scorecardresearch
Premium

Yoga darshan યોગ દર્શન : પાચનક્રિયા સુધારશે અને પેટમાં ગેસની સમસ્યા દૂર કરશે નાભી પીડાસન, યોગાસન કરવાની રીત અને ફાયદા જાણો

Yoga darshan Nabhi pidasana: યોગ દર્શનમાં આજે આપણે નાભી પીડાસન વિશે વાત કરીશું. નાભી પીડાસન કરવાની રીત અને અને તેના ફાયદાઓ જાણો

Yoga darshan | nabhi pidasana | Yoga Benefits | nabhi pidasana Steps and Benefits
યોગ દર્શનઃ નાભી પીડાસન કરવાની રીત અને તેના ફાયદાઓ જાણો

Yoga darshan Nabhi pidasana Steps and Benefits : યોગ દર્શનમાં આજે આપણે નાભી પીડાસન વિશે જાણકારી મેળવીશું. નાભી પીડાસનનો અભ્યાસ કરવાથી પગના સ્નાયુ મજબૂત બને છે તેમજ પેટમાં ગેસની સમસ્યામાં રાહત મળશે અને બેસવાની ક્ષમતામાં વધારો થાય છે. તો ચાલો જાણીયે નાભી પીડાસન ક્યારે કરવું અને ક્યારે ન કરવું તેમજ તેના ફાયદાઓ વિશે…

આસન પરિયય – નાભી પીડાસન

યોગ દર્શનમાં આજે આપણે નાભી પીડાસન કરવાની રીત અને તેના ફાયદા- મર્યાદાઓ વિશે જાણીશું. નાભી પીડાસન કરવા માટે સર્વપ્રથમ જમીન ઉપર મેટ કે આસન પર સુખાસનમાં નીચે બેસવું. ત્યારબાદ બંને પગ સામે કરીને બંને પગના તળિયા એકબીજાને ભેગા કરી રાખવા. હવે બંને હાથની મદદથી બંને પગ પકડીને નાભી તરફ લઈ જવા. આ સ્થિતિમાં ક્ષમતા અનુસાર બંને પગને રોકી રાખવા. પછી ધીરે ધીરે શ્વાસ ખાલી કરતા પગને નીચે લાવતા મૂળ સ્થિતિમાં પરત આવવું.

શ્વસન પદ્ધતિ

નાભી પીડાસનનો અભ્યાસ કરતી વખતે બંને પગ પેટ તરફ લઈ જતા શ્વાસ લેવો અને પગ પાછા જમીન તરફ લઈ જવાના સમયે શ્વાસ ખાલી કરવો.

આ આસનનો ક્યારે – કેટલી વાર અભ્યાસ કરવો

  • નાભી પીડાસનનો અભ્યાસ સવારે કે સાંજે ખાલી પેટે ત્રણથી ચાર વખત કરવો..
  • આ આસનનો અભ્યાસ વધ્યા પછી પુનરાવર્તન અને રોકવાનો સમય વધારી શકાય છે
  • નાભી પીડાસન કરવાના ફાયદાઃ-

નાભી પીડાસન કરવાના ફાયદા

  • દરરોજ આ આસનનો અભ્યાસ કરવાથી પગના સ્નાયુ મજબૂત બને છે
  • કમર તથા ફાઇલને માલિશ મળે છે
  • શરીરમાં વાયુ/ગેસ ઓછો કરે છે
  • પાચન ક્રિયા મજબૂત બનાવે છે
  • બેસવાની ક્ષમતામાં વધારો થાય છે

આ પણ વાંચો- યોગ દર્શન : કાસ્ટ તક્ષાસન ફેફસાંનું શુદ્ધિકરણ કરશે અને હાથ-ખંભાને મજબૂત બનાવશે

નાભી પીડાસન કોણે ન કરવું :-

  • જે લોકોને સાઇટિકા, કમર દર્દ કે ઘૂંટણમાં દુખાવો હોય તેમણે આ આસન કરવું નહીં.
  • આ આસનનો અભ્યાસ યોગ શિક્ષકની દેખરેખ હેઠળ કરવો હિતાવહ છે.

Web Title: Yoga darshan nabhi pidasana steps and benefits know yoga exercise

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×