scorecardresearch
Premium

Electric Shock in Human Body: અન્ય વ્યક્તિને અડતા જ કરંટ કેમ લાગે છે? આ કોઈ જાદુ છે કે વિજ્ઞાન

Electric Shock Reason in Human Body: વીજળીથી કરંટ લાગવાની વાત તો ઘણી વખત સાંભળી હશે પરંતુ ક્યારેય તમે સાંભળ્યું કે અનુભવ્યું છે કે કોઈને અડવાથી અચાનકથી જોરનો ઝટકો લાગ્યો હોય.

Electric Shock in Human Body, Science News, Knowledge News,
Electric Shock in Human Body | માણસને અડતા જ કેમ કરંટ લાગે છે.

Electric Shock in Human Body: વીજળીથી કરંટ લાગવાની વાત તો ઘણી વખત સાંભળી હશે પરંતુ ક્યારેય તમે સાંભળ્યું કે અનુભવ્યું છે કે કોઈને અડવાથી અચાનકથી જોરનો ઝટકો લાગ્યો હોય. શિયાળામાં તો આવું ઘણી વખત થાય છે. પરંતુ શું તમારા મનમાં ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આખરે આવું કેમ બને છે. ઘણા લોકો વિચારે છે કે આ કોઈ જાદુ છે તો કેટલાકને તો ખબર જ નથી કે આવું કેમ બને છે? જો તમે પણ તેમાના એક છો તો ચાલો જાણી લઈએ કે તેની પાછળ કોઈ જાદુ છે કે વૈજ્ઞાનિક કારણ.

માણસને અડતા જ કેમ કરંટ લાગે છે?

જો તમે પણ તેમાના એક છો જેમને માણસને અડતા જ કરંટ લાગે છે તો જાણી લો તેની પાછળનું કારણ. ખરેખરમાં આ કોઈ જાદુ નથી પરંતુ તેની પાછળ વિજ્ઞાન છે. ખરેખરમાં જે માણસના શરીરમાં ઈલેક્ટ્રોનની સંખ્યા વધી જાય છે તેના શરીરમાં નેગટિવ ચાર્જ પણ વધી જાય છે. આવામાં જ્યારે નેગેટિવ ઈલેક્ટ્રોન કોઈ વ્યક્તિ કે વસ્તુમાં રહેલા પોઝિટિવ ઈલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષિત કરે છે. વૈજ્ઞાનિકોનું માનીએ તો જ્યારે નેગેટિવ ઈલેક્ટ્રોન્સ, પોઝિટિવ ઈલેક્ટ્રોન્સને પોતાની તરફ આકર્ષિત કરે છે તો કોઈ માણસ અને વસ્તુને અડવાથી કરંટ લાગે છે.

આ પણ વાંચો: જાણો દેશના બીજા સૌથી લાંબા અમૃતસર-જામનગર એક્સપ્રેસ વે વિશે, 80 હજાર કરોડ રૂપિયાનો થશે ખર્ચ

આ વસ્તુને અડવાથી લાગે છે કરંટ

હવે તે પણ જાણી લઈએ કે તેવી કઈ વસ્તુઓ છે જેને અડવાથી વધુ કરંટ લાગે છે. સૌથી વધુ કરંટ શિયાળાની ઋતુમાં અનુભવાય છે. આ વિન્ટરમાં ઉની કપડાને અડવાથી, મેટલની વસ્તુઓને અડવાથી અને નાયલોન, પોલિએસ્ટર જેવા કપડાઓને અડવાથી કરંટ લાગે છે. વાળમાં ચટપટનો અવાજ પણ આવે છે.

શિયાળા કે ઉનાળામાં ક્યારે આવું વધુ થાય છે

જોકે કોઈને અડવાથી કરંટ કોઈ પણ ઋતુમાં લાગે છે. પછી ભલે તે ગરમી હોય કે ઠંડી કે પછી વરસાદ. પરંતુ શિયાળાની ઋતુમાં આવું વધુ થાય છે. અહીં સુધી કે ખુલ્લા વાળમાં પણ ચટપટનો અનુભવ થાય છે. માણસના શરીરથી લાગતો કરંટ વીજળીના ઝટકાથી પણ વધુ લાગે છે.

Web Title: Why do people get an electric shock just by touching another person rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×