Article 370 : જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને લગભગ ચાર વર્ષ થઈ ગયા છે. સમયની સાથે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઇ ગઇ છે, પરંતુ હજુ પણ અનેક પાર્ટીઓ તેના વિરોધમાં ઉભી છે. આવા કેટલાક નારાજ થયેલા લોકોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી અને આ નિર્ણયની બંધારણીય માન્યતા પર સવાલ ઉઠાવ્યા હતા. હવે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આવતા મહિને 2 ઓગસ્ટથી સુનાવણી થવા જઈ રહી છે. હવે આ સુનાવણીને ત્યારે જ યોગ્ય રીતે સમજી શકાશે જ્યારે તમામ મુખ્ય પાર્ટીઓનું આ મુદ્દા પર શું સ્ટેન્ડ છે તે ખબર હોય.
કોંગ્રેસ
જ્યારે પણ આર્ટિકલ 370ની વાત આવે છે ત્યારે તેના પર કોંગ્રેસની વિચારધારા તેના પર મૂંઝવણમાં રહી છે. આવું એટલા માટે કારણ કે પહેલા તો પાર્ટી તેનો વિરોધ કરી રહી હતી, પરંતુ બાદમાં દેશનો માહોલ જોઈને તેણે સુરક્ષિત રમવાનું વિચાર્યું હતું. આ કારણે ઘણા પ્રસંગોએ પાર્ટીએ જમ્મુ-કાશ્મીરને ફરીથી પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની વાત કરી હતી પરંતુ કલમ 370 પર ચૂપકીદી સેવી હતી. સમજી શકાય છે કે આ પહેલા કોંગ્રેસ થોડા સમય માટે કાશ્મીરમાં ગુપકાર ગઠબંધનનો ભાગ હતી, જેને સ્પષ્ટ કર્યું હતું કે આર્ટિકલ 370ને પાછી લાવવામાં આવશે. પરંતુ પાછળથી કોંગ્રેસે આ ગઠબંધનથી પોતાને દૂર કરી દીધું હતું.
આ કડીમાં રાયપુરમાં યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં પાર્ટીએ પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની વાત કરી હતી પરંતુ કલમ 370 પર કંઇ પણ બોલવાનું ટાળ્યું હતું. એટલું કહેવું પૂરતું છે કે આ મુદ્દે કોંગ્રેસનું વલણ સ્પષ્ટ નથી.
આમ આદમી પાર્ટી
આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ઘણા મુદ્દાઓ પર મોદી સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે. પરંતુ જ્યારે 370 હટાવવાની વાત આવી તો આપ પાર્ટીએ પણ આ નિર્ણયને આવકાર્યો હતો. તેમણે ટ્વિટ કરીને તો ત્યાં સુધી કહ્યું કે તેઓ આ નિર્ણયનું સમર્થન કરે છે અને આશા રાખે છે કે હવે ઘાટીમાં શાંતિ સ્થાપિત થશે. એટલે કે પાર્ટીનું વલણ ખૂબ જ સ્પષ્ટ હતું. મોટી વાત એ છે કે આટલા વર્ષો બાદ પણ આમ આદમી પાર્ટીના સ્ટેન્ડમાં કોઇ ફેરફાર થયો નથી.
આ પણ વાંચો – નીતિશ કુમારને ચારેય બાજુથી ઘેરવાનો પ્લાન બનાવી રહ્યું છે ભાજપ, અમિત શાહે આ નેતા સાથે મુલાકાત કરી
જનતા દળ યુનાઇટેડ
થોડા સમય પહેલા સુધી એનડીએનો ભાગ રહેલા જેડીયુએ આ મુદ્દે પાર્ટીનું સમર્થન કર્યું ન હતું. જે સમયે આ બિલ સદનમાં રજૂ કરવામાં આવ્યું હતું. તે સમયે જેડીયુએ વોકઆઉટ કર્યું હતું. એટલે કે તેણે વોટ આપ્યો ન હતો. બાદમાં જેડી(યુ)ના નેતા કેસી ત્યાગીએ દલીલ કરી હતી કે પાર્ટીએ જેપી અને રામ મનોહર લોહિયાની વિચારધારાને સમજ્યા બાદ આ નિર્ણય લીધો છે. એ અલગ વાત છે કે પાછળથી પાર્ટીએ કહ્યું હતું કે જે પણ કાયદો પસાર થયો છે, બધાએ તેનું સન્માન કરવું જોઈએ.
તૃણમૂલ કોંગ્રેસ
કોંગ્રેસની જેમ મમતા બેનરજીની પાર્ટીનું સ્ટેન્ડ પણ બહુ સ્પષ્ટ નથી. આનું કારણ એ છે કે મમતા બેનર્જીએ હંમેશા પોતાને આ ડિબેટથી દૂર રાખ્યા જ્યાં આર્ટિકલ 370 પર સાચા અને ખોટાની વાત કરવામાં આવી હતી. તેમણે એક જ દલીલ આપી હતી કે ડરના માહોલમાં બંદૂક બતાવીને તેને પાસ કરવામાં આવ્યો હતો. તેમણે એ વાત પર નારાજગી વ્યક્ત કરી હતી કે ઘણા કાશ્મીરી નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે હજુ પણ ઘણા નેતાઓ વિશે કોઈ માહિતી નથી.
ડીએમકે
ડીએમકેએ આર્ટિકલ 370 હટાવવાને લોકશાહીની હત્યા ગણાવી હતી. પાર્ટીનું આ સ્ટેન્ડ શરૂઆતથી જ જળવાઈ રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે લોકો સાથે વાત કર્યા વિના જ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ડીએમકેએ એ વાત ઉપર પણ નારાજગી વ્યક્ત કરી હતી કે એઆઈએડીએમકેએ પણ 370 બિલનું સમર્થન કર્યું હતું. ડીએમકે ઉપરાંત ડાબેરી પક્ષોએ પણ શરૂઆતથી જ આ નિર્ણયનો વિરોધ કર્યો છે.