scorecardresearch
Premium

ખોરાક પેક કરવા માટે કયું પેપર યોગ્ય? એલ્યુમિનિયમ ફોઇલ કે બટર પેપર, કોનો ઉપયોગ કરવો જોઈએ?

butter paper vs Aluminium Foil: જો તમારે એલ્યુમિનિયમ ફોઇલ અને બટર પેપર વચ્ચે કોઈ એક વિકલ્પ પસંદ કરવો હોય તો તમારે ચોક્કસપણે બટર પેપર પસંદ કરવું જોઈએ.

butter paper vs Aluminium Foil
જાણો એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કેમ ન કરવો જોઈએ. (તસવીર: Freepik)

બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધી મોટાભાગના લોકો ટિફિન પેક કરવા માટે એલ્યુમિનિયમ ફોઇલ કે બટર પેપરનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આમાંથી એક વિકલ્પ તમારા સ્વાસ્થ્ય માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે? નિષ્ણાતો ખોરાક પેક કરવા માટે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ ટાળવાની સલાહ આપે છે. ચાલો જાણીએ કે એલ્યુમિનિયમ ફોઇલ અને બટર પેપરમાંથી કયો વિકલ્પ પસંદ કરવો તે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે નહીં.

એલ્યુમિનિયમ ફોઇલ કે બટર પેપર?

જો તમારે એલ્યુમિનિયમ ફોઇલ અને બટર પેપર વચ્ચે કોઈ એક વિકલ્પ પસંદ કરવો હોય તો તમારે ચોક્કસપણે બટર પેપર પસંદ કરવું જોઈએ. જો આ બંનેની તુલના કરવામાં આવે તો ખોરાક પેક કરવા માટે બટર પેપરને બદલે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરવો તમારા સ્વાસ્થ્ય માટે અનેક ગણો વધુ હાનિકારક સાબિત થઈ શકે છે. તેથી ખોરાકને ફક્ત બટર પેપરથી જ પેક કરવો વધુ સારું છે.

એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કેમ ન કરવો જોઈએ?

જો તમે એલ્યુમિનિયમ ફોઇલથી ખોરાક પેક કરો છો તો સિલ્વર ફોઇલમાં હાજર કણો ખોરાકમાં રિલીઝ થઈ શકે છે. આ જ કારણ છે કે તમારે ગરમ ખોરાક અથવા વિટામિન સીથી ભરપૂર ખાદ્ય પદાર્થોને એલ્યુમિનિયમ ફોઇલમાં બિલકુલ લપેટીને ના રાખવા જોઈએ. સિલ્વર વરખ ખોરાકમાં ઓગળી શકે છે અને રિએક્ટ કર શકે છે, જેના કારણે તમારા આંતરડાના સ્વાસ્થ્ય, મગજના સ્વાસ્થ્ય અને હાડકાના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે.

આ પણ વાંચો: રક્ષાબંધન પર ઘરે બનાવો બિહાર અને બનારસમાં ખવાતી પ્રખ્યાત મીઠાઈ, જેનું નામ છે ‘લોંગ લતા’

બટર પેપર વધુ સારું સાબિત થશે

તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે બટર પેપર સેલ્યુલોઝમાંથી બનાવવામાં આવે છે. આ કાગળથી ખોરાકને લપેટીને, તમારા ખોરાકમાં હાજર વધારાનું તેલ શોષાશે નહીં, પરંતુ ભેજ પણ તમારા ખોરાકમાં પ્રવેશશે નહીં. આ ઉપરાંત બટર પેપર એલ્યુમિનિયમ ફોઇલ કરતા વધુ તાપમાનનો સામનો કરી શકે છે. આ જ કારણ છે કે બટર પેપરને એલ્યુમિનિયમ ફોઇલ કરતા વધુ સારું માનવામાં આવે છે.

Web Title: Which paper should be used for packing food butter paper vs aluminium foil rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×