scorecardresearch
Premium

ISRO : ચંદ્રયાન 3 અને આદિત્ય એલ1 બાદ પછી ઈસરો ક્યુ અવકાશયાન લોન્ચ કરશે? કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આપ્યા મોટા સમાચાર

ISRO launched Chandrayaan 3 And aditya L1 Mission : ચંદ્રયાન 3 અને આદિત્ય એલ1 સૂર્ય મિશનના સફળ લોન્ચિંગ બાદ હવે ઈસરો નવું અકાશયાન લોન્ચ કરવાની તૈયારીમાં છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે ગગનયાન અંગે મોટી માહિતી આપી છે

chandrayaan 3 landing | isro chandrayaan-3 landing | vikram lander
ચંદ્રયાન-3 વિક્રમ લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ

ISRO Newt Mission Gaganyaan : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ (ઈસરો) એ ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સફળ લેન્ડિંગ કર્યા બાદ શનિવાર સૂર્ય મિશન આદિત્ય એલ1 રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ તેનું પ્રથમ સૂર્ય મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું. ઈસરોનું આદિત્ય એલ1 અવકાશયાન લગભગ 120થી 125 દિવસે સૂર્યની નજીક પહોંચશે. ચંદ્રયાન -3 અને આદિત્ય એલ1 રોકેટના સફળ લોન્ચિંગ બાદ હવે ઈસરોએ તેના આગામી મિશનની તૈયારી શરૂ કરી દીધી છે. ઈસરોનું આગામી મિશન શું છે? જાણો

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું, ‘આગામી મિશન ગગનયાનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ શરૂ કરવાનું હશે. તેઓએ ઉમેર્યુ કે, આ ફ્લાઈટ ઓક્ટોબર મહિનામાં થઈ શકે છે. આદિત્ય-એલ1નું સફળ પ્રક્ષેપણ દર્શાવે છે કે ભારત અવકાશ ક્ષેત્રે એક મુખ્ય ખેલાડી બની રહ્યું છે.

Aditya-L1 Launch Live Streaming |Aditya L1 Launch| Aditya L1 Launch Time | Aditya L1 Mission | aditya l1 mission news in Gujarati
આદિત્ય મિશન – Photo – ISRO

જિતેન્દ્ર સિંહે કહ્યું, ‘ભારત માટે આ ખુશીની ક્ષણ છે. અને બીજું, ચંદ્રયાનની જેમ આદિત્ય એલ1 મિશનમાં પણ સમગ્ર દેશ તેમની સાથે ઉભો હતો અને આવું શક્ય બન્યું છે કારણ કે પીએમ મોદીએ શ્રીહરિકોટા સ્પેશ સેન્ટરના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. તેઓ તમામ હિતધારકોને એક સાથે લાવ્યા છે, તેમને અહેસાસ કરાવ્યો છે કે આ મિશન સમગ્ર ભારતનું છે.

ગગનયાન ઈસરોનું અવકાશમાં પ્રથમ માનવ મિશન છે. ISROના આ પ્રથમ માનવયુક્ત મિશન હેઠળ ત્રણ વ્યક્તિના એક જૂથને 400 કિમી (250 મીલ)ની ભ્રમણકક્ષામાં લોન્ચ કરવાની ધરાવે છે, જ્યાં તેઓ ત્રણ દિવસ રોકાશે. ISROએ જણાવ્યું છે કે તેના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરે ક્રૂ મોડ્યુલને સ્થિર કરવા અને પરત આવવા દરમિયાન સુરક્ષિત રીતે તેનો વેગ ઘટાડવા માટે સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.

આ પણ વાંચો | ઈસરોનું આદિત્ય એલ1 સૂર્ય મિશન સફળતા પૂર્વક લોન્ચ, સૂર્ય તરફ ભારતની કૂચ

સિંહે આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે ગગનયાન મિશન માટે લગભગ 90.23 અબજ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ISROનું કહેવું છે કે, ગગનયાન મિશનની સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ તે અવકાશમાં સતત માનવ હાજરી હાંસલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. જોકે ઈસરોએ સત્તાવાર રીતે ગગનયાનની પ્રક્ષેપણ તારીખની જાહેરાત કરી નથી, પરંતુ ભારતીય અવકાશ એજન્સીએ પહેલેથી જ કહ્યું હતું કે મિશન 2023ના અંત સુધીમાં તૈયાર થઈ જશે.

Web Title: Aditya l1 chandrayaan 3 launched after isro next mission gaganyaan as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×