scorecardresearch
Premium

Yoga darshan kapalbhati shuddhi kriya યોગ દર્શનઃ ફેફસા સ્વસ્થ અને મજબૂત રાખશે કપાલભાતિ સાથે કુંભક યોગ

Yoga Darshan kapalbhati shuddhi kriya : યોગ દર્શનમાં આજે આપણે કપાલભાતિ કુંભક વિશે જાણકારી મેળવીશું. કપાલભાતિ સાથે કુંભક શુદ્ધિક્રિયા કરવાની રીત અને અને તેના ફાયદાઓ જાણો

Yoga darshan | kapalbhati shuddhi kriya | kapalbhati shuddhi kriya yoga | Yoga exercise | yoga benefits | kapalbhati shuddhi kriya yoga steps and benefits
Yoga darshan kapalbhati shuddhi kriya યોગ દર્શન : કપાલભાતિ સાથે કુંભક પ્રાણાયામ કરવાની રીત અને તેના ફાયદાઓ જાણો

Yoga Darshan kapalbhati shuddhi kriya Steps and Benefits : યોગ દર્શનમાં આપણે કપાલભાતિ સાથે કુંભક વિશે જાણકારી મેળવીશું. કપાલભાતિ સાથે કુંભકનો અભ્યાસ શ્વસન ક્રિયા સુધરે છે અને ફેફસા મજબૂત થાય છે. શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે, ઓક્સિજનનું પ્રમાણ વધતા સ્કૂર્તિ જળવાઇ રહે છે. તો ચાલો જાણીયે કપાલભાતિ સાથે કુંભક કેવી અને ક્યારે કરવું તેમજ તેના ફાયદાઓ વિશે…

આસન પરિયય – કપાલભાતિ સાથે કુંભક

આજે યોગ દર્શનમાં આપણે કપાલભાતિ સાથે કુંભક શુદ્ધિક્રિયા વિશે જાણકારી મેળવીશું. કપાલભાતિ કુંભક એક શુદ્ધિક્રિયા છે. પ્રાણાયામ અને આસનની વધુ પ્રેક્ટિસ કર્યા બાદ કપાલભાતિ સાથે કુંભકનો અભ્યાસ કરવો જોઈએ. કુંભકનો સામાન્ય અર્થ થાય છે રોકવો. શ્વાસ લઈને અંદરની બાજુ શ્વાસ રોકીને રાખો. કુંભકના વિભિન્ન પ્રકારો છે. સામાન્ય રીતે પ્રાણાયામમાં પણ શ્વસનક્રિમમાં પણ કુંભક અભ્યાસ થઈ શકે.

આ એક ઉચ્ચ અભ્યાસ છે. એડવાન્સ લેવલનો અભ્યાસ છે. કપાલભાતિ સાથે કુંભક જ્યારે પણ કરો ત્યારે કપાલભાતિ પૂર્ણ થયા પછી આ કપાલભાતિ કુંભકનો અભ્યાસ કરવો જોઈએ. સર્વ પ્રથમ એક આવર્તનમાં 20 થી 25 વખત કુંભક કરવું. ત્યારબાદ 25 પુર્ણ થયા બાદ શ્વાસ ફેફસામાં રોકવો. આંતરિક કુંભક કરવુ. એક આવર્તન પૂરું થયા પછી થોડું વિરામ. એક આવર્તન પૂરું થયા પછી એક મિનિટનો વિરામ લેવો.

કપાલભાતિ શુદ્ધિક્રિયાનો અભ્યાસ ક્યારે અને કેટલી વાર કરવું

કપાલભાતિ સાથે કુંભકનો અભ્યાસ મુખ્યત્વે ખાલી પેટે સવાર કે સાંજ દિવસમાં એકવાર કરવો. આ આસનમાં ફેફસાની ક્ષમતા અનુસાર શ્વાસ રોકવો. શરૂઆતમાં શીખતા હોય ત્યારે ઓછા સેકન્ડ રોકાવું જરૂરી છે.

આ પણ વાંચો |  યોગ દર્શનઃ ત્રિકોણાસનથી પેટની ચરબી ઘટશે અને હાથ-પગ મજબૂત બનશે

કપાલભાતિ સાથે કુંભકની મર્યાદા

  • જે લોકોએ પેટની સર્જરી કરાવી હોય તેમણે ત્રિકોણ આસનનો અભ્યાસ કરવો નહી
  • જેમણે હૃદયનું ઓપરેશન કરાવ્યું તેવા લોકોએ યોગ પ્રશિક્ષક સલાહ અનુસાર અભ્યાસ કરવો.
  • ખાસ નોંધ : જે લોકો લાંબા ગાળેથી યોગ અભ્યાસ અને પ્રાણાયામ કરતાં હોય તેઓ લોકોએ આ અભ્યાસ કરવો.
  • જે લોકો હૃદય સંબંધી વિકાસ હાઈ બીપી અને ચક્કર આવતા હોય ત્યારે અભ્યાસ ન કરવો.
  • આ કુંભકનો અભ્યાસ યોગ શિક્ષકની સલાહ સૂચન અનુસાર કરવો.

Web Title: Yoga darshan kapalbhati shuddhi kriya steps and benefits know yoga exercise health tips as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×