scorecardresearch
Premium

બગાસું કેમ આવે છે? જાણો થાક અને ઊંઘ સિવાયના અન્ય મહત્વના કારણો

બગાસું કેમ આવે છે? બગાસા આવવા એ એક કુદરતી છે. બગાસા આવવાના વિવિધ કારણો હોઇ શકે છે. થાક અને ઊંઘ સિવાયના અન્ય મહત્વના કારણોનો પણ સમાવેશ થાય છે. બગાસું આવવાના કારણો વિશે વધુ જાણવા માટે આ લેખ વાંચો.

બગાસું કેમ આવે છે? જાણો થાક અને ઊંઘ સિવાયના અન્ય મહત્વના કારણો | Yawing causes remedies and Health problem signals
બગાસું કેમ આવે છે? થાક અને ઊંઘ સિવાયના અન્ય મહત્વના કારણો પણ હોઇ શકે છે. (ફોટો ક્રેડિટ ફ્રિપીક)

બગાસું કેમ આવે છે? બગાસા આવવા એ એક કુદરતી છે. મગજમાં ઓક્સિજનનો જથ્થો ઘટે અને કાર્બન ડાયોક્સાઇડ વધે ત્યારે શરીર બગાસા મારફતે બહારથી વધારાનો ઓક્સિજન અંદર લે છે. બગાસા આવવા એ થાક, ઊંઘ અને કંટાળાની નિશાની છે. પરંતુ અતિશય બગાસા એ સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત પણ હોઇ શકે છે.

બગાસું ખાવું ઘણીવાર ઊંઘ અથવા કંટાળા સાથે સંકળાયેલું હોય છે, અને તે તમારા મગજને તમારા શરીરને જાગૃત રાખવામાં મદદ કરે છે. પરંતુ જો તમે દિવસ અને રાત, વારંવાર બગાસા ખાઓ છો, તો તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓની નિશાની હોઈ શકે છે.

નિષ્ણાતો કહે છે કે વધુ પડતા બગાસા આવવા એ હૃદયની સમસ્યાઓ અથવા માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ અંગે સંકેત સૂચવી શકે છે. જે ચિંતાનું કારણ બની શકે છે.

મુંબઈ સ્થિત સર એચએન રિલાયન્સ હોસ્પિટલના ઇન્ટરનલ મેડિસિન સલાહકાર ડો. દિવ્યા ગોપાલ જણાવે છે કે, બગાસા એ કુદરતી છે પરંતુ વધુ પડતા બગાસા એ સ્વાસ્થ્ય સમસ્યાના સંકેત આપે છે. જોકે વધુ પડતાની ગણતરી વ્યક્તિલક્ષી છે. તે વ્યક્તિ વ્યક્તિએ બદલાઇ શકે છે.

પરંતુ મૂળભૂત રીતે જો બગાસા વારંવાર અને સતત આવતા હોય અને તેની સાથે થાક, શ્વાસ લેવામાં તકલીફ અથવા ચક્કર જેવા અન્ય લક્ષણો પણ હોય, તો તમારે આરોગ્ય સંભાળ વ્યાવસાયિકનો સંપર્ક કરવો જોઈએ. તે મોટે ભાગે અચાનક અને કોઈ દેખીતા કારણ વગર થાય છે.

સતત બગાસા આવવા શું સુચવે છે?

ડૉ. ગોપાલે કહ્યું કે વધુ પડતા બગાસા આવવા એ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સંકેત આપી શકે છે જેમ કે:

  • ઊંઘનો અભાવ: સારી ઊંઘનો અભાવ બગાસું આવવાનું કારણ બની શકે છે.
  • કંટાળો અથવા થાક: માનસિક થાક વારંવાર બગાસું આવવાનું કારણ બની શકે છે.
  • હૃદયની સમસ્યાઓ: વધુ પડતા બગાસા આવવા એ વેગસ નર્વ સાથે પણ જોડાયેલ હોઈ શકે છે, જે મગજથી હૃદય અને પેટ સુધી ચાલે છે.
  • ન્યુરોલોજીકલ સમસ્યાઓ: કેટલાક કિસ્સાઓમાં, બગાસા આવવાનું પ્રમાણ વધવું એ વાઈ જેવી ન્યુરોલોજીકલ સમસ્યાઓ સાથે પણ સંકળાયેલ હોઈ શકે છે .
  • મગજની સમસ્યાઓ: જોકે ખૂબ જ દુર્લભ છે, વધુ પડતા બગાસા આવવા એ કેટલાક લોકોમાં મગજની ગાંઠનો સંકેત પણ આપી શકે છે.

શું તે આયર્નની ઉણપ સાથે પણ જોડાયેલું છે?

ડો. દિવ્યા ગોપાલ જણાવે છે કે, લોહીમાં ઓક્સિજન પરિવહન માટે આયર્ન આવશ્યક છે. જ્યારે આયર્નનું સ્તર ઓછું હોય છે, ત્યારે શરીરને ઓક્સિજન પહોંચાડવામાં ઘટાડો થઈ શકે છે, જેના કારણે બગાસા આવવાનું પ્રમાણ વધી જાય છે. શરીર ઓક્સિજનનું સેવન વધારવા અને સતર્કતા સુધારવા માટે બગાસું ખાય છે.

આરોગ્ય અને જીવનશૈલી અંગે વધુ લેખ વાંચો

સ્લીપ એપનિયા અથવા ફેફસાના ક્રોનિક રોગો જેવી સ્થિતિઓ ઓક્સિજનનું સ્તર ઓછું કરી શકે છે અને વારંવાર બગાસું આવવાનું કારણ બની શકે છે.

ઘરેલુ ઉપચાર આ સમસ્યા કેવી રીતે ઠીક કરી શકે?

સતત બગાસા આવવાની સમસ્યા હોય તો એમાં ઘરેલું ઉપાયથી એ ઠીક કરી શકાય છે. જોકે આરોગ્ય સંભાળ વ્યાવસાયિકની સલાહ લેવી જરૂરી છે.

  • ઊંઘમાં સુધારો: નિયમિત પુરતી ઊંઘ લો. ઊંઘની રીતો અને આરામદાયક ઊંઘનું વાતાવરણ સુનિશ્ચિત કરો.
  • આયર્નનું સેવન વધારવું: તમારા આહારમાં પાલક જેવા આયર્નથી ભરપૂર ખોરાક અને સફરજન અને બેરી જેવા ફળોનો સમાવેશ કરો.
  • હાઇડ્રેટેડ રહેવું: ડિહાઇડ્રેશન અને આયર્નની ઉણપના લક્ષણો ખૂબ સમાન છે. પ્રમાણમાં પાણી પીવો અને શરીરને હાઇડ્રેટેડ રાખો.
  • નિયમિત કસરત: શારીરિક પ્રવૃત્તિ ઓક્સિજનના સ્તર અને એકંદર સુખાકારીમાં મદદ કરી શકે છે.

અસ્વીકરણ: આ લેખ જાહેર ડોમેન અને નિષ્ણાતો સાથે કરેલી માહિતી આધારિત છે. કોઈપણ દિનચર્યા શરૂ કરતા પહેલા હંમેશા તમારા આરોગ્ય વ્યવસાયીની સલાહ લો.

Web Title: Yawing causes remedies and health problem signals

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×