scorecardresearch
Premium

Holi Skin Care Tips: હોળી ધુળેટી રમ્યા બાદ કેવી રીતે નાહવું? પાણીમાં ઉમેરો રસોડાની આ વસ્તુ, શરીર પરથી રંગ થશે સાફ

Holi Skin Care Tips In Gujarati: હોળી ધુળેટીના રંગ કલરથી ઘણી વખ સ્કીન એલર્જી થઇ શકે છે. આનાથી બચવા તમે ઘરેલું ઉપચાર અજમાવી શકો છો. આ માટે તમારે માત્ર તમારા પાણીમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને સ્નાન કરવું પડશે.

Holi Skin Care Tips | Holi 2025 | Skin Care After holi playing | Holi Tips
Skin Care Tips For Holi: હોળી ધુળેટી પર રંગ – કલર રમતી વખતી ત્વચાની કાળજી રાખવી જરૂરી છે. (Photo: @smf_sensation_official)

Holi Skin Care Tips In Gujarati: હોળી ધુળેટીની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જુએ છે. બાળકોથી માંડીને પુખ્ત વયના લોકો સુધી, દરેક વ્યક્તિ રંગમાં રંગાવા માટે તૈયાર છે. હોળી પર અબીર-ગુલાલ, રંગો અને સ્પ્રે કલરનો બહુ ઉપયોગ કરવામાં આવે છે. હોળી રમ્યા બાદ ઘણા લોકો ત્વચાની સમસ્યાથી પરેશાન થવા લાગે છે. કેમિકલવાળા કલર કેટલીકવાર સ્કીન એલર્જી અથવા ત્વચા શુષ્કતા જેવી સમસ્યાઓનું કારણ બને છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે આ સમસ્યાઓથી બચવા માંગો છો, તો તેની સારવાર તમારા રસોડામાં છુપાયેલી છે? હોળી ધુળેટી રમ્યા પછી જો તમે યોગ્ય રીતે સ્નાન કરો છો, તો તમે ત્વચાની સમસ્યાઓથી બચી શકો છો. તેમજ હોળીનો રંગ પણ શરીરમાંથી સરળતાથી દૂર કરી શકાય છે. ત્વચાની સમસ્યાઓથી બચવા હોળી પછી કેવી રીતે નહાવું? આવો જાણીએ તેના વિશે.

નહાવાના પાણીમાં લીમડાના પાન ઉકાળીને મિક્સ કરો

લીમડામાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે. કેમિકલ કલરથી થતી સ્કિન એલર્જીથી બચવા માટે તમે લીમડાના પાનને નહાવાના પાણીમાં ઉકાળીને મિક્સ કરી શકો છો. તેનાથી તમને ફાયદો થશે. ઇન્ફેક્શનથી બચવા માટે પહેલા લીમડાના પાનને પાણીથી સાફ કરી લો. આ પછી, એક વાસણમાં પાણી મૂકો અને તેને ગેસ પર મૂકો. પાંદડાને પાણીમાં મિક્સ કરો અને તેને લગભગ 10 મિનિટ સુધી ઉકાળો. ગેસ બંધ કરો અને પાણીને ઠંડુ થવા દો. જ્યારે તમે સ્નાન કરવા જાઓ, ત્યારે તેને તમારા નહાવાના પાણીમાં ઉમેરો.

પાણીમાં હળદર ભેળવી સ્નાન કરો

હોળી રમતી વખતે દરેક વ્યક્તિ ખૂબ જ ગંદી થઈ જાય છે. કલર વાળા પાણીથી લઈને માટી અને રંગ શરીર પર લાગે છે. આવી સ્થિતિમાં તમે બીમાર થવાથી બચવા માટે હળદરનો ઉપયોગ કરી શકો છો. હળદર નાંખેલા પાણી વડે સ્નાન કરવાથી તમારા શરીર પરના તમામ જીવાણુઓ પણ મરી જશે. કારણ કે હળદરમાં એન્ટીસેપ્ટિક, એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. તે ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. તેને તૈયાર કરવા માટે, સૌ પ્રથમ, પાણીને નવશેકું કરો. આ પછી તેમાં લગભગ એક કપ હળદર નાખીને પાણી મિક્સ કરો.

શરીર પરથી હોળીનો રંગ સાફ કરવા માટે એપલ સીડર સરકો વાપરો

કેટલાકને અબીર-ગુલાલ સાથે હોળી રમવી ગમે છે, તો કેટલાક હોળી રમવા માટે પાક્કા રંગોનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં શરીર પરથી હોળીના રંગ દૂર કરવું મુશ્કેલ કાર્ય છે. જો તમે આ વખતે જબરદસ્ત હોળી ધુળેટી રમવા માંગો છો તો નહાવાના પાણીમાં એપલ સીડર સરકો ભેળવીને સ્નાન કરો. આમ કરવાથી તમારા શરીર પરથી મજબૂતમાં મજબૂત રંગ કોઈ પણ જાતના પ્રયાસ વગર દૂર થઈ જશે. તેનાથી ત્વચાને કોઈ નુકસાન નહીં થાય. તેને તૈયાર કરવા માટે સૌ પ્રથમ એક ડોલમાં પાણી લો. હવે તેમાં 4થી 5 ચમચી એપલ સીડર સરકો ઉમેરી સ્નાન કરો.

Disclaimer : આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લો.

Web Title: Skin care tips holi 2025 how to take bath after playing holi to avoid skin problems as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×