Yoga Darshan One Leg Chakrapada Asana : યોગ દર્શનમાં આપણે એક પગ ચક્રપાદ આસન વિશે જાણકારી મેળવીશું. એક પગ ચક્રપાદ આસનનો અભ્યાસ કરવાથી પગ અને પેટ-કમરની ચરબી ઓછી થાય છે. પગની નસ – નાડીઓ મજબૂત બને છે અને લોહીનું લોહીનું પરિભ્રમણ વધે છે. તેમજ ચાલવા-ફરવાની ક્ષમતા વધારવામાં એક પગ ચક્રપાદ આસન મદદરૂપ થાય છે. તો ચાલો એક પદ ચક્રપાદ આસન કેવી રીતે કરવું અને તેના ફાયદાઓ વિશે જાણીયે…
આસન પરિયય – એક પગ ચક્રપાદ આસન (One Leg Chakrapada Asana)
આજે આપણે એક પગ ચક્રપાદ વિશે જાણકારી મેળવીશું. ઉષ્મા પ્રેરક વ્યાયામથી શરીર ગરમ થયા બાદ કે હળવું જોગિંગ કર્યા બાદ એક પગ ચક્રપાદ આસન કરવો હિતાવહ છે. એક પગ ચક્રપાદ આસન કરવા માટે સર્વપ્રથમ સીધા ઊભા રહેવું. દિવાલ કે અન્ય કોઇનો સપોર્ટ લેવો જોઈએ. ત્યારબાદ શરીરને સટ્ટાર સીધુ રાખીને જમીન પર સર્કલ બનાવતા હોય તેમ પગરને ગોળાકાર ફેરવો. શરૂઆતમાં નાનું સર્કલ બનાવવું, આસનનો અનુભવ થયા બાદ સર્કલનું કદ વધારી શકો. બંને પગથી એક પગ ચક્રપાદ આસનનો સમાન રીતે અભ્યાસ કરવો.
એક પદ ચક્રપાદ આસન ક્યારે અને કેટલીવાર કરવું
એક પદ ચક્રપાદ આસન સવારે કે સાંજે ખાલી પેટે કરવું જોઇએ.
એક પગ ચક્રપાદમાં શ્વાસોશ્વાસની ક્રિયા
એક પગ ચક્રપાદ આસનનો અભ્યાસ કરતી વખતે શ્વસનક્રિયા સામાન્ય રાખવો.
એક પગ ચક્રપાદ આસનના ફાયદા (One Leg Chakrapada Asana Benefits)
- કમરના સાધનો મજબૂત બનાવે છે
- પગની નસ- નાડીઓ મજબૂત બનાવે છે
- કમરના આસપાસની ભાગની ચરબી ઘટાડે છે
- ચાલવા ફરવાની ક્ષમતામાં વધારો થાય છે
- પગની ચરબી ઘટાડે છે
- પગમાં પીડા-કળતર ઓછુ થાય છે
- પગમાં લોહીનું પરિભ્રમણ વધે છે
એક પગ ચક્રપાદ આસનની મર્યાદા
જે લોકોને સાયટીકાનો દુખાવો હોય તેમણે એક પગ ચક્રપાદ આસનનો અભ્યાસ કરવો જોઇએ નહીં. પગનું ઓપરેશન કરાવ્યું હોય કે પગમાં કોઇ સમસ્યા હોય તેવા લોકોએ અભ્યાસ ન કરવો. યોગ શિક્ષકની સલાહ સૂચનો અનુસાર અભ્યાસ કરવો હિતાવહ છે.