Agnipath Yojna: અગ્નિપથ યોજના અંતર્ગત 100 જગ્યા માટે લગભગ અઢી લાખ મહિલાઓએ અરજી કરી છે. સેનાની કોર ઓફ મિલિટ્રી પોલીસ (CMP)માં નીકળેલી 100 ભરતી માટે લગભગ 2.5 લાખ મહિલાઓએ રજીસ્ટ્રેશન કર્યું છે. તેમની ભરતી માટે 11 રેલીયો થશે, જેની શરૂઆત ઓક્ટોબરથી થઇ જશે.
સેના પાસે ઉપલબ્ધ સત્તાવાર આંકડા પ્રમાણે સેનામાં ભરતી માટે નવી શરૂ કરવામાં આવેલી અગ્નિપથ યોજના અંતર્ગત સેનાની કોર ઓફ મિલિટ્રી પોલીસમાં ફક્ત 100 જગ્યા માટે 2.5 લાખ મહિલાઓએ રજીસ્ટ્રેશન કર્યું છે.
ભરતીની પ્રતિક્રિયા ઉત્સાહજનક
વર્તમાનમાં સીએમપી જ એકમાત્ર એવી શાખા છે જે અધિકારીઓના પદથી નીચેના રેન્ક પર મહિલાઓની સેનામાં ભરતી કરે છે. અધિકારીઓનું કહેવું છે કે અગ્નિપથ યોજના અંતર્ગત ભરતીઓની પ્રતિક્રિયા અત્યાર સુધી ઉત્સાહજનક રહી છે. અધિકારીઓનું કહેવું છે કે આ પાછલી ભરતી પ્રક્રિયાઓથી અલગ નથી અને પહેલાની જેમ નક્કી કરેલા માપદંડને બનાવી રાખવામાં આવ્યા છે.
કોરોનાના કારણે બીજી બેન્ચની ભરતી થઇ શકી ન હતી
2020માં કોર ઓફ મિલિટ્રી પોલીસની પ્રથમ બેન્ચની ભરતી પછી કોવિડ મહામારી આવી જતા બીજી બેન્ચની ભરતી સ્થગિત થઇ ગઇ હતી. જે પછી હવે આ પ્રક્રિયાને ફરીથી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત 2.5 લાખમાંથી 100 મહિલાઓની ભરતી થશે અને માર્ચ 2023થી તેની ટ્રેનિંગ શરૂ થશે.