Yoga darshan chakrasana Steps and Benefits : યોગ દર્શનમાં આપણે ચક્રાસન વિશે જાણકારી મેળવીશું. ચક્રાસન અભ્યાસ કરવાથી હાથ-પગ અને કરોડરજ્જુ મજબૂત બને છે તેમજ બાળકોની ઉંચાઇ વધારવામાં બહુ જ અસરકારક રહે છે. પેટાના આંતરડા, હૃદય અને ફેફસાની તંદુરસ્તી માટે પણ આ આસન બહુ લાભદાયી છે. તો ચાલો જાણીયે ચક્રાસન ક્યારે કરવું અને ક્યારે ન કરવું તેમજ તેના ફાયદાઓ વિશે…
આસન પરિયય – ચક્રાસન
યોગ દર્શનમાં આજે આપણે ચક્રાસન કરવાની રીત અને તેના ફાયદા- મર્યાદાઓ વિશે જાણીશું. ચક્ર જેવો આકાર ધરાવતું હોવાથી આ યોગાસનનું નામ ચક્રાસન રાખવામાં આવ્યું છે. આ એક ઉચ્ચ શ્રેણીમાં આવતું આસન છે, જે બહુ ફાયદાકારક છે. ચક્રાસન કરવા માટે સર્વપ્રથમ મેટ પર સીધા સુઇ જાવો. ત્યારબાદ બંને પગ વાળીને યોગ્ય રીતે એક લાઈનમાં રાખવા. હવે બંને હાથ વાળીને પંજા ખભાની પાસે નીચે જમીન પર ટેકવો. ત્યારબાદ શરીરને સંતુલિત કરી. હવે કમરના ભાગને આકાશ તરફ ઉઠાવવો. ત્યારબાદ છાતી અને હાથને સીધા કરીને તેને પણ ઉપરની તરફ લઇ જાઓ. સંપૂર્ણ શરીર ઉપર લઇ ગયા બાદ ક્ષમતા અનુસાર ચક્રાસનની સ્થિતિમાં રોકાવું. છેલ્લે મૂળ સ્થિતિમાં આવતી વખતે પગ અને માથાના ભાગને પહેલા નીચેની તરફ લાવવા, ત્યારબાદ ખભાને જમીન સાથે અડાડવો અને પછી કમર અને પીઠનો ભાગ જમીન પર પરત લાવીને શરીરને વિરામ આપો.
શ્વસન પદ્ધતિ
ચક્રાસનનો અભ્યાસ કરતી વખતે શરીરને આકાશ તરફ લઈ જતી વખતે શ્વાસ લેવો, શરીરને મૂળ સ્થિતિમાં પરત લાવતી વખતે શ્વાસ છોડવો.
ભગીરથ આસન ક્યારે અને કેટલી વાર કરવું
ચક્રાસનનો અભ્યાસ ખાલી પેટે સવાર કે સાંજ કરી શકાય. શરૂઆતમાં એક કે બે વાર અભ્યાસ કરવો. ત્યારબાદ પ્રેક્ટિસ વધારી આસનમાં થોડુંક રોકાઈ શકાય. ખાસ નોંધ- તેમ છતાં અભ્યાસ પોતાની ક્ષમતા અનુસાર કરવો.
ચક્રાસન આસન કરવાના ફાયદાઃ-
- આ યોગાસન બહુ ફાયદાકારક છે
- ચક્રાસનનો અભ્યાસ ક્ષમતા અનુસાર કરવો
- બાળકો માટે આ આસન વધુ ઉત્તમ છે
- કરોડરજ્જુમાં ખૂબ જ ખેંચાણ આવે છે
- લોહીનું પરિભ્રમણ સ્પાઇનમાં વધારે છે
- કરોડરજ્જુના મણકા મજબૂત બને છે
- હાથ અને પગના સ્નાયુ મજબુત બને છે
- શરીરની ગ્રંથિ તંત્રને ક્રિયાશીલ રાખે છે
- આંતરડા, હૃદય અને ફેફસા માટે વધુ લાભદાયી છે
- બાળકોની શારીરિક ઊંચાઈ વધારવામાં મદદ કરે છે
- આસન અભ્યાસ ઉર્જા અને સ્ફૂર્તિ આપે છે
આ પણ વાંચો | યોગ દર્શન : મનની શાંતિ માટે કરો ભગીરથ આસન, જાણો આ આસન કરવાની રીતે અને ફાયદાઓ
ચક્રાસન કોણે ન કરવું :-
- જે લોકોને હાથ પગના સાદા અથવા તો પેટના કે સ્પાઇનના ભાગમાં સર્જરી કરાવી હોય તેમણે આ આસન કરવો નહીં.
- યોગ શિક્ષકની સલાહ અનુસાર તેમની દેખરેખમાં ચક્રાસનનો અભ્યાસ કરી શકાય છે.