Cold Coco Milk Recipe : ઉનાળો આવતા જ તમને ઠંડી વસ્તુઓ ખાવા પીવાનું મન થાય છે. બાળકોથી લઈને મોટા લોકો સુધી ઉનાળામાં દૂધમાંથી બનાવેલ શેક, આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરે છે. ઉનાળામાં શેકની ડિમાન્ડ ઘણી વધી જાય છે. ભારતમાં ચોકલેટ શેકને પસંદ કરનારા ઘણા લોકો છે.
બજારમાં મળતા શેકમાં ઘણી રીતે ભેળસેળવાળા પણ હોઇ શકે છે. આવી સ્થિતિમાં તમારે તંદુરસ્ત રહેવા માટે ઘરે જ શેક તૈયાર કરવો જોઈએ. અહીં અમે તમારા માટે લાવ્યા છીએ સુરતની ફેમસ ‘કોલ્ડ કોકો મિલ્ક’ ડ્રિંકની રેસીપી. જેને હાલમાં જ શેફ નિશા મધુલિકાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. તેનો સ્વાદ બાળકોને પણ ઘણો પસંદ પડશે. સૌથી ખાસ વાત એ છે કે તેની બનાવવી ખૂબ જ સરળ છે.
આ વસ્તુઓની જરૂર પડશે
દૂધ- 1 લિટર+ 1 કપ
કોર્નફ્લોર- 2 ચમચી
કોકો પાઉડર- 3 ચમચી
ખાંડ- 1/3 કપ
આ પણ વાંચો – જો તમે 14 દિવસ સુધી ખોરાકમાં તેલનો ઉપયોગ બંધ કરી દો તો તમારા શરીર પર શું અસર થશે? જાણો
કોલ્ડ કોકો મિલ્ક રેસીપી
- એક વાસણમાં 1 લિટર દૂધ ગરમ કરવા મુકો. ઉકળી ગયા બાદ ગેસ બંધ કરી દો. ધ્યાન રાખો કે વાસણ જાડા તળીયાવાળું હોય.
- આ પછી બે બાઉલ લો. એકમાં કોર્નફ્લોર અને બીજામાં કોકો પાવડર નાખો. તેમાં દૂધ ઉમેરો અને બંને વસ્તુઓને અલગ-અલગ મિક્સ કરો.
- દૂધ ઉકળવા માંડે એટલે તેમાં કોકોનું દૂધ ઉમેરો. તેને તરત જ હલાવો જેથી ગઠ્ઠા ન રહી જાય. હવે તેમાં કોર્નફ્લોર ઉમેરો. તેમાં બાકીનું દૂધ ઉમેરો. ગેસ ચાલુ કરો અને તેને હલાવતા રહો. ઊભરો આવે ત્યારે તેને સતત હલાવતા રહો.
- આ પ્રક્રિયાને 5 થી 7 મિનિટ સુધી કરો. હવે તેમાં ખાંડ ઉમેરો. તમે તમારા પોતાના સ્વાદ પ્રમાણે ખાંડ ઓછી કે વધારે નાખી શકો છો. લગભગ 6 મિનિટ સુધી ઉકાળો.
- જો તમે તેને બનાવવા માટે ટોન મિલ્કનો ઉપયોગ કરો તો તે વધુ સારું છે. હવે ગેસ બંધ કરો અને તેને ઠંડુ થવા દો. આ પછી તેને ફ્રિજમાં લગભગ 5 કલાક સુધી રાખી મૂકો.
- સર્વ કરતા પહેલા તેને બરણીમાં મુકી ગોળ ગોળ ફેરવો. આમ કરવાથી તેમાં ફીણ તો મળશે જ સાથે ટેસ્ટમાં પણ વધારો થશે. તમે ઇચ્છો તો તેમાં આઇસ ક્યૂવ પણ ઉમેરી શકો છો. આ રીતે તમારું કોલ્ડ કોકા મિલ્ક તૈયાર થઇ જશે.