Amrit Bharat Train: વંદે ભારત એક્સપ્રેસ બાદ હવે દેશને અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળવા જઈ રહી છે. અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન તેની પુશ એન્ડ પુલ ટેક્નોલોજીના કારણે સમાચારોમાં છે. અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન વિશે વાત કરતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પુલ અને પુશ ટેક્નોલોજી આ ટ્રેનની સૌથી મોટી ખાસિયત છે.
અમૃત ભારત એક્સપ્રેસ ક્યારે શરૂ થશે (PM Modi Flag Off Amrit Bharat Train)
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એ પણ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે પુલ-પુશ ટેક્નોલોજીવાળી અમૃત ભારત એક્સપ્રેસને લીલી ઝંડી દેખાડી રવાના કરાવશે. હવે તમારા મનમાં એક મોટો પ્રશ્ન ઉદ્દભવશે કે પુલ-પુશ ટેકનિક શું છે?
પુલ-પુશ ટેક્નોલોજી શું છે? (What Is Push Pull Technology In Amrit Bharat Train)
વાસ્તવમાં, અહીં પુલ અને પુશ ટેક્નોલોજીનો અર્થ અહીંયા ટ્રેનના એન્જિન સાથે છે. આ ટ્રેનમાં કુલ બે એન્જિન છે. એક એન્જિન ટ્રેનને ધક્કો મારશે અને બીજું એન્જિન ટ્રેનને ખેંચવાનું કામ કરશે, જેથી ટ્રેન વધુ ઝડપથી દોડી શકશે. પુલ એન્ડ પુશ ટેક્નોલોજીના કારણે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનની સ્પીડ રાજધાની એક્સપ્રેસ ટ્રેનની સ્પીડ કરતા વધુ છે. અમૃત ભારત એક્સપ્રેસની સ્પીડ ઘણી ઝડપી હશે.
અમતૃ ભારત એક્સપ્રેસ ટ્રેનનું ભાડું કેટલુ હશે? (Amrit Bharat Train Ticket Fare)
અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનમાં એસી કોચ નહીં હોય. તેમાં માત્ર સેકન્ડ ક્લાસ અને જનરલ ડબ્બા હશે. આ ટ્રેનનું ભાડું પણ ઓછું હશે. અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને આધુનિક રીતે તૈયાર કરવામાં આવી છે અને તે સીસીટીવી કેમેરાથી સજ્જ હશે. આ ટ્રેનમાં સેન્સર પાણીના નળ અને આધુનિક શૌચાલય હશે.
આ પણ વાંચો | દરેક મુસાફરને મળશે કન્ફર્મ ટિકિટ! ભારતીય રેલવે 1 કરોડની નવી ટ્રેનો ખરીદશે, અશ્વિની વૈષ્ણવે જણાવ્યો મેગા પ્લાન
અમૃત બારત ટ્રેનની સ્પીડ કેટલી છે. (Amrit Bharat Train Speed)
અમૃત ભારત ટ્રેનની મહત્તમ ઝડપ 130 કિલોમીટર પ્રતિ કલાક હશે. જો કે હજુ સુધી તેના ભાડા અંગે કોઈ માહિતી સામે આવી નથી. આ ટ્રેન સામાન્ય લોકો અને પ્રવાસી મજૂરોને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવશે. પીએમ મોદી 30 ડિસેમ્બરે પ્રથમ અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ટ્રેન બિહારના દરભંગાથી દિલ્હી આવશે અને બીજી ટ્રેન પશ્ચિમ બંગાળના માલદાથી બેંગલુરુ જશે.