Vaishno Devi Yatra : આ વખતે ચૈત્ર નવરાત્રી 30 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. ભક્તો માતારાણીના નવ સ્વરુપો શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, મા કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની પૂજા કરશે. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો મા વૈષ્ણોદેવીના દર્શન કરવા જાય છે. નવરાત્રીના નવ દિવસ માતરાણીના દરબારમાં ભક્તોની ભીડ જામતી હોય છે. અહીં દૂર દૂરથી લોકો આવે છે. જો તમે પણ આ વખતે વૈષ્ણો દેવીની ટ્રિપ પ્લાન કરી રહ્યા છો તો અહીં જણાવેલી ટિપ્સ ફોલો કરો. આનાથી તમારી યાત્રા સરળ બનશે.
અગાઉથી બુકિંગ કરો
નવરાત્રીમાં પીક સિઝનના કારણે વૈષ્ણોદેવી પહોંચવા માટે ટ્રેન અને રૂમ અગાઉથી બુક કરાવી લો. કારણ કે આ સમય દરમિયાન અહીં વધારે ભીડના કારણે રૂમ મેળવવામાં મુશ્કેલી આવી શકે છે. ઉપરાંત મુસાફરી શરૂ કરતા પહેલા નોંધણી કરવાનું ભૂલશો નહીં.
ગરમ કપડાં વગર ન જાઓ
ભલે મોસમ બદલાયી ગયું છે. ગરમીઓ શરુ થઇ ગઇ છે પરંતુ તમને માતરાણીના નિવાસસ્થાનમાં તમને ઠુંડુ વાતાવરણ જોવા મળશે. આથી વૈષ્ણોદેવી જતા હોય તો પોતાની સાથે ગરમ વસ્ત્રો અવશ્ય રાખો.
આ પણ વાંચો – ગરમીમાં જીમ કરવું મોંઘું ના પડી જાય, આ ટિપ્સને કરો ફોલો અને રહો ફિટ
યાત્રા માટે આ વસ્તુઓને સાથે રાખો
જો તમે પણ માતારાણીના દર્શન કરવા જઇ રહ્યા છો તો કેટલીક વસ્તુઓ સાથે જ રાખો. ધામ સુધી પહોંચવા માટે તમારે ઘણા કિલોમીટર સુધી ચઢવું પડશે. રાત્રે અંધકારને દૂર કરવા માટે ટોર્ચ અવશ્ય સાથે રાખો.
ચાલતા સમયે આ વાત ધ્યાનમાં રાખો
કેટલાક લોકો ઉઘાડા પગે મુસાફરી કરીને માતારાણીના દરબારમાં પહોંચે છે, તો કેટલાક લોકો મોજા કે ફૂટવેર પહેરે છે. જો તમે ફૂટવેર પહેરીને મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો ચોક્કસ તમારી સાથે આરામદાયક ફૂટવેર લો. આનાથી તમને ચાલવામાં સરળતા રહેશે.