scorecardresearch
Premium

Til Halwa Recipe: ઉત્તરાયણ સ્પેશિયલ તલનો હલવો રેસીપી, લાડુ અને ચીકી કરતા વધુ સ્વાદિષ્ટ

Uttarayan Special Til Halwa Recipe: ઉત્તરાયણ પર તલના લાડુ અને ચીકી ખાઇ કંટાઇ ગયા છો તો તલના હલવાની યુનિક વાનગી ટ્રાય કરી શકો છો. ઓછી સામગ્રીમાં ફટાફટ તૈયાર થતો તલના હલવાનો સ્વાદ તલના લાડુ અને ચીકીને ટક્કર મારે તેવો છે.

Til Halwa Recipe | Uttarayan Special Food
Til Halwa Recipe: ઉત્તરાયણ પર તલનો હલવો બનાવવાની રેસીપી. (Photo: Freepik)

Uttarayan Special Til Halwa Recipe: ઉત્તરાયણ પર પતંગ ઉડાવવાની સાથે સાથે તલ માંથી બનેલી વાનગીઓ ખાવાની મજા પડે છે. ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવાર દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ દેશભરમાં ધામધૂમથી ઉજવાય છે. ઉત્તરાયણ પર તલની ચીક્કી, તલના લાડુ ખાવાનો રિવાજ છે. આપણે વર્ષોથી તલના લાડુ અને ચીક્કી ખાઇયે છીએ. આ વખતે તમે તલની એક સ્પેશિયલ વાનગી બનાવી ઉત્તરાયણને ખાસ બનાવી શકો છો.

મકર સંક્રાંતિ 2025 પર તમે તલનો હલવો બનાવી ખાઈ શકો છો. આ માટે શેફ સંજીવ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ખૂબ જ સરળ રેસિપી શેર કરી છે. આવો જાણીએ આ પુડિંગ બનાવવા માટે તમારે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે, સાથે જ જાણીયે તલનો હલવો બનાવવાની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ

તલનો હલવો બનાવવાની સામગ્રી

  • તલનો હલવો બનાવવા માટે 3/4 કપ સફેદ તલ (6 થી 7 કલાક સુધી પાણીમાં પલાળી રાખો)
  • 1 કપ સોજી
  • 1 કપ ઘી
  • દોઢ કપ ખાંડ બુરુ
  • 1/4 કપ ઝીણા સમારેલા બદામ, કાજુ અને પિસ્તા
  • 1 કે 2 ચમચી એલચી પાઉડર

તલનો હલવો બનાવવાની રેસીપી : Til Halwa Recipe:

  • તલનો હલવો બનાવવા માટે સૌથી પહેલા પાણીમાં પલાળેલા તલ પાણીમાં તલ કાઢી લો.
  • હવે મિક્સર જારમાં તલ સાથે 1/2 કપ પાણી નાંખી બારીક પેસ્ટ બનાવી લો.
  • ત્યાર પછી એક પેનમાં ઘી નાંખી સોજી સુગંધ આવે ત્યાં સુધી શેકો.
  • પેન માંથી સોજી અલગ કાઢી લો અને પછી તેમાં 1 કપ ઘી ગરમ કરો.
  • ઘી ગરમ થઈ જાય એટલે રવાને ફરી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો.
  • આ પછી પેનમાં તલની પેસ્ટ નાંખી ધીમે ધીમે હલાવો.
  • તલ અને રવા ઘી શોષી લે પછી તેમા 3-4 કપ ગરમ પાણી ઉમેરી હલાવો અને 8-10 મિનિટ ઢાંકીને પકવવા દો.
  • થોડાક સમય બાદ પેનમાં 1.5 કપ પીસેલી ખાંડ નાખી 1 થી 2 મિનિટ સુધી પકવવા દો.
  • છેલ્લે પેનમાં ઝીણા સમારેલા કાજુ બદામ પિસ્તા અને 1 ચમચી ઇલાયચી પાવડર નાંખી બરાબર મિક્સ કરી લો.
  • તમારો ટેસ્ટી તલ હલવો તૈયાર છે.

Web Title: Uttarayan special til halwa recipe in gujarati by chef sanjeev kapoor recipe video as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×