Accident Video : તમે કારને રિવર્સ કરવા માટે બેક કેમેરા અને વ્યુ સ્ક્રીન તો જોયા જ હશે, પરંતુ હવે આધુનિક કારમાં ડેશબોર્ડ કેમેરા પણ લગાવવામાં આવી રહ્યા છે. ભારતમાં ઘણા લોકોએ આ કેમેરા પોતાની કારમાં લગાવ્યા છે. તમને આ સમાચાર દ્વારા આ ડેશબોર્ડ કેમેરાનો મોટો ફાયદો જાણવા મળી શકે છે.
બાઇક અને કાર વચ્ચે ટક્કરનો વીડિયો વાયરલ થયો છે
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કાર અને બાઇક વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. કાર તેની બાજુમાં જ જઈ રહી હતી. કારમાં લાગેલા ડેશબોર્ડ કેમેરામાં બધું રેકોર્ડ થઈ રહ્યું હતું. આ દરમિયાન કાર એક વળાંક પર પહોંચી ત્યારે બાઇક સવાર અસંતુલિત બની કાર સાથે અથડાતા કારની લીડ તૂટી ગઈ હતી. આ પછી, બાળકના રડવાનો અવાજ સંભળાય છે.
ડેશબોર્ડ કેમેરા શા માટે મહત્વપૂર્ણ છે?
આ વીડિયો જોયા બાદ લોકોનું કહેવું છે કે, જો કારમાં ડેશબોર્ડ કેમેરા લગાવ્યો ન હોત તો, આખો દોષ કાર ડ્રાઈવર પર આવી ગયો હોત. એટલું જ નહીં, પોલીસે કાર ચાલકની પણ ધરપકડ કરી હશે. આ ઘટના મહારાષ્ટ્રના વસીમની જણાવવામાં આવી રહી છે. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયાના સમાચાર છે.
સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા
@UtkarshSingh_એ લખ્યું, ‘જો કારમાં ડેશબોર્ડ કેમેરા લગાવવામાં ન આવ્યો હોત, તો શું તે કાર ચાલકની ભૂલ ગણાઈ હોત?’ @KirtirajVarmaએ લખ્યું, ‘તે સ્પષ્ટપણે બાઇક ચાલકની ભૂલ છે, જ્યાં આટલી વધુ સ્પીડ સાથે રસ્તા પર વળાંક છે, ત્યાં આ રીતે કોણ ચલાવે છે?’ બીજાએ લખ્યું, ‘બાઈક ચલાવનાર બાળક જેવો દેખાય છે અને પાછળ એક માણસ બેઠો છે. આ લોકો માત્ર પોતાનો જીવ જ જોખમમાં મૂકતા નથી, તેઓ બીજાનો જીવ પણ લે છે.
બીજાએ લખ્યું, ‘એટલે જ દરેક વ્યક્તિએ પોતાની કારમાં ડેશબોર્ડ કેમેરા લગાવવો જોઈએ.’ સતીશે લખ્યું, ‘જો તેની કારમાં કેમેરા ન હોત તો, પોલીસે તેને અત્યાર સુધીમાં જેલમાં ધકેલી દીધો હોત.’ @desiCityPlanner લખ્યું છે, એવું નથી કે એકલા બાઇક સવારની ભૂલ છે, કાર સવારની પણ એટલી જ ભૂલ હતી કારણ કે, તે રસ્તાની વચ્ચે અને 50-70 ની સ્પીડે ડ્રાઇવ કરી રહ્યો હતો.
આ પણ વાંચો – ‘ભૈયા-ભૈયા’ બુમો પાડતી રહી… આરોપીઓએ ઘસેડી, લાકડીઓ મારી, મોંઢા પર લાતો મારી – VIDEO વાયરલ
તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ અકસ્માતનો વીડિયો શેર કરીને લોકો કહી રહ્યા છે કે, ડેશબોર્ડ બોર્ડ કેમેરા શા માટે જરૂરી છે. કમ સે કમ આપણે જાણીએ છીએ કે, અકસ્માત કેવી રીતે થયો? કોનો વાંક હતો અને કયા કારણે અકસ્માત થયો હતો? દરેક લોકો પોતાની કારમાં ડેશબોર્ડ કેમેરા લગાવવાની સલાહ આપી રહ્યા છે.