scorecardresearch
Premium

યોગ દર્શનઃ ફ્રન્ટ કીક કસરતથી શરીરનું બેલેન્સ જાળવાશે અને જાંઘની ચરબી ઘટશે

Yoga Darshan Front Kick Exercise : યોગ દર્શનમાં આજે આપણે ફ્રન્ટ કીક કસરત વિશે જાણકારી મેળવીશું. ફ્રન્ટ કીક કસરતથી જાંધ અને પેટની ચરબી ઘટે છે, લોહીનું પરિભ્રમણ સુધરે છે અને ચાલવા-ફરવાની ક્ષમતામાં વધારો થાય છે. ફ્રન્ટ કીક કસરત કરવાની રીત અને તેના ફાયદાઓ જાણો

Yoga darshan | front kick exercise | front kick exercise benefits | front kick exercise steps | Yogasana | yoga exercise
યોગ દર્શન – ફ્રન્ટ કીક કસરત કરવાની રીત અને તેના ફાયદાઓ,

Yoga Darshan Front Kick Exercise : યોગ દર્શનમાં આપણે ફ્રન્ટ કીક કસરત વિશે જાણકારી મેળવીશું. ફ્રન્ટ કીક કસરતનો અભ્યાસ કરવાથી પગ અને પેટ-કમરની ચરબી ઘટે છે. જાંઘ અને પગની નાડીઓ મજબૂત બને છે અને લોહીનું પરિભ્રમણ વધે છે. તેમજ ચાલવા-ફરવાની ક્ષમતા અને શરીરનું બેલેન્સ જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. તો ફ્રન્ટ કીક કસરત કેવી રીતે કરવી અને તેના ફાયદાઓ વિશે ચાલો જાણીયે…

આસન પરિયય – ફ્રન્ટ કીક કસરત (Front Kick Exercise)

આજે આપણે ફ્રન્ટ કીક વિશે જાણકારી મેળવીશું. ફ્રન્ટ કીક એ યોગાસન કરવાની પહેલા કે વચ્ચેના અભ્યાસમાં કરવામાં આવતી કસરત છે. ફ્રન્ટ કીકનો અભ્યાસ કરવા માટે સર્વ પ્રથમ મેટ પર સીધા ઊભા રહેવું. બંને પગ એક લાઈનમાં રાખવા. શરીર સંતુલિત અને સ્થિર કરવું. હવે કોઈપણ એક પગ સામે સીધો રાખીને આકાશ તરફ લઈ જવો.

પગ ક્ષમતા અનુસાર અને કીક ખુલ્લી હોય એટલું લઈ જવો. બીજા પગે સંતુલન રાખવું. હલનચલન ના થાય તેનું ધ્યાન રાખવું. પોતાની ક્ષમતા અનુસાર હાઈટ નક્કી કરવી. અપર બોડી ઢીલુ નજર સામે સ્થિર રાખવી.

એક પગ બીજા પગે આવી જ રીતે ફ્રન્ટ કીકનો અભ્યાસ કરવો. એક પગે અભ્યાસ પૂરો થયા પછી થોડુંક વિરામ લઈ શકાય. ત્યારબાદ બીજા પગે ફ્રન્ટ કીકનો અભ્યાસ કરવો જોઇએ.

ફ્રન્ટ કીકનો અભ્યાસ ક્યારે અને કેટલીવાર કરવું

ફ્રન્ટ કીકનો અભ્યાસ યોગાસનની શરૂઆતમાં કે ત્યારબાદ કરી શક્યા છે. શરૂઆતમાં એક પગે 10 થી 15 સેકન્ડની પ્રેક્ટિસ કરવી. પ્રેક્ટિસ થયા બાદ સમય વધારી શકાય છે.

ફ્રન્ટ કીક કસરતથી શરીરનું બેલેન્સ જાળવાશે અને જાંઘની ચરબી ઘટશે

ફ્રન્ટ કીકમાં શ્વાસોશ્વાસની ક્રિયા

ફ્રન્ટ કીકના અભ્યાસમાં મૂળ સ્થિતિમાં આવતી વખતે શ્વાસ લેવો અને પગ ઉપર સામેની તરફ લઈ જતા શ્વાસ બહાર છોડવો જોઇએ..

ફ્રન્ટ કીક કસરતના ફાયદા (Front Kick Exercise Benefits)

  • જાંઘના સાંધાઓને મજબૂત બનાવે છે
  • પગની પિંડીઓને સરસ સ્ટેચ આપે છે
  • લોહીનું પરિભ્રમણ વધે છે
  • કમરના સ્નાયુને મજબૂત બનાવે છે
  • જાંધની ચરબી ઘટાડે છે
  • શરીરનું સંતુલન જાળવી રાખવામાં મદદરૂપ
  • ચાલવા ફરવાની ક્ષમતામાં વધારો કરે છે.

આ પણ વાંચો | સુખાસનના આ ફાયદા જાણ્યા પછી તમે રોજ આ યોગ મુદ્રામાં બેસીને ભોજન લેશો, અહીં જાણો બધુજ

ફ્રન્ટ કીક કસરતની મર્યાદા

જે લોકોને પગમાં સર્જરી કરાવવી હોય અથવા કમળના મણકા નો દુખાવો હોય, કમરમાં સતત દુખાવો રહેતો હોય, આ પ્રકારની સમસ્યા ધરાવતા લોકોએ યોગ શિક્ષકની મદદથી અભ્યાસ કરવો સના સૂચનો અનુસાર અભ્યાસ કરવો.

Web Title: Yoga darshan front kick exercise steps and benefits know yoga exercise health tips as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×