જમ્મુ કાશ્મીરમાં મંગળવારે સવારના સમયમાં બસ ખીણમાં ખાબકી હોવાની ઘટના બની હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. આ દુર્ઘટના એ સમયે ઘટી જ્યારે યાત્રીઓ ભરેલી એક બસ અમૃતસરથી કટરા તરફ જઈ રહી હતી. ત્યારે મુસાફર ભરેલી બસ ખીણમાં ખાબકી હતી.
આ દુર્ઘટના જમ્મુ કાશ્મીર જિલ્લાના જમ્મુ જિલ્લામાં થઈ હતી. એક બસ પુલ પરથી લપસીને ખીણમાં ખાબકી હતી. આ માર્ગ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય 20 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે બસ કટરા જઈ રહી હતી. ત્યારે જ ઝજ્જર કોટલી વિસ્તારમાં આ દુર્ઘટના થઈ હતી. બસમાં સવાર તીર્થયાત્રી માતા વૈષ્ણોદેવી મંદિર દર્શન કરવા જઈ રહ્યા હતા. કટરા ત્રિકુટા પહાડીઓ ઉપર સ્થિત પ્રસિદ્ધ તીર્થસ્થળ માટે આધાર શિવિર છે.
જમ્મુના વરિષ્ઠ પોલીસ અધીક્ષક ચંદન કોહલીએ જણાવ્યું હતું કે આઠ લોકોના મોત નીપજ્યા છે જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. બચાવ અભિયાન ચાલું છે. સ્થાનિય લોકો પણ બચાવ અભિયાનમાં પોલીસની મદદ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે ઘાયલોને જમ્મુની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઇ જવાયા છે.
આ પહેલા જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં 21 મેના રોજ માતા વૈષ્ણો દેવી માટે તીર્થયાત્રીઓને લઈ જઈ રહેલી બસ પલટી હતી. જેમાં 27 વર્ષીય એક મહિલાનું મોત નીપજ્યું હતું. અને 24 લોકો ઘાયલ થયા હતા.
ઉલ્લેખનીય છેકે ગઈ કાલે સોમવારે મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં બસ અને ટેમ્પોની ટક્કરથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. માલશેજ ઘાટ પર રાજ્ય પરિવહન નિગમની એક બસની ટેમ્પો સાથે ટક્કર થઈ હતી. જેમાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા હતા. જિલ્લાના એક અધિકારીએ જણાવ્યું હતું કે દુર્ઘટના સવારે 11 વાગ્યે માલજેશ ઘાટ વિસ્તારના સાવરદે ગામમાં થઈ હતી. મહારાષ્ટ્ર રાજ્ય સડક પરિવહન નિગમના ભિંવડી ડેપોની એક બસ ટેમ્પો સાથે અથડાી હતી. આ દુર્ઘટનામાં એમએસઆરટીસી બસમાં સવારે આઠ લોગ અને ટેમ્પોમાં સવાર બે લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલ લઈ જવાયા હતા.