scorecardresearch
Premium

Yoga darshan Paschimottanasana યોગ દર્શનઃ પશ્ચિમોત્તાનાસનથી પેટની ચરબી ઘટશે અને ડાયાબિટીસમાં પણ લાભદાયી

Yoga Darshan Paschimottanasana : યોગ દર્શનમાં આજે આપણે પશ્ચિમોત્તાનાસન વિશે જાણકારી મેળવીશું. પશ્ચિમોત્તાનાસન કરવાથી પેટની ચરબી ઘટે છે અને સ્પાઇન મજબૂબ થાય છે. પશ્ચિમોત્તાનાસન કરવાની રીત અને અને તેના ફાયદાઓ જાણો

Yoga darshan | paschimottanasana exercise | paschimottanasana exercise benefits | paschimottanasana exercise steps and benefits
Yoga darshan Paschimottanasana યોગ દર્શન : પશ્ચિમોત્તાનાસન કરવાની રીત અને તેના ફાયદાઓ જાણો

Yoga Darshan Paschimottanasana Steps and Benefits : યોગ દર્શનમાં આપણે પશ્ચિમોત્તાનાસન વિશે જાણકારી મેળવીશું. પશ્ચિમોત્તાનાસન કરવાથી પેટની ચરબી ઓછી થાય છે અને સ્પાઇનમાં માં લોહીનું પરિભ્રમણ વધે છે તેમજ ડાયાબિટીસના દર્દીઓ માટે લાભાદાયી છે. આ યોગાસન કરવાથી પાચન ક્રિયામાં સુધારો થાય છે. તો ચાલો જાણીયે સાઇડ કીક કસરત કેવી રીતે કરવી અને ફાયદાઓ વિશે…

આસન પરિયય – પશ્ચિમોત્તાનાસન

આજે આપણે પશ્ચિમોત્તાનાસન વિશે જાણકારી મેળવીશું. ઉષ્મા પ્રેરક વ્યાયામ થયા બાદ ગધાત્મક પશ્ચિમોતાનાસન આસનva અભ્યાસ કરવો જોઈએ. આ આસન કરવા માટે સૌથી પહેલા જમીન પર મેટ પાથરીને સુખાસનમાં બેસવું. ત્યારબાદ બંને પગ સામે લાંબા કરીને, બંને પગની એડી અંગૂઠા ભેગા થાય તેવી રીતે બેસવું. પીઠનો ભાગ સીધો અને કરોડરજ્જુ સીધા રાખવા. હવે બંને હાથ સીધા આકાશ તરફ કરી ગધાત્મક રીતે બંને પગના અંગૂઠા પકડવાનો પ્રયત્ન કરવો. શરીરની કરોડરજ્જુમાં જેટલી લવચીકતા હોય તે ક્ષમતા અનુસાર આનો અભ્યાસ કરવો. મધ્ય ગતીએ શરીરને આગળની તરફ નીચેની બાજુ નમાવવું જોઇએ.

પશ્ચિમોત્તાનાસનમાં શ્વાસોશ્વાસની ક્રિયા

પશ્ચિમોત્તાનાસનમાં બંને હાથ સીધા આકાશ તરફ લઈ જતી વખતે શ્વાસ લેવો. હાથ પગ તરફ લઇ જતી વખતે શ્વાસ ખાલી કરવો.

પશ્ચિમોત્તાનાસન કરવાનો સમય

પશ્ચિમોત્તાનાસનનો અભ્યાસ સવાર કે સાંજ ખાલી પેટે કરવો. પ્રેક્ટિસ વધ્યા પછી તેના આવર્તન વધારી શકાય.

પશ્ચિમોત્તાનાસન કરવાના ફાયદા

  • પગમાં ખેંચાણ આવે છે.
  • સમગ્ર સ્પાઇન પર લોહીનું પરિભ્રમણ વધે છે.
  • પેટની ચરબી ઓછી કરે છે
  • ડાયાબિટીસમાં લાભદાય છે
  • શ્વસન ક્રિયાને લાંબી ઊંડી કરે છે.
  • પાચન ક્રિયા સુધારી આંતર અને તંદુરસ્ત બનાવે છે.

આ પણ વાંચો : યોગ દર્શનઃ પગને મજબૂત બનાવવા સાઇડ કીક કસરત કરો

પશ્ચિમોત્તાનાસનની મર્યાદા

  • જે લોકોને સ્લીપ ડિસ્ક કે કમરના ભાગમાં દુખાવો હોય તેવા લોકો તથા પેટની સર્જરી કરાવેલ હોય અથવા સાયટીકાનો દુખાવો હોય તેવા લોકોએ આ અભ્યાસ ન કરવો.
  • યોગ શિક્ષકની સલાહ સૂચનો અનુસાર અભ્યાસ કરવો .

Web Title: Yoga darshan paschimottanasana steps and benefits know yoga exercise health tips as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×