scorecardresearch
Premium

World Childrens Day 2024: વિશ્વ બાળ દિવસ 20 નવેમ્બરે કેમ ઉજવાય છે? જાણો ચિલ્ડ્રન્સ ડેનો ઇતિહાસ અને મહત્વ

World Childrens Day 2024 Significance: વિશ્વ બાળ દિવસ દર વર્ષે 20 નવેમ્બરે ઉજવાય છે. દુનિયાભરમાં બાળકોના અધિકારો રક્ષણ અને જાગૃતિ વધારવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે.

World Childrens Day 2024 | World Childrens Day Date | World Childrens Day 2024 | World Childrens Day Theme | World Childrens Day History | World Childrens Day significance | વિશ્વ બાળ દિવસ 2024
World Childrens Day 2024: આંતરરાષ્ટ્રીય બાળ દિવસ 20 નવેમ્બરે ઉજવાય છે. (Photo: Freepik)

World Children’s Day 2024 History And Significance: વિશ્વ બાળ દિવસ દર વર્ષે 20 નવેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. તે દુનિયાભરમાં બાળકોના અધિકારો અને તેના વિશે જાગૃતિ વધારવા માટે ઉજવવામાં આવે છે. તમને જણાવી દઇયે કે, વિશ્વ બાળ દિવસના 6 દિવસ પહેલા ભારતમાં બાળ દિવસ ઉજવાય છે. ચાલો જાણીયે વિશ્વ બાળ દિવસ ક્યારથી અને કેમ ઉજવાય છે.

World Children’s Day History : વિશ્વ બાળ દિવસ ક્યારથી ઉજવાય છે?

વિશ્વ બાળ દિવસ ઉજવણીની શરૂઆત વર્ષ 1954માં કરવામાં આવી હતી. તે વર્ષે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (યુએનજીએ) એ 20 નવેમ્બરને આંતરરાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઉજવવાનો ઠરાવ પસાર કર્યો હતો.

વિશ્વ બાળ દિવસ કેમ ઉજવાય છે?

વિશ્વ બાળ દિવસની ઉજવણીનો હેતુ બાળકોના અધિકારો અંગે જાગૃતિ લાવવાનો અને તેમના વિકાસ, શિક્ષણ અને સંરક્ષણ માટે સમગ્ર સમગ્ર દુનિયામાં સાનુકૂળ વાતાવરણ ઉભું કરવાનો છે.

World Children’s Day Significance: વિશ્વ બાળ દિવસનું મહત્વ

યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ) જણાવે છે કે લિંગ, જાતિ, ધર્મ, વિકલાંગતા અથવા અન્ય કોઈપણ પરિસ્થિતિમાં દરેક બાળક, તમામ પ્રકારના ભેદભાવ વગર શામેલ થવા અને સુરક્ષિત રહેવાને પાત્ર છે.

World Children’s Day 2024 Theme : વિશ્વ બાળ દિવસ 2024 થીમ

વિશ્વ બાળ દિવસ દર વર્ષે એક નવી થીમ સાથે ઉજવવામાં આવે છે. આ વખતે વિશ્વ બાળ દિવસ 2024ની થીમ છે – ફોર એવરી ચાઈલ્ડ, એવરી રાઈટ. આ વર્ષની થીમ લોકોનું ધ્યાન એ સુનિશ્ચિત કરવા તરફ આકર્ષિત કરે છે કે બાળકો ગમે ત્યાં હોય, તેમને તેમના મૂળભૂત અધિકારો મળે.

ભારતમાં બાળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

વિશ્વ બાળ દિવસ ના 6 દિવસ પહેલા એટલે કે 14 નવેમ્બરે ભારતમાં બાળ દિવસ ઉજવાય છે. 14 નવેમ્બર 1889ના રોજ ભારતના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો જન્મ થયો હતો. પૂર્વ વડાપ્રધાનને નાના બાળક ખૂબ જ પ્રિય હતા. તેથી જવાહરલાલ નહેરુના જન્મદિવસને ભારતમાં બાળ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. બાળકો તેમને પ્રેમથી ચાચા નેહરુ કહીને બોલાવતા હતા. તેમનું માનવું હતું કે બાળકો દેશનું ભવિષ્ય છે અને તેમનો યોગ્ય વિકાસ જ રાષ્ટ્રની પ્રગતિનો આધાર છે.

Web Title: World childrens day 2024 theme significance history of 20 november date as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×