વરસાદની સીઝનમાં ડેન્ગ્યુના કેસ ઝડપથી વધતા હોય છે, ડેન્ગ્યુ ફેલાવાનું સૌથી મોટું કારણ વરસાદને કારણે પાણી ભરાઈ જવું છે, જેના કારણે મચ્છરોની સંખ્યા વધી જાય છે અને રોગો ફેલાઈ છે. બાળકોમાં પણ ડેન્ગ્યુના ઘણા કેસ આ સીનમાં વધતા હોય છે. જ્યારે ડેન્ગ્યુ થાય છે ત્યારે શરીરમાં પ્લેટલેટ કાઉન્ટ ઘટવા લાગે છે, જેના પછી દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો પડે છે. અહીં અમે તમને બાળકોમાં જોવા મળતા ડેન્ગ્યુના લક્ષણો અને આ ગંભીર રોગથી બચવાના ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.
બાળકોમાં ડેન્ગ્યુના લક્ષણો
સામાન્ય રીતે બાળકોમાં ડેન્ગ્યુના લક્ષણો સામાન્ય તાવ જેવા હોય છે. એડીસ મચ્છર કરડ્યા પછી 4 દિવસથી 2 અઠવાડિયા વચ્ચે ગમે ત્યારે ડેન્ગ્યુના લક્ષણો દેખાઈ શકે છે. બાળકોને ડેન્ગ્યુ થાય ત્યારે ફ્લૂ જેવા લક્ષણો 2 થી 7 દિવસ સુધી રહી શકે છે.
ખૂબ તાવની સાથે માથાનો દુખાવો, આંખો પાછળ દુખાવો, ઉબકા/ઉલટી, સાંધા, હાડકા અને સ્નાયુઓમાં દુખાવો અને ત્વચા પર લાલ ફોલ્લીઓ જોવા મળે છે.
આ પણ વાંચો: ચહેરા પરના કાળા ડાઘ કેવી રીતે દૂર કરવા, આ રહ્યા કપાળ પર પડેલા કાળા ડાઘ દૂર કરવાના ઘરગથ્થુ ઉપાયો
ડેન્ગ્યુથી બચવાના ઉપાયો
- જો બાળકો ઘરની બહાર જાય છે તો તેમને આખી બાંયના શર્ટ અને આખું પેન્ટ પહેરાવીને મોકલો.
- બાળકોનો રમવાનો સમય મર્યાદિત કરો અને સાંજ અને સવારના સમયે તેમને બહાર મોકલવાનું ટાળો, કારણ કે આ સમય દરમિયાન મચ્છર સૌથી વધુ સક્રિય હોય છે.
- જો બાળકને 2 દિવસ સુધી સતત તાવ રહે છે તો ડૉક્ટરની સલાહ લો.
- બાળકોને પુષ્કળ પ્રવાહી આપો જેથી તેમના શરીરમાં પાણીની કમી ન રહે.
- બાળકોનો ઓરડો હંમેશા સાફ રાખો.
- ડેન્ગ્યુના કિસ્સામાં બાળકોમાં લક્ષણો મેલેરિયા અને ટાઇફોઇડ તાવના લક્ષણો જેવા દેખાઈ શકે છે. જો બીમારીની યોગ્ય સમયે જાણકારી મળી જાય તો તરત જ તેની સારવાર કરાવો.
(આ લેખ સામાન્ય માહિતી માટે છે, કોઈપણ ઉપાય અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ લો)