્રાણ પ્રતિષ્ઠા બાદથી તેમના અનુભવો વિશે વ્યક્તવ્ય આપવા દેશભરની શાળા અને કોલેજમાંથી તેમને આમંત્રણ મળી રહ્યું છે. દેશ વિદેશમાં પ્રસિદ્ધ થનાર અરુણ યોગીરાજને કરિયરની શરૂઆતમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે.

આ અઠવાડિયે નવી દિલ્હીમાં તેમના રાત્રી નિવાસ દરમિયાન ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા , યોગીરાજ કહે છે કે, તેમનું નામ આ કામ માટે શિલ્પકારોની પ્રારંભિક શોર્ટલિસ્ટમાં પણ નહોતું. મંદિર ટ્રસ્ટ દ્વારા રચવામાં આવેલી મૂર્તિ સમિતિ દ્વારા પ્રેઝન્ટેશન આપવા માટે તેમને એક દિવસ પહેલા જ ફોન આવ્યો હતો.

રામ મૂર્તિનું 70 ટકા કામ પૂર્ણ થયા બાદ મોટો આંચકો લાગ્યો

રસપ્રદ વાત એ છે કે, એકવાર તેમને અયોધ્યા રામ મંદિરની મૂર્તિ નિર્માણ માટે ત્રણ કલાકારોમાં શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા, ત્યારે બીજી મોટી આંચકો લાગ્યો હતો. 40 વર્ષીય મૈસુરના શિલ્પકારે કહ્યું કે, રામ લલ્લાની મૂર્તિ બનાવવા માટે તેઓ જે પથ્થરનો ઉપયોગ કરી રહ્યા હતા તે 70 ટકા કામ પૂર્ણ થયું ત્યારે ક્વોલિટી ટેસ્ટમાં નિષ્ફળ ગયો, પરંતુ તેમને કહેવામાં આવ્યું કે જો તે યાદીમાં રહેવા માંગતા હોય તો તેણે ફરીથી આ બધું કરવું પડશે.

ત્રણ શિલ્પકાર (તેમના સહિત)ને આખરે મૂર્તિઓ બનાવવા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા તેના થોડા મહિના પહેલાં, દેશભરમાંથી લગભગ એક ડઝન શિલ્પકારોને સમિતિ સમક્ષ તેમનું પ્રેઝન્ટેશન આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ યોગીરાજ કહે છે કે, તેઓ આ યાદીમાં નહોતા, આ ઘટનાથી તેઓ બહુ દુઃખી થયા હતા. પરંતુ સમિતિની બેઠકના માત્ર એક દિવસ પહેલા, તેમને તેમના પ્રેઝન્ટેશન સાથે તૈયાર થવા માટે – ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સના સચ્ચિદાનંદ જોશી, જેઓ મંદિર સમિતિ સભ્ય છે તેમનો ઓચિંતો ફોન આવ્યો.

ઉલ્લેખનિય છે કે, ઈન્ડિયા ગેટ પર મુકવામાં આવનાર સુભાષચંદ્ર બોઝની પ્રતિમા અને કેદારનાથમાં આદિ શંકરાચાર્યની પ્રતિમાનું શિલ્પ બનાવ્યા પછી તેમના કાર્યની નોંધ લેવામાં આવી હતી, આ બંને પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું .

તેઓ યાદ કરતા કહે છે, મારા પ્રેઝન્ટેશન બાદ મને કહેવામાં આવ્યું હતું કે અમે ત્રણ શિલ્પકાર – કર્ણાટકના ગણેશ ભટ્ટ અને જયપુરના સત્ય નારાયણ પાંડે સાથે રામ લલ્લાની મૂર્તિનું નિર્માણ કરવા માટે અયોધ્યા મોકલીશું. જેમાંથી કોઇ એક શિલ્પકારની મૂર્તિની પસંદગી કરવામાં આવશે.

અરુણ યોગીરાજ દ્વારા નિર્મિત ભગવાન રામ લલ્લાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં થઈ હતી. જો કે યોગીરાજ કહે છે કે, તેમને મંદિર ટ્રસ્ટ દ્વારા તેમની પસંદગી થયાની જાણ લગભગ એક મહિના અગાઉ એટલે કે 29 ડિસેમ્બરે કરવામાં આવી હતી.

તેઓ કહે છે, ખરેખર – હું તે તારીખ ભૂલી શકતો નથી. જો કે, શ્રી રામ મંદિર જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ત્રણેય શિલ્પકારોને વળતર આપ્યું છે, અને જે બે મૂર્તિઓ ગર્ભગૃહમાં સ્થાપિત થઈ શકી નથી, તે રામ મંદિર સંકુલની અંદર સ્થાપિત કરવામાં આવશે. અરુણ યોગીરાજે જૂન 2023માં મૂર્તિનું શિલ્પકામ શરૂ કર્યુ અને ઓગસ્ટ સુધીમાં લગભગ 70 ટકા કામ પૂર્ણ કરી દીધું હતું, ત્યારે તે મૂર્તિનું ક્વોલિટી ટેસ્ટ કરવામાં આવ્યું.

ram Llalla idol | ram Llalla photo | ram Llalla murti | ayodhya ram temple inauguration | ayodhya ram temple pran pratishtha | ayodhya ram Llalla
અયોધ્યા રામ મંદિરમાં રામ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી, 2024ના રોજ કરવામાં આવી છે. (Photo – @ShriRamTeerth)

યોગીરાજ ઉમેરે છે, મને જાણ કરવામાં આવી હતી કે પથ્થર પરના આઠમાંથી એક ક્વોલિટી ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાથી અમે જે પ્રતિમા તૈયાર કરી છે, તેનું શિલ્પકાર આગળ વધારી શકાય તેમ નથી.

શિલ્પકારને કહેવામાં આવ્યું કે, તેમની પાસે હજુ બે મહિનાછે. તેથી તેઓ સપ્ટેમ્બર પછી નવા પથ્થર – કૃષ્ણ શિલા – પર શિલ્પકામ કરવા સંમત થયા. જો કે, તેણે મૂર્તિ બનાવવાના પોતાના ભૂતકાળના અનુભવને પ્રેક્ટિસ સેશન તરીકે વિચારવાનો પ્રયાસ કર્યો, અને કામ હાથ ધર્યું. આમ બે મહિનામાં હું મૂર્તિ પૂર્ણ કરી શક્યો.

આ પણ વાંચો | લોકસભા ચૂંટણી 2024 : આ 10 મોટા નેતા નક્કી કરશે લોકસભા ચૂંટણીની દિશા અને દશા, જાણો શું છે તેમનામાં ખાસ

અરુણ યોગીરાજ તેમના કુટુંબમાં પાંચમી પેઢીના શિલ્પકાર છે. તેઓ કહે છે કે તેમને ઘણી નાના પ્રોજેક્ટ કર્યા છે, જેમા અમુક પ્રોજેક્ટમાં 1500 – 2000 રૂપિયા મળ્યા છે. હું હંમેશા વિચારતો કે મને મોટું કામ ક્યારે મળશે. તેઓ કહે છે કે, મે ક્યારેય વિચાર્યુ ન હતું કે તેની માટે આવું નિર્ધારિત હશે.

Web Title: Arun yogiraj ram llalla idol sculptor ayodhya ram temple inauguration as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×