ખરાબ આહાર અને બગડતી જીવનશૈલી જાણે-અજાણ્યે આપણને તકલીફદાયક રોગોનો શિકાર બનાવે છે. ગેસ, એસિડિટી, પેટ ફૂલવું, પેટમાં ગેસ જમા થવો, આંતરડામાં ગેસ જમા થવો એ પાચનક્રિયા સંબંધિત સમસ્યાઓ છે, જેના માટે આપણો ખરાબ આહાર અને ખરાબ જીવનશૈલી જવાબદાર છે. આ પાચન રોગો નાના બાળકોને પણ છોડતા નથી. ગેસ, એસિડિટી અને પેટ ફૂલવાની સમસ્યા દરેકને ખૂબ જ પરેશાન કરે છે.
ઘણીવાર, આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ડૉક્ટર્સ સવારે ખાલી પેટે ડાયઝિન સિરપ અને ગેસની ગોળીઓ લેવાની ભલામણ કરે છે. માણસ આ દવાઓનો વ્યસની બની જાય છે. પછી એવું થાય છે કે, જે દિવસોમાં દવાઓ લેવામાં આવતી નથી, તે દિવસોમાં કબજિયાત થાય છે અને પેટ ગેસ ચેમ્બર બની જાય છે. આયુર્વેદ અનુસાર, રસોડામાં હાજર મસાલા પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે દવાઓ કરતાં વધુ અસરકારક છે. મેડિકલ સાયન્સ પણ ગેસથી છુટકારો મેળવવા માટે કેટલાક મસાલાને અસરકારક માને છે.
AIIMS ના પૂર્વ કન્સલ્ટન્ટ અને શૌલ હાર્ટ સેન્ટરના સ્થાપક અને ડાયરેક્ટર ડૉ. બિમલ ઝાંજેરે જણાવ્યું કે, જો તમે ગેસ અને એસિડિટીની સમસ્યાથી પરેશાન હોવ તો ભોજન ખાધા પછી રસોડામાં હાજર કેટલાક મસાલા ચાવો. રસોડામાં મોજુદ જીરું, અજમો અને વરિયાળીનું સેવન જમ્યા પછી કરવામાં આવે તો એસિડિટી, પેટ ફૂલવું અને આંતરડાના ગેસથી છુટકારો મેળવી શકાય છે. તો ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે, આ મસાલા પાચનને કેવી રીતે અસર કરે છે અને પાચન સમસ્યાઓનો ઉપચાર કરે છે.
અજમા થી પાચનમાં સુધારો
અજમાનું સેવન કરવાથી પાચન સંબંધી કોઈપણ સમસ્યામાં રાહત મળે છે. જે લોકોને ભોજન કર્યા પછી ગેસ અને અપચો જેવી સમસ્યા અનુભવાય છે, તેમણે અજમાનું સેવન કરવું જોઈએ. અજમાનું સેવન બે રીતે કરી શકાય છે. અજમાના બીજને તવા પર શેકીને તેમાં એક ચપટી મીઠું ભેળવીને તેનું સેવન કરો. અજમા અને મીઠાનું સેવન સ્વાદિષ્ટ લાગે છે અને પાચન માટે પણ અસરકારક છે.
આ સિવાય તેમાંથી પાણી તૈયાર કરીને સેવન કરો. એક લીટર પાણીમાં 3-4 ચમચી અજમો મિક્સ કરો અને ત્યાં સુધી પકવો, જ્યાં સુધી તે પાણી અડધુ ન થઈ જાય. તમે દિવસમાં બે વાર તેનું સેવન કરી શકો છો, તમને ગેસ, એસિડિટી અને હાર્ટ બર્નથી રાહત મળશે.
વરિયાળી ના બીજનું સેવન કરો
જો તમે ગેસથી પરેશાન છો, તો ભોજન કર્યા બાદ તરત જ વરિયાળીનું સેવન કરો. વરિયાળીના દાણા સાથે ખાંડ મિક્ષ કરીને તેનું સેવન કરો. ફાઈબરથી ભરપૂર વરિયાળીનું સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે અને કબજિયાતથી રાહત મળે છે. વરિયાળી પેટને સાફ કરે છે અને ગેસ, અપચો અને પેટને ફૂલવાથી રાહત આપે છે.
આ પણ વાંચો – પુરુષોમાં વાળ ખરવાના અને ટાલ પડવાના આ 9 કારણો છે, આજે જ કરો ઉપાય, ફરી વાળ ભરાવદાર થઈ જશે
જીરું નું સેવન કરો
જીરું એક એવો મસાલો છે, જેનો આપણે મોટાભાગે કઠોળ અને શાકભાજીમાં ઉપયોગ કરીએ છીએ. જીરાનું સેવન કરવાથી કબજિયાત મટે છે. તેનું સેવન કરવાથી ગેસ, એસિડિટી અને કબજિયાત મટે છે. તમે જીરુંનું પાણી બનાવીને પણ તેનું સેવન કરી શકો છો. જીરુંને તવા પર શેકી, ઠંડું કરીને તેનું સેવન કરો. તમે જીરુંને શેકીને અને તેમાં થોડું કાળું મીઠું ઉમેરીને પણ તેનું સેવન કરી શકો છો.