Yoga Darshan Anulom Vilom Pranayam Steps and Benefits : યોગ દર્શનમાં આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ વિશે જાણકારી મેળવીશું.અનુલોમ વિલોમ પ્રાણાયામનો અભ્યાસ કરવાથી તનને ઉર્જા મળે છે અને મન શાંત થાય છે. મનની એગ્રકતામાં વધારો થાય છે તેમજ શરીરમાં લોહીનું શુદ્ધિકરણ કરવાની સાથે સાથે હાઇ બ્લડ પ્રેશરની બીમારીમાં પણ ફાયદાકારક છે. તો ચાલો જાણીયે અનુલોમ વિલોમ પ્રાણાયામ કેવી અને ક્યારે કરવું તેમજ તેના ફાયદાઓ વિશે…
આસન પરિયય – અનુલોમ વિલોમ પ્રાણાયામ
મને શાંત કરનાર અને શરીરને ઉર્જા પ્રદાન કરનાર પ્રાણાયામ એટલે કે અનુલોમ વિલોમ પ્રાણાયામ. અભ્યાસ કર્યા પછી કે ઉષ્મા પ્રેરક વ્યાયામ થયા બાદ અનુલોમ વિલોમ પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ. અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવા માટે સૌથી પહેલા સ્વચ્છ અને શાંત વાતાવરણમાં બેસવું. ત્યારબાદ શરૂઆતમાં પાંચ છ વાર ઊંડા લાંબા શ્વાસ લેવા તેમારી ક્ષમતા અનુસાર. જમણા હાથની મુદ્રા બનાવી. સર્વ પ્રથમ જમણા હાથથી જમણી બાજુનું એક નાક બંધ કરી ડાબા નાક વડે શ્વાસ લેવો. હવે ડાબી બાજુનું નાક બંધ કરી જમણા નાકમાંથી શ્વાસ બહાર કાઢવો. ત્યારબાદ ફરીથી જમણા નાકમાંથી શ્વાસ લઇને જમણી નાક બંધ કરી ડાબી બાજુની નાસિકાથી શ્વાસ બહાર કાઢવો. આ પ્રકારે અભ્યાસ બેથી ચાર મિનિટ કરી શકાય.
અનુલોમ વિલોમ પ્રાણાયામ ક્યારે અને કેટલી વાર કરવું
અનુલોમ વિલોમ પ્રાણાયામનો સવારે કે સાંજે ખાલી પેટે અભ્યાસ કરવો. શક્ય હોય તો શાંત વાતાવરણમાં અને સ્વચ્છ વાતાવરણમાં અભ્યાસ કરવો. અવાજ થી દૂર હોય તેવા સ્થળે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવું જોઇએ.
આ પણ વાંચો | યોગ દર્શન : તાડાસન વેરિયેશન – શારીરિક સંતુલન અને માનસિક એકાગ્રતા વધારશે, બાળકો માટે બહુ લાભદાયી
અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાના ફાયદાઃ-
- ક્રિયા લાબી અને ઊંડી થાય છે
- મને શાંત કરે છે
- શરીર અને મનને ઉર્જા પ્રદાન કરે છે
- લોહીનું શુદ્ધિકરણ થાય છે.
- લોહીનો પરિભ્રમણ સુધરે છે
- હાઈ બ્લડપ્રેશરની બીમારીમાં ફાયદાકારક છે
- શરીરમાં પ્રાણ શક્તિનો વિસ્તાર કરે છે
- ફેફસાંના વિકારો દૂર કરે છે.