scorecardresearch
Premium

15મી ઓગસ્ટ 2025 ક્વિઝ: સ્વતંત્રતા દિવસ વિશે 20 સવાલ જવાબ, તમારુ જ્ઞાન ચકાસો!

15મી ઓગસ્ટ 2025 પર ભારતની આઝાદીના ઇતિહાસ વિશે તમારું જ્ઞાન ચકાસો. સ્વતંત્રતા દિવસ સંબંધિત 20 મહત્વપૂર્ણ પ્રશ્નો અને તેના જવાબોની આ ક્વિઝ રમો.

15 august independence day 2025 quiz
15 August Quiz: સ્વતંત્રતા દિવસ વિશે 20 સવાલ જવાબ

15 August Quiz: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ દરેક ભારતીયો માટે ખાસ છે. 15 ઓગસ્ટ, 1947 એ તારીખ છે, જેણે આપણા ભારતને સદીઓની ગુલામીમાંથી આઝાદી અપાવી. આઝાદીના આ 78મા વર્ષમાં, ચાલો આપણે એ મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ઘટનાઓને યાદ કરીએ જેમણે આપણને સ્વતંત્રતા અપાવવા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું.

અહીં સ્વતંત્રતા દિવસ સંબંધિત 20 મહત્વપૂર્ણ પ્રશ્નોની ક્વિઝ આપેલી છે, જે તમને ભારતની આઝાદીના ઇતિહાસ વિશે વધુ જાણવામાં મદદ કરશે. તો તૈયાર છો આ ક્વિઝ રમવા માટે? ચાલો ક્વિઝ શરુ કરીએ.

સ્વતંત્રતા દિવસ વિશે 20 મહત્વપૂર્ણ સવાલ અને જવાબ

પ્રશ્ન 1: ભારત કયા દિવસે સ્વતંત્ર થયું?

જવાબ: 15 ઓગસ્ટ, 1947.

પ્રશ્ન 2: ભારતના રાષ્ટ્રધ્વજમાં રહેલા અશોક ચક્રમાં કેટલા આરા (Spokes) છે?

જવાબ: 24.

પ્રશ્ન 3: ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી?

જવાબ: પિંગાલી વેંકૈયા.

પ્રશ્ન 4: ભારતનું રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ કોણે લખ્યું છે?

જવાબ: રવીન્દ્રનાથ ટાગોર.

પ્રશ્ન 5: ‘વંદે માતરમ્’ ગીત કોણે લખ્યું છે?

જવાબ: બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય.

પ્રશ્ન 6: દિલ્હીના લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રધ્વજ કોણ ફરકાવે છે?

જવાબ: વડાપ્રધાન.

પ્રશ્ન 7: ‘સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીને જ રહીશ’ – આ સૂત્ર કોણે આપ્યું હતું?

જવાબ: લોકમાન્ય બાલ ગંગાધર તિલક.

પ્રશ્ન 8: ભારત છોડો આંદોલન કયા વર્ષમાં શરૂ થયું હતું?

જવાબ: 1942.

પ્રશ્ન 9: ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા?

જવાબ: પંડિત જવાહરલાલ નેહરુ.

પ્રશ્ન 10: ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા?

જવાબ: ડૉ. રાજેન્દ્ર પ્રસાદ.

પ્રશ્ન 11: જલિયાવાલા બાગ હત્યાકાંડ કયા વર્ષમાં થયો હતો?

જવાબ: 13 એપ્રિલ, 1919.

પ્રશ્ન 12: મહાત્મા ગાંધીએ કયા આંદોલનની શરૂઆત મીઠાના કાયદાને તોડવા માટે કરી હતી?

જવાબ: દાંડી કૂચ.

પ્રશ્ન 13: ‘તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા’ – આ પ્રખ્યાત સૂત્ર કોણે આપ્યું હતું?

જવાબ: સુભાષચંદ્ર બોઝ.

પ્રશ્ન 14: ભારતના ભાગલા પડ્યા ત્યારે વાઇસરોય કોણ હતા?

જવાબ: લોર્ડ માઉન્ટબેટન.

પ્રશ્ન 15: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું પૂરું નામ શું છે?

જવાબ: મોહનદાસ કરમચંદ ગાંધી.

પ્રશ્ન 16: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી?

જવાબ: 1885.

પ્રશ્ન 17: ‘હિન્દ સ્વરાજ’ પુસ્તકના લેખક કોણ છે?

જવાબ: મહાત્મા ગાંધી.

પ્રશ્ન 18: આઝાદી પહેલાં ભારતમાં બ્રિટિશ શાસન કેટલા વર્ષ ચાલ્યું હતું?

જવાબ: લગભગ 200 વર્ષ.

પ્રશ્ન 19: ભારતનું સંવિધાન કયા દિવસે અમલમાં આવ્યું?

જવાબ: 26 જાન્યુઆરી, 1950.

પ્રશ્ન 20: કયા મહાન ક્રાંતિકારીએ બ્રિટિશ સરકાર સામે અવાજ ઉઠાવવા માટે કેન્દ્રીય વિધાનસભામાં બોમ્બ ફેંક્યો હતો?

જવાબ: ભગતસિંહ.

15 ઓગસ્ટ માટે બેસ્ટ ચિત્ર પોસ્ટર વિશે અહીં વધુ વાંચો

સ્વતંત્રતા દિવસ વિશેની આ ક્વિઝ તમને કેવી લાગી? તમે આ વિશે વધુ જાણવા ઇચ્છો છો? આ અંગે તમારુ મંતવ્ય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.

Web Title: 15 august independence day 2025 quiz in gujarati

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×