scorecardresearch
Premium

Side Effects Of Salt: 1 વર્ષથી નાના બાળકના ભોજનમાં મીઠું ઉમેરવું કે નહીં? જાણો ભારતીય દરરોજ કેટલું મીઠું ખાય છે?

Side Effects Of Salt On Babies Under 1 years: મીઠું એટલે કે નમક ભોજનનો સ્વાદ વધારે છે પરંતું તેનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવું જોઇએ. ખાસ કરીને 1 વર્ષથી નાના બાળકોને મીઠું નાંખેલું ભોજન ન આપવાની સલાહ આપવામાં આવે છે. જાણો કેમ

salt | Side Effects Of Salt | Side Effects Of Salt On Babies
Side Effects Of Salt On Babies Under 1 years: નાના બાળકના ભોજનમાં મીઠું ઉમેરવાથી શરીરને નુકસાન થાય છે. (Photo: Freepik)

Side Effects Of Salt On Babies Under 1 years: નાના બાળકના સ્વાસ્થ્યની બહુ કાળજી રાખવી પડે છે. સામાન્ય રીતે બાળક 6 કે 7 મહિનાનું થયા બાદ માતાના દૂધ ઉપરાંત બહારનું ભોજન ખવડાવાની ડોક્ટર સલાહ આપે છે. 1 વર્ષ કરતા ઓછી ઉંમરના નાના બાળકને બાફેલું સફરજન, દાળનું પાણી, ફળના રસ વગેરે જેવી ચીજો ખવડાવાય છે. આ ચીજો સરળતાથી પચી જાય છે. ઘણા લોકો દાળનું પાણી, દાળ ભાત કે, દલિયા જેવી ચીજો ખવડાવે છે, જેમા મીઠું / નમક હોય છે. સામાન્ય રીતે ડોક્ટર 1 વર્ષથી નાની ઉંમરના બાળકને મીઠું વાળી ચીજ ખવડાવાની મનાઇ કરે છે. નમકથી સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે છે. ચાલો જાણીયે વિગવતવાર

તમને જણાવી દઇયે કે, નાના બાળકની કિડની સંપૂર્ણ પણ વિકસીત નથી હોતી. આવી સ્થિતિમાં વધારે મીઠું ખાવાથી કિડની પર દબાણ આવી શકે છે. બાળકને કિડની બ્લડ માંથી વધારાનું મીઠું યોગ્ય રીતે બહાર કાઢી શક્તિ નથી. તેનાથી કિડની પર દબાણ આવે છે અને ભવિષ્યમાં કિડની સંબંધિત બીમારી થવાનો ખતરો વધી જાય છે.

  • અત્યંત વધારે સોડિયમ શરીર માંથી કેલ્શિયમને બહાર કાઢી શકે છે. આ કેલ્શિયમ કિડની માં જમા થતા પથરી / સ્ટોન બનવાનું કારણ બની શકે છે.
  • જે બાળકોને નાનપણથી વધારે નમકનું સેવન કરાવાય છે, તે યુવાન થતા હાઇપરટેન્શનની બીમારી થવાનું જોખમ રહે છે.
  • વધારે મીઠું ખાવાથી શરીરમાં પાણીની ઉણપ થઇ શકે છે. તેનાથી નાના બાળકમાં ડિહાઇડ્રેશનનો ખતરો વધી શકે છે.
  • મીઠું શરીર માંથી કેલ્શિયમને બહાર કાઢે છે, જેનાથી હાકડાંમાં કેલ્શિયમની ઉણપ થઇ શકે છે, હાડકાં નબળા પડે છે. યુવા વયે જ હાડકાં સંબંધિત બીમારી થવાનું જોખમ રહે છે.

દરરોજ કેટલા ગ્રામ મીઠું ખાવું જોઇએ?

મીઠું ભોજનનો સ્વાદ વધારે છે, જો કે તેનું સેવન પ્રમાણ કરવું જોઇએ. વધારે મીઠું ખાવાથી શરીરને નુકસાન થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા એ સલાહ આપી છે કે, લોકોએ દરરોજ માત્ર 5 ગ્રામ નમકનું સેવન કરવું જોઇએ. જ્યારે મોટાભાગના લોકો આ પ્રમાણ કરતા વધારે મીઠુંનું સેવન કરે છે. ભારતમાં એક વ્યક્તિ દરરોજ સરેરાશ 10 ગ્રામ મીઠુંનું સેવન કરે છે. જે ગંભીર બાબત છે. WHOનું કહેવું છે કે, વધારે મીઠું ખાવાથી દુનિયામાં દર વર્ષે અંદાજે 25 થી 30 લાખ લોકોના મોત થાય છે.

વધારે મીઠું ખાવાથી કઇ બીમારી થાય છે?

વિશ્વ આરોગ્ય સંગઠનનું કહેવું છે કે, વધારે મીઠું ખાવાથી હૃદય રોગ અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. WHOના એક રિપોર્ટ મુજબ, વયસ્કો માટે પ્રતિ દિવસ 5 ગ્રામથી ઓછું મીઠુંનું સેવન બ્લડપ્રેશર, હૃદય રોગ, સ્ટ્રોક અને કોરોનરી હાર્ટ એટેકનું જોખમ ઓછું કરવામાં મદદ કરે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી છે. કોઇ પ્રકારના સવાલ, મૂંઝવણ કે વધારે માહિતી માટે ડોક્ટર કે હેલ્થ એક્સપર્ટ્સનો સંપર્ક કરવો.

Web Title: Why should not give salt to babies under 1 years side effects of salt as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×