scorecardresearch
Premium

Suran vs Potato Health Benefits | સુરણ કે બટાકા: સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક?

સુરણ વિરુદ્ધ બટાકાના સ્વાસ્થ્ય લાભો | બટાકા અને સુરણ બન્ને કંદમૂળનું સેવન લોકો કરે છે, સુરણ ચોમાસામાં માર્કેટમાં જોવા મળે છે, ત્યારે સુરણ કે બટાકા શેનું સેવન વધારે ફાયદાકારક, અહીં જાણો

સુરણ કે બટાકાની કેલરી અને પોષણ સરખામણી
suran vs Potato which is Healthier in Gujarati

Suran vs Potato Nutritional Comparison | બટાકા (Potato) આપણા ભોજનનો એક અભિન્ન ભાગ છે જે બારેમાસ ખાવામાં આવે છે, સુરણ (Suran) ચોમાસામાં આવે છે બંનેવ કંદમૂળમાં આવે છે. બંને પોષક તત્વોથી ભરપૂર છે, પરંતુ જ્યારે સ્વાસ્થ્યની વાત આવે છે, ત્યારે તેમની વચ્ચે કેટલાક મુખ્ય તફાવતો છે જે તેમને અલગ બનાવે છે. અહીં સુરણ અને બટાકા બંને શાકભાજીના પોષક મૂલ્ય અને સ્વાસ્થ્ય લાભો વિશે વિગતવાર જાણો

બટાકા (Potato): બટાકા એક અગત્યનો શાકભાજીનો પાક છે જે દુનિયાભરમાં વ્યાપકપણે ખવાય છે. તે કાર્બોહાઈડ્રેટ્સનો સારો સ્ત્રોત છે અને ઝડપથી ઊર્જા પ્રદાન કરે છે.

બટાકા ખાવાના ફાયદા

  • એનર્જી : બટાકા કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર હોય છે, જે શરીરને તાત્કાલિક ઊર્જા પ્રદાન કરે છે.
  • હાડકાં માટે ફાયદાકારક:તેમાં કેલ્શિયમ હોય છે જે હાડકાના વિકાસ અને મજબૂતી માટે જરૂરી છે.
  • રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે: વિટામિન C અને એન્ટીઓક્સીડેન્ટ ગુણધર્મોને કારણે તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
  • કિડની સ્ટોનમાં રાહત: પોટેશિયમ અને ફાઇબરને કારણે તે કિડની સ્ટોનની સમસ્યામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે.
  • બ્લડ પ્રેશર નિયંત્રણ: બટાકામાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

સુરણ (Suran): સુરણ એ ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં ઉગાડવામાં આવતો એક કંદમૂળ પાક છે. તે ગુજરાત સહિત ભારતના ઘણા રાજ્યોમાં તેનું વાવેતર થાય છે. ચોમાસામાં તે શાકભાજી વધારે ખાવામાં આવે છે.

સુરણ ખાવાના ફાયદા

  • ડાયાબિટીસ માટે ફાયદાકારક: સુરણનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ (GI) ઓછો (લગભગ 51%) હોય છે, જેના કારણે તે બ્લડ શુગર લેવલને ધીમે-ધીમે વધારે છે. તે ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં પણ મદદ કરે છે.
  • કોલેસ્ટ્રોલ ઘટાડે : તેમાં ફાઇબર વધુ અને ચરબી ઓછી હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલ (HDL) વધારવામાં મદદ કરે છે. તેમાં ઓમેગા-૩ ફેટી એસિડ પણ હોય છે.
  • વેઇટ લોસ : સુરણ લો-કેલરી ફૂડ છે અને તેમાં ફેટનું પ્રમાણ નહિવત્ હોય છે. તેમાં રહેલા કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઇબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જેનાથી વજન નિયંત્રણમાં મદદ મળે છે.
  • પાચન સુધારે: ફાઇબર ભરપૂર હોવાથી તે પાચનતંત્રને સુધારે છે અને કબજિયાત જેવી સમસ્યાઓમાંથી રાહત આપે છે. આયુર્વેદ મુજબ, સુરણ હરસ (પાઇલ્સ) માટે ખૂબ ફાયદાકારક છે.
  • ડિટોક્સિફિકેશનમાં મદદરૂપ: તે લિવર, આંતરડા અને કિડનીમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ કરે છે.
  • અન્ય ફાયદા: સુરણમાં એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે જે ચેપથી બચાવે છે. તે શરદી, ઉધરસ, અસ્થમા જેવી બીમારીઓમાં પણ ફાયદાકારક છે. સ્ત્રીઓને માસિક સંબંધિત સમસ્યાઓમાં પણ રાહત આપી શકે છે.

સુરણ અને બટાકામાં શું હેલ્ધી?

  • ફાઇબરનું પ્રમાણ: સુરણમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, જે પાચન અને વજન નિયંત્રણ માટે વધુ ફાયદાકારક છે.
  • ગ્લાયસેમિક ઇન્ડેક્સ (GI): સુરણનો GI ઓછો હોવાથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે વધુ સારો વિકલ્પ છે. બટાકાનો GI પ્રમાણમાં ઊંચો હોય છે, ખાસ કરીને તેને તળીને કે પ્રોસેસ કરીને ખાવામાં આવે ત્યારે.
  • કોલેસ્ટ્રોલ અને વજન નિયંત્રણ: સુરણ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને વજન નિયંત્રણમાં વધુ અસરકારક છે.
  • ઔષધીય ગુણધર્મો: સુરણમાં આયુર્વેદિક ગુણધર્મો પણ રહેલા છે, જેમ કે હરસની સમસ્યામાં રાહત.

કેવી રીતે સેવન કરવું?

  • બટાકા: બટાકાને છાલ સાથે બાફવા અથવા શેકીને ખાવાથી તેના પોષક તત્વો જળવાઈ રહે છે. તળેલા બટાકા કે વધુ પડતા પ્રોસેસ્ડ બટાકા ટાળવા જોઈએ.
  • સુરણ: સુરણનું શાક, ખીચડી, સૂપ અથવા કરી બનાવીને ખાઈ શકાય છે. જંગલી સુરણમાં કેલ્શિયમ ઓક્ઝેલેટ નામનો પદાર્થ વધુ હોઈ શકે છે, જે મોં અને ગળામાં ખંજવાળ પેદા કરી શકે છે. તેને સારી રીતે રાંધીને અને ધોઈને ઉપયોગ કરવો જોઈએ.

Web Title: Suran vs potato health benefits comparison in gujarati sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×