Adani Row: સંસદમાં મંગળવારે અદાણી વિવાદ પર ચર્ચા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કરેલા હુમલાને લઇને ભારતીય જનતા પાર્ટીએ વળતો પ્રહાર કર્યો છે. ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad)રાહુલ ગાંધીને સાવધાન કરતા કહ્યું કે યાદ રાખે તે પોતે, તેમની માતા સોનિયા ગાંધી અને જમાઇ રોબર્ટ વાડ્રા જામીન પર છે.
નેશનલ હેરાલ્ડ અને અગસ્તા વેસ્ટલેન્ડ સ્કેન્ડલ શું છે?
સંસદમાં રાહુલ ગાંધી તરફથી મોદી સરકાર પર લગાવેલા આરોપોને રવિશંકર પ્રસાદે પાયાવિહોણા ગણાવીને તેની નિંદા કરી છે. તેમણે રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસ અને અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડ વિશે પૂછ્યું કે તે વિશે તેમનું શું કહેવું છે? સંસદની બહાર તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ પીએમ મોદી સામે બેબુનિયાદ અને શરમજનક આરોપ લગાવ્યા.
ભારતની છાપ ખરાબ કરનાર બધા મોટા કૌભાંડોમાં કોંગ્રેસ
રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી અને તેના નેતા ભારતની છાપને ખરાબ કરનાર બધા મોટા કૌભાંડોમાં સામેલ હતા. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવા ઇમાનદાર નેતા વિરુદ્ધ રાહુલ ગાંધીએ જે રીતે શરમજનક આરોપ લગાવ્યા છે તેમને ગાંધી પરિવારની સચ્ચાઇ યાદ અપાવવી પણ જરૂરી છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે વાડ્રા ડીએલએફ કૌભાંડમાં શું થયું. કેવી રીતે ડીએલએફથી 65 કરોડનું વ્યાજ મફત લોન મળી ગઇ. સાથે જમીન પણ મળી ગઇ. વાડ્રાએ સસ્તી જમીનો લઇને મોંઘા ભાવમાં વેચી દીધી હતી.
આ પણ વાંચો – લોકસભામાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું- નિર્ણાયક સરકાર હંમેશા દેશ હિતમાં નિર્ણય કરે છે
ભ્રષ્ટાચારીઓને બચાવવા કોંગ્રેસનો ઇતિહાસ – રવિશંકર પ્રસાદ
રવિશંકર પ્રસાદે કહ્યું કે ભ્રષ્ટાચારના બે સ્તંભો પર ઉભેલી કોંગ્રેસ ભ્રષ્ટાચારીઓને બચાવી રહી છે. ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓને સંરક્ષણ આપવું રાહુલ ગાંધી અને તેમના પરિવારનો જૂનો ઇતિહાસ રહ્યો છે.