scorecardresearch
Premium

હોળી સેલિબ્રેશન આ 3 મીઠાઇઓ વગર અધુરું છે, જાણો તેના નામ અને બનાવવાની રેસીપી

Holi special food items : હોળી રંગો અને ખુશીઓનો તહેવાર છે. આ દિવસે લોકો રંગ અને ગુલાલથી ઉત્સાહ સાથે હોળી રમે છે. ઘણા લોકો આ દિવસે સ્વાદિષ્ટ મીઠાઈ પણ બનાવે છે

Holi Special Sweets, Holi 2025
Holi special food items : હોળી રંગો અને ખુશીઓનો તહેવાર છે. ણા લોકો આ દિવસે સ્વાદિષ્ટ મીઠાઈ પણ બનાવે છે (તસવીર – ફ્રીપિક)

Holi special food items : હોળી રંગો અને ખુશીઓનો તહેવાર છે. આ દિવસે લોકો રંગ અને ગુલાલથી ઉત્સાહ સાથે હોળી રમે છે. ઘણા લોકો આ દિવસે સ્વાદિષ્ટ મીઠાઈ પણ બનાવે છે. આ દિવસે લોકો ઘરે હોળી રમવા પણ આવે છે. આવી સ્થિતિમાં તમે આ મીઠાઈઓ સાથે ઘરે આવતા લોકોનું સ્વાગત કરી શકો છો. અહીં અમે તમને કેટલીક મીઠાઈ વિશે જણાવીશું, જેને તમે હોળીના અવસર પર તમારા ઘરે સરળતાથી બનાવી શકો છો.

ગુજીયા

ગુજીયા બનાવવા માટે તમારે 2 કપ મેંદાનો લોટ, અડધો કપ ઘી, એક કપ ખોયા, અડધો કપ ખાંડ, થોડાક ડ્રાયફ્રૂટ્સ, અડધી ચમચી એલચી અને તળવા માટે તેલની જરૂર પડશે. મેંદાના લોટમાં ઘી અને પાણી નાખી મિક્સ કરી લો. ખોયાને શેકીને તેમાં ખાંડ, ડ્રાયફ્રૂટ્સ અને એલાઇચી પાવડર ઉમેરો. હવે મેંદાની લોઇ બનાવો સ્ટફિંગને વચ્ચે રાખી લો અને તેને ફોલ્ડ કરીને સીલ કરી દો. હવે તેને ગરમ તેલમાં ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો. હવે તેને બ્રાઉન રંગના થઇ જાય પછી ઉતારી લો. તે ઠંડુ થયા પછી તમે તેને સર્વ કરી શકો છો.

માલપુઆ

માલપુઆ બિહાર-યુપી સહિત ઘણા રાજ્યોમાં હોળી પર પણ બનાવવામાં આવે છે. તમે તેને તમારા ઘરે પણ સરળતાથી બનાવી શકો છો. આને બનાવવા માટે તમારે 1 કપ લોટ, અડધો કપ સોજી, 1 કપ દૂધ, અડધો કપ ખાંડ, વરિયાળી અને એલાઇચી પાવડર, એક ચમચી ઘી અને તેલ તળવા માટે જરૂર પડશે.

હોળી પર માલપુઆ કેવી રીતે બનાવશો?

જો તમે હોળીના પર્વ પર માલપુઆ બનાવી રહ્યા છો, તો આ માટે સૌથી પહેલા લોટ, સોજી, ખાંડ, વરિયાળી અને દૂધ મિક્સ કરીને ખીરું તૈયાર કરો. હવે તેને ઢાંકીને એક કલાક માટે રહેવા દો. હવે કડાઇમાં તેલ નાખીને ગરમ કરો. હવે આ ખીરાને ગોળ આકારમાં રેડી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો. આ રીતે તમારો માલપુઆ તૈયાર થઈ જશે.

મસાલા થંડાઇ

હોળીના અવસરે ઠંડાઇ પીવાનો પણ ટ્રેન્ડ છે. આવી સ્થિતિમાં તમે તેને સરળતાથી તૈયાર પણ કરી શકો છો. આને બનાવવા માટે તમારે 2 કપ દૂધ, એક ચમચી વરિયાળી, 15 બદામ, 5 કાળા મરી, 3 ઇલાયચી, 2 કાજુ, ગુલાબજળ અને 3 ચમચી ખાંડની જરૂર પડશે.

મસાલા થંડાઇ બનાવવાની રીત

મસાલા થંડાઇ બનાવવા માટે સૌ પ્રથમ બદામ, કાજુ, વરિયાળી અને કાળા મરીને પાણીમાં લગભગ બે કલાક સુધી પલાળી રાખો. હવે તેને પીસીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને દૂધમાં નાખો અને તેમાં ખાંડ ઉમેરો. આ મિશ્રણને ફ્રિજમાં રાખી ઠંડુ કરો. હવે તેને ગાળીને તેમાં ગુલાબજળ ઉમેરો. આ રીતે તમે થંડાઇ તૈયાર કરી શકો છો.

Web Title: Traditional holi sweets thandai malpua and gujiya recipe ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×