દેશના ઘણા રાજ્યોમાં લોકો ભારે વરસાદને કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને વરસાદમાં ઇલેક્ટ્રિક વાહનોની ખૂબ કાળજી રાખવાની જરૂર હોય છે. થોડી બેદરકારી તમારા વાહનને મોટું નુકસાન પહોંચાડી શકે છે. એટલું જ નહીં વરસાદ પછી પણ ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇકની સર્વિસ કરાવવી જરૂરી બની જાય છે. જેમ આપણે પેટ્રોલથી ચાલતા ટુ-વ્હીલરનું ધ્યાન રાખીએ છીએ, તેવી જ રીતે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનું સમયસર સર્વિસ કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો સર્વિસ સમયસર કરવામાં આવે તો વાહન રસ્તાની વચ્ચે ક્યારેય ખરાબ નહીં થાય. જો તમારી ઇ-બાઇક અથવા સ્કૂટર પણ વરસાદમાં સંપૂર્ણપણે ભીંજાઈ ગયું હોય તો તમારે એક વાર સર્વિસ સેન્ટરની મુલાકાત લેવી જ જોઈએ.
દરેક સર્વિસ છે મહત્વપૂર્ણ
ઇલેક્ટ્રિક બાઇક અને સ્કૂટરની નિયમિત સર્વિસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો સર્વિસ સમયસર કરવામાં આવે તો બધા ભાગો યોગ્ય રીતે કામ કરશે અને તે બ્રેકડાઉન ટાળશે, કારણ કે જો સર્વિસ સમયસર કરવામાં ન આવે તો પછી ખર્ચ વધે છે.
બેટરી ચેક કરવી મહત્વપૂર્ણ છે
ઇલેક્ટ્રિક બાઇક અથવા સ્કૂટરની સર્વિસ કરાવતી વખતે તેની બેટરી પણ ચેક કરાવો. આ પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે તમને બેટરીની હેલ્થ વિશે જાણ કરશે. યાદ રાખો કોઈપણ સ્થાનિક મિકેનિક પાસે જવાનું ટાળો.
આ પણ વાંચો: ચોમાસાની ઋતુમાં બાઇકમાં આ વસ્તુઓ જરૂરથી ચેક કરી લેવી, નહીં તો રસ્તામાં રહેશો
કૂલેન્ટનું પ્રમાણ ઓછું ન હોવું જોઈએ
જો તમારી પાસે પ્રીમિયમ ઇલેક્ટ્રિક બાઇક છે, તો તેમાં લુલેન્ટ માટે એક અલગ બોક્સ છે જે બેટરીનું તાપમાન ઠંડુ રાખવામાં મદદ કરે છે. તેથી કૂલેન્ટ નિયમિતપણે તપાસવું જોઈએ, અને જો કૂલેન્ટ ઓછું થાય છે તો તેને ટોપ અપ કરાવો. આ ઉપરાંત બાઇકના બ્રેક્સ પણ ચેક કરાવો.
આ ભૂલો ક્યારેય ન કરો
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરને સીધા સૂર્યપ્રકાશમાં પાર્ક કરશો નહીં કારણ કે ઉનાળામાં ઇલેક્ટ્રિક બાઇકમાં બેટરીનું તાપમાન વધે છે. આવામાં પરફોર્મંસ બગડે છે અને રેન્જ પણ ઘટી શકે છે. તેથી EV ને છાંયડાવાળી જગ્યાએ પાર્ક કરો.