scorecardresearch
Premium

Health Tips : દૂધ સાથે આ ચીજો ક્યારે ન ખાવી, શરીર પર ઝેર જેવી અસર થશે, જાણો આયુર્વેદિક એક્સપર્ટ પાસેથી

These Foods Avoid Consuming With Milk : દૂધ ભલે પોષક તત્વોથી ભરપૂર હોય પરંતુ તેની સાથે અમુક ચીજોનું સેવન કરવાની મનાઇ છે. આયુર્વેદિક નિષ્ણાત રાજીવ દીક્ષિત કહે છે, દૂધ સાથે કેટલીક ચીજોનું સેવન કરવામાં આવે છે ત્ાયરે ઝેર જેવી અસર કરે છે.

Which Food Avoid Paring With Milk
Which Food Avoid Paring With Milk : દૂધ સાથે કઇ ચીજનું સેવન ન કરવું જોઇએ. (Photo: Freepik)

These Food Should You Avoid Paring With Milk : દૂધનું સેવન બાળકો અને પુખ્ત વયના લોકો માટે ફાયદાકારક છે. કારણ કે તેને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે. એટલું જ નહીં ફાઈબર, આયર્ન, સોડિયમ સહિત તમામ પોષક તત્વો પણ દૂધમાં મળી રહે છે. તેને પીવાથી હાડકા મજબૂત થાય છે. સાથે જ શરીરને તાકાત મળે છે. પરંતુ શું તમે જાણો છો કે આટલું પૌષ્ટિક હોવા છતાં પણ દૂધ તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. જી હા, આવું ત્યારે થાય છે જ્યારે તમે દૂધ સાથે એવી વસ્તુઓનું સેવન કરો છો, જે આયુર્વેદમાં પણ વર્જિત છે.

આયુર્વેદિક નિષ્ણાત રાજીવ દીક્ષિતે પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે અમુક એવી ચીજોના નામ આપ્યા છે, જે દૂધ સાથે ખાવામાં આવે ત્યારે ઝેર જેવી અસર કરે છે. ચાલો જાણીએ આ વિશે વિગતવાર

ડુંગળી અને દૂધ

આ બંને એકબીજાના જાણીતા દુશ્મનો છે. આ બંને વસ્તુઓ એક સાથે ખાશો તો બીમાર થશો. દૂધ અને ડુંગળી એક સાથે ખાવાથી ત્વચાની સમસ્યાઓનો ખતરો રહે છે. વરસાદમાં ડુંગળી અને દૂધનું એક સાથે સેવન કરવાથી ખંજવાળ, ધાધર થઇ શકે છે.

દૂધ અને ફણસ

ભોજનમાં ક્યારેય દૂધ અને ફસણ એક સાથે ન ખાવા જોઈએ. ન તો તમારે જેકફ્રૂટ ખાધા પછી તરત જ દૂધ પીવું જોઈએ. કારણ કે શરીરની અંદર ગયા બાદ પરસ્પર પ્રતિકુળ પ્રક્રિયા કરતા નથી. જેનાથી પાચનની સમસ્યા થઈ શકે છે. એટલું જ નહીં તે એક સાથે ખાવાથી ખંજવાળ કે ધાધરની સમસ્યા પણ થઇ શકે છે.

દૂધ અને ખાટા ફળો

જમતી વખતે ક્યારેય દૂધ અને ખાટા ફળો સાથે ન ખાઓ. દૂધ સાથે સંતરા, લીંબુ, લીંબુ ન ખાશો. દૂધની સાથે તમે એક માત્ર ફળ ખાઈ શકો છો તે કેળા છે. કેરી સાથે દૂધ ખાવાતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો કેરી મીઠી હોય તો તમે તેને દૂધ સાથે ખાઇ શકો છો. પણ કેરી ખાટી હોય તો દૂધ સાથે ક્યારેય ખાવી નહીં. ખાટા ફળો અને દૂધ એક સાથે ખાવાથી ગેસ, અપચો, કબજિયાત થઈ શકે છે. સાથે જ શરીરને પોષક તત્વો પણ મળતા નથી.

ડિસ્ક્લેમરઃ આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લો.

Web Title: These foods avoid consuming with milk effects like a poison on health tips in gujarati as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×