Summer Special : ઉનાળો (Summer) શરૂ થઇ ગયો છે, આ સીઝનમાં ગરમી, સૂકી હવા અને પરસેવો વધુ થતો હોવાથી ફેસ ડ્રાય વધુ થાય અને નિસ્તેજ થઇ જાય છે. પરંતુ તે કોઈ મોટી સમસ્યા નથી, સેલિબ્રિટી શેફ સિમોન કથુરિયા ગરમીમાં રિફ્રેશમેન્ટ આપતી તરબૂચની સ્ટ્રોબેરીની સ્મૂધીની સરળ રેસીપી શેર કરી છે જે કદાચ ગરમીમાં તમારી સ્કિન માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે, વધુમાં અહીં જાણો

સ્મુધી કેવી રીતે બનાવશો?
સામગ્રી :
સમારેલા તરબૂચ, 6-7 ફ્રોઝન સ્ટ્રોબેરી, 3 ચમચી લીંબુનો રસ, થોડા ફુદીનાના પાન અને 2 ચમચી મધ
આ પણ વાંચો: Warm Water : દરરોજ આઠ ગ્લાસ ગરમ પાણી પીવાથી શરીરમાં આવા ફેરફારો થઇ શકે, જાણો
મેથડ :
- સમારેલા તરબૂચ, ફ્રોઝન સ્ટ્રોબેરી, લીંબુનો રસ, ફુદીનાના પાન અને મધ ભેગા કરો.
- બધી ફ્રેશ સામગ્રીને સારી રીતે ધોઈ લો.
- બ્લેન્ડરમાં સમારેલા તરબૂચ અને ફ્રોઝન સ્ટ્રોબેરીને ભેગું કરો.
- લીંબુનો રસ, ફુદીનાના પાન અને સ્વાદ અનુસાર મધ ઉમેરો.
- સ્મૂધ અને ક્રીમી થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો. ઠંડું જ સર્વં કરો.
શા માટે આ સ્મૂધી ઉનાળામાં પીવી જોઈએ?
નોઈડાની એક હોસ્પિટલના ડર્મેટોલોજિસ્ટએ ડૉ. હેન્ના શર્મા સમજાવે છે કે, ગરમીમાં રિફ્રેશમેન્ટ અને પાણીની ઉણપને પુરી કરવા હેલ્થી પીણાંનું ક્રેવિંગ વધુ થતું હોય છે. આ સ્મૂધી ઉનાળાના સ્કિનકેર માટે બેસ્ટ છે,
- હાઈડ્રેશન : તરબૂચ અને લીંબુનો રસ બંને પાણીથી ભરપૂર છે, જે તમને અસહ્ય ગરમીમાં દિવસોમાં હાઈડ્રેટ રાખે છે. હેલ્થી સ્કિન અને એકંદર સુખાકારી માટે યોગ્ય હાઇડ્રેશન મહત્વપૂર્ણ છે.
- એન્ટીઑકિસડન્ટ : તરબૂચ, સ્ટ્રોબેરી અને મધ એ બધા એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે જે મુક્ત રેડિકલ નુકસાનનો સામનો કરે છે, બળતરા ઘટાડે છે, અકાળે વૃદ્ધત્વ અટકાવે છે અને હેલ્થી સ્કિનમાં અસરકારક છે.
- પોષક તત્વો : આ તડબૂચ અને સ્ટ્રોબેરીનું મિશ્રણ વિવિધ પ્રકારના આવશ્યક વિટામિન્સ અને ખનિજો જેવા કે વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટો પ્રદાન કરે છે, જે એકંદર હેલ્થ અને રોગપ્રતિકારક શક્તિ વધારી શકે છે.
- ઠંડક આપે : ફુદીનાના પાન અને તરબૂચ અને લીંબુના રિફ્રેશિંગ ટેસ્ટ અને ઠંડકની અસર બનાવે છે , જેથી આ સ્મૂધી ગરમીની સીઝનમાં યોગ્ય પસંદગી છે.
આ પણ વાંચો: ઉનાળામાં ડિહાઇડ્રેશનનો ખતરો, મીઠું વાળા પાણીના સેવનથી ગરમીમાં શરીર કેવી રીતે હાઇડ્રેટેડ રહે છે? જાણો
ક્લિનિકલ ડાયેટિશિયન માલવિકા ફુલવાની સૂચન કરે છે કે ”સ્મૂધી પીવા કરતાં આખા ફળોનું સેવન કરો. જો કે, સ્મૂધી બનાવી સરળ છે અને સરળ ઉપયોગ કરી શકાય છે, જે ઉનાળાના બીઝી દિવસોમાં અનુકૂળ ઓપ્શન છે.
હેલ્થ એક્સપર્ટે કહ્યું કે, જે લોકોને કોઈ ચોક્કસ હેલ્થને લગતી સમસ્યા હોઈ તો આ સ્મૂધીનું સેવન કરવાનું ટાળવું જોઈએ,
- કેટલાક લોકો પાચનમાં સમસ્યા અથવા ફુદીના પ્રત્યે એલર્જી હોઈ શકે છે. જો તમને પણ આવી કોઈ એલર્જી હોય, તો ફુદીનો નાખવાનું ટાળો.
- લીંબુના રસની હાજરીને કારણે સાઇટ્રસ એલર્જી ધરાવતા લોકો માટે આ સ્મૂધી અયોગ્ય છે, જેમને ખંજવાળ અને શિળસનો થઈ શકે છે.
- ફળોમાં નેચરલ સુગર હોઈ છે. જેઓ લો-કાર્બોહાઇડ્રેટ અથવા કેટોજેનિક ડાયટ પ્લાન ફોલૉ કરે છે તેઓ લો-કાર્બોહાઇડ્રેટ ઓપ્શન પસંદ કરે છે.
- જ્યારે તરબૂચ અને સ્ટ્રોબેરીમાં નેચેરલ સુગર હેલ્થી હોય છે, ત્યારે ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિઓએ બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવા મધ્યસ્તામાં સેવન કરવું જોઈએ.
હેલ્થ એક્સપર્ટ તમારી ડાયટની પસંદગીઓ અને ફૂડની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી સ્મૂધીને કસ્ટમાઇઝ કરવાની ભલામણ કરે છે. પોષણ માટે દહીં, બદામ, અન્ય સીડ્સ અથવા પ્રોટીન પાવડરનો સમાવેશ કરો, વધુ ગાઈડન્સ માટે હેલ્થ એક્સપર્ટની સલાહ લો.