scorecardresearch
Premium

ADR Report : દેશના કુલ 107 સાંસદ- ધારાસભ્ય વિરુદ્ધ હેટ સ્પીચના કેસ, જેમાં ગુજરાતના 6 નેતા; જાણો કોણ – કોણ છે?

ADR Report On Hate Speech Cases : દેશના કુલ 107 સાંસદ-ધારાસભ્ય વિરુદ્ધ હેટ સ્પીચના કેસ નોંધાયા છે. તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા 5 વર્ષમાં આવા 480 નેતાઓએ ચૂંટણી પણ લડી છે. ગુજરાતના ક્યા નેતાઓ વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવાના કેસ નોંધાયા છે જાણો

ADR Report | Hate Speech Cases | Hate Speech Cases ADR Report | politics news | Gujarati politics news
દેશના કુલ 107 સાંસદ અને ધારાસભ્ય વિરુદ્ધ હેટ સ્પીચ એટલે કે ભડકાઉ ભાષણ આપવાના કેસ નોંધાયા છે. (Photo- ieGujarati)

ADR Report On Hate Speech Cases : દેશના કુલ 107 સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ હેટ સ્પીચના કેસ નોંધાયેલા છે. હેટ સ્પીચ એટલે ઉશ્કેરણીજનક ભાષણ અને દ્વેષપૂર્ણ ભાષણ આપવા. તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા 5 વર્ષમાં હેટ સ્પીચ આપનાર 480 નેતાઓએ ચૂંટણી પણ લડી છે. આ માહિતી ‘એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ’ (ADR)ના ડેટામાંથી પ્રાપ્ત થઈ છે. ADR અને નેશનલ ઇલેક્શન વોચ (NEW) એ છેલ્લા 5 વર્ષમાં દેશમાં યોજાયેલી ચૂંટણીમાં તમામ સાંસદો અને ધારાસભ્યો તેમજ અસફળ ઉમેદવારોના ચૂંટણી એફિડેવિટ્સનું વિશ્લેષણ કર્યું છે.

33 સાંસદો વિરુદ્ધ હેટ સ્પીચના કેસ નોંધાયો, જેમાં ગુજરાતના કેટલા? (Hate Speech Cases against MP)

આ વિશ્લેષણથી જાણવા મળ્યુ કે, ઘણા સાંસદો અને ધારાસભ્યોએ “નફરતભર્યા ભાષણ” સંબંધિત પોતાની વિરુદ્ધ કેસ જાહેર કર્યા છે. આ વિશ્લેષણ છેલ્લી ચૂંટણી લડતા પહેલા સાંસદો અને ધારાસભ્યોએ આપેલી એફિડેવિટ પર આધારિત છે. એડીઆરના વિશ્લેષણ અનુસાર, 33 સાંસદોએ પોતાની વિરુદ્ધ હેટ સ્પીચ સંબંધિત કેસ જાહેર કર્યા છે. જેમાંથી ઉત્તર પ્રદેશના 7 અને તમિલનાડુના 4 સાંસદ સામે હેટ સ્પીચના કેસ નોંધાયો છે. તેવી જ રીતે બિહાર, કર્ણાટક અને તેલંગાણાના 3-3 સાંસદ, અસમ, ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના 2-2 સાંસદ સામે હેટ સ્પીચના કેસ દાખલ કરવામાં આવ્યો છે. તો ઝારખંડ, મધ્યપ્રદેશ, કેરળ, ઓડિશા અને પંજાબના 1-1 સાંસદ વિરુદ્ધ હેટ સ્પીચના કેસ નોંધાયા છે.

ભાજપના સાંસદો વિરુદ્ધ સૌથી વધુ હેટ સ્પીચના કેસ (Hate Speech Cases against BJP Leaders)

એડીઆરએ એ જણાવ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં હેટ સ્પીચ ભાષણના આરોપો સાથે સંબંધિત જાહેર કરનાર 480 ઉમેદવારોએ વિવિધ રાજ્યોની વિધાનસભા, લોકસભા અને રાજ્યસભાની ચૂંટણી લડી છે. હેટ સ્પીચના સૌથી વધુ કેસ ભાજપના નેતાઓ વિરુદ્ધ નોંધાયા છે. હેટ સ્પીચ સંબંધિત કેસનો સામન કરનાર 22 સાંસદો શાસકપક્ષ ભાજપ છે. તો કોંગ્રેસના બે નેતાઓ વિરુદ્ધ હેટ સ્પીચના કેસ નોંધાયા છે. તેવી જ રીતે આમ આદમી પાર્ટી (આપ), AIMIM, AIUDF, ડીએમક, AIADMK, PMK, શિવસેના (UBT) અને VCKના એક-એક નેતા હીટ સ્પીચના કેસનો સામનો કરી રહ્યા છે. ઉપરાંત એક અપક્ષ સાંસદ વિરૂદ્ધ નફરતભર્યા ભાષણનો કેસ પણ નોંધવામાં આવ્યો છે.

74 ધારાસભ્યો સામે હેટ સ્પીચના કેસ, જેમા ગુજરાતના કેટલા? (Hate Speech Cases against MAL)

ADRના એનાલિસિસ અનુસાર, 74 ધારાસભ્યોએ તેમની વિરુદ્ધ નફરતભર્યા ભાષણ સંબંધિત કેસ જાહેર કર્યા છે. તેમાં બિહાર અને ઉત્તર પ્રદેશના 9-9 ધારાસભ્યો, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને તેલંગાણાના 6-6 ધારાસભ્યો વિરુદ્ધ હેટ સ્પીચના કેસ નોંધાયા છે. તો આસામ અને તમિલનાડુના 5-5, દિલ્હી, ગુજરાત અને પશ્ચિમ બંગાળના 4-4, ઝારખંડ અને ઉત્તરાખંડના 3-3 ધારાસભ્યો સામે ભડકાઉ ભાષણ આપવા સંબંધિત કેસ નોંધવામાં આવ્યા છે. તેવી જ રીતે કર્ણાટક, પંજાબ, રાજસ્થાન અને ત્રિપુરાના 2-2 ધારાસભ્યો અને જ્યારે મધ્ય પ્રદેશ અને ઓડિશાના એક-એક ધારાસભ્ય વિરુદ્ધ હેટ સ્પીચના કેસ નોંધાયા છે.

ક્યા રાજકીય પક્ષના નેતાઓ વિરુદ્ધ સૌથી વધુ હેટ સ્પીચના કેસ નોંધાયા (Hate Speech Cases)

એડીઆરના એનાલિસિસ રિપોર્ટ અનુસાર જો હેટ સ્પીચના કેસનો સામનો કરનાર સાંસદ અને ધારાસભ્યોનો સરવાળો કરવામાં આવે તો ભાજપના કુલ 42 નેતાઓ વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવાનો કેસ નોંધવામાં આવ્યો છે. તેવી જ રીતે કોંગ્રેસના કુલ 15 નેતા, આપ પાર્ટીના કુલ 7 નેતાઓ હેટ સ્પીચના કેસનો સામનો કરી રહ્યા છે. તેવી જ રીતે ડીએમકે, સપા, વાયએસઆરસીપીના 5-5 નેતાઓ ભડકાઉ ભાષણ આપવાના કેસનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચો | ભારતના 763માંથી 53 સાંસદ અબજોપતિ, સૌથી વધુ તેલંગાણાના, જાણો ગુજરાતના કેટલા?

ગુજરાતના ક્યા વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવાનો કેસ નોંધાયા (ADR Report On Gujarat Hate Speech Cases)

એડીઆરના હેટ સ્પીચ એનાલિસિસ રિપોર્ટ અનુસાર ગુજરાતના બે સાંસદ અને 4 ધારાસભ્ય – એમ કુલ 6 નેતાઓ વિરુદ્ધ હેટ સ્પીચના કેસ નોંધાયા છે. હેટ સ્પીચ કેસનો સામનો કરનાર ગુજરાતના સાંસદમાં અમિત શાહ અને મિતેશ પટેલનો સમાવેશ થાય છે અને તે બંને ભાજપના નેતા છે. તો આપ પાર્ટીના નેતા ચૈતર વસાવા, ભાજપના હાર્દિક પટેલ તેમજ કોંગ્રેસના અનંત પટેલ અને જિગ્નેશ મેવાણી વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવાના કેસ નોંધાયા છે.

અમિત શાહ – (ભાજપના સાંસદ) (ગાંધીનગર, ગુજરાત)
મિતેશભાઇ પટેલ – (ભાજપના સાંસદ) (આણંદ, ગુજરાત
ચૈતરભાઈ વસાવા (આપ, ડેડિયાપાડા, ગુજરાત)
હાર્દિક પટેલ (ભાજપ, વિરમગામ, ગુજરાત)
અનંતકુમાર પટેલ (કોંગ્રેસ, વાંસદા, નવસારી, ગુજરાત)
જિગ્નેશ મેવાણી (કોંગ્રેસ, વડગામ, બનાસકાંઠા, ગુજરાત)

Web Title: Adr report hate speech cases against 107 mps and mlas gujarat politics amit shah hardik patel as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×