scorecardresearch
Premium

મુંબઈ : ફેસબુક લાઇવ દરમિયાન ઉદ્ધવ જુથના નેતા અભિષેક ઘોસાલકરની ગોળી મારી હત્યા

Abhishek Ghosalkar : પીડિત અને આરોપીઓ ફેસબુક પર લાઇવ હતા ત્યારે આ ઘટના બની હતી. સેશન પૂરું થયું ત્યારે મોરીસે અભિષેક પર ગોળીબાર કર્યો હતો

Abhishek Ghosalkar, Mumbai
અભિષેક ઘોસાલકર પર ગોળી ચલાવનાર વ્યક્તિની ઓળખ મોરિસ નોરોન્હો તરીકે થઈ છે (તસવીર – એક્સપ્રેસ)

Abhishek Ghosalkar : ઉદ્ધવ સેનાના પૂર્વ ધારાસભ્ય વિનોદ ઘોસાલકરના પુત્ર શિવસેના (યુબીટી)ના નેતા અભિષેક ઘોસાલકર પર ગુરુવારે મુંબઈના દહિસરમાં એક ફેસબુક લાઈવ દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. અભિષેકને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું છે. અભિષેકના પરિચિત એક વ્યક્તિએ વિવાદને લઈને તેના પર ત્રણ ગોળીઓ ચલાવી હતી.

મોરિસ નોરોન્હોએ ગોળી મારી

અભિષેક પર ગોળી ચલાવનાર વ્યક્તિની ઓળખ મોરિસ નોરોન્હો તરીકે થઈ છે, જે ભૂતકાળના ગુનાહિત રેકોર્ડ ધરાવે છે. પીડિત અને આરોપીઓ ફેસબુક પર લાઇવ હતા ત્યારે આ ઘટના બની હતી. સેશન પૂરું થયું ત્યારે મોરીસે અભિષેક પર ગોળીબાર કર્યો હતો. બાદમાં મોરિસે પોતાને ગોળી મારી દીધી હતી. જેમાં તેનું પણ મોત થયું છે. આ મામલે પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.

શિવસેના (યુબીટી)ના એમએલસી વિલાસ પોટનીસે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે અભિષેક અને મોરિસ વચ્ચે ભૂતકાળમાં વિવાદ થયો હતો, પરંતુ તાજેતરમાં જ તેમનો વિવાદ ઉકેલાયો હતો. મોરિસે અભિષેકને તેની ઓફિસમાં સાડી વિતરણના કાર્યક્રમમાં બોલાવ્યો હતો અને ઇવેન્ટ દરમિયાન તે તેને તેની કેબિનની અંદર લઈ ગયો હતો અને તેને ગોળી મારી દીધી હતી. તેણે પોતાની રિવોલ્વરનો ઉપયોગ કરીને ત્રણ વાર ફાયરિંગ કર્યું હતું. બાદમાં તેણે પોતાને પણ ગોળી મારી હતી.

આ પણ વાંચો – ઉત્તરાખંડ : હલ્દવાનીમાં ઉપદ્રવીઓને જોતા જ ગોળી મારવાનો આદેશ

રાજ્યમાં ગુંડાઓની સરકાર છે – આદિત્ય ઠાકરે

શિવસેના (યુબીટી)ના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેએ કહ્યું કે રાજ્યમાં ગુંડાઓની સરકાર છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નથી. પહેલા કલ્યાણમાં ફાયરિંગ થયું હતું અને હવે મુંબઈમાં થઈ રહ્યું છે.”

સેના (યુબીટી)ના પ્રવક્તા આનંદ દુબેએ જણાવ્યું હતું કે હવે મહારાષ્ટ્રમાં કોઈ પણ નાગરિક સુરક્ષિત નથી. રાજ્યમાં જંગલરાજનો માહોલ છે. શહેરમાં ધોળે દહાડે ફાયરિંગ થઇ રહ્યું છે, આપણા પૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસાલકરને ગોળી મારનારા ગુંડાઓ કોણ છે તેની તાત્કાલિક તપાસ થવી જોઇએ. આ સરકાર નિષ્ફળ ગઈ છે.

Web Title: Abhishek ghosalkar shot at during facebook live mumbai ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×